કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કચ્છની ભૂમિ એટલે મરુ મહેરામણ અને મેરુ ની ભૂમિ. કેટલાય ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થાનો એ કચ્છને દીપાવ્યું છે. તેથી તો આપણા મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા… તો ચાલો આપણે શરૂ કરીએ કચ્છ યાત્રાની પહેલી સફર … આ શબ્દયાત્રાના પહેલા મણકામાં આપણે માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આવેલા ધ્રબુડી તીર્થધામની યાત્રા કરશું. જેનું ભૌગોલિક અંતર માત્ર આઠ કિલોમીટર છે માંડવીથી… પરંતુ તેના મૂળ છે ત્રેતાયુઞ માં…