મ્યુઝિક, ફિલ્મ પ્રોડક્શન, મ્યુઝિક થેરાપી અને ભગવદ્ ગીતાના કોર્સને કચ્છ યુનિવર્સિટીની સૈદ્ધાંતિક મંજૂરી

કચ્છ યુનિ. ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ ગિવ વાચા ફાઉન્ડેશન સંચાલિત કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક ના વિવિધ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં ડિપ્લોમા ઇન ફિલ્મ મેકિંગ, ડિપ્લોમા ઇન મ્યુઝિક પ્રોડક્શન ટેક્નિકસ, ડિપ્લોમા ઇન એન્ટરટેઇનમેન્ટ (ફિલ્મ, ટીવી, મીડિયા, રેડિયો), ડિપ્લોમા ઇન મ્યુઝિક (ગિટાર), ડિપ્લોમા ઇન મ્યુઝિક (કીબોર્ડ), ડિપ્લોમા ઇન વોકલ પરફોર્મન્સ,  ડિપ્લોમા ઇન બુક રાઇટિંગ, તેમજ ભગવદ્ ગીતા ફોર બિઝનેસ મેનેજમેન્ટ, ભક્તિયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ, કર્મયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ અને જ્ઞાનયોગ ફોર લાઈફ મેનજમેન્ટ તથા સોશિયલ મીડિયા ફોર બિઝનેસ તેમજ મ્યુઝિક થેરપીના કોર્સનો સમાવેશ થાય છે. આ તમામ કોર્સ છ માસ તેમજ એક વર્ષની અવધિના છે.