રથયાત્રા: જગન્નાથ પુરીની રથયાત્રાનો ઈતિહાસ, મહિમા અને કથા | પર્વની પાઠશાળા
અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. અને આ અષાઢી બીજ ફક્ત એક તારીખ ન રહેતા ભારતીયો માટે મોટું પર્વ બને છે. કારણે કે આ દિવસે સ્વયં જગતના નાથ એટલે કે જગન્નાથ તેમના ભક્તોને મળવા મંદિરની બહાર આવે છે. માટે આ દિવસને સમગ્ર ભારત વર્ષ ‘રથ તહેવાર’ અને ‘રથયાત્રા’ રૂપે મનાવે છે, તો કચ્છમાં આ દિવસ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ફક્ત એક પર્વ નથી. પરંતુ ભાવ છે એક ભક્ત અને ભગવાનનો! કહેવાય છે ને, કે ભક્ત એક ડગલું ચાલે તો ભગવાન દસ ડગલા ચાલીને ભક્ત પાસે આવે છે. ભક્તિના એ જ ભાવનું પ્રતિક છે ‘રથયાત્રા’! પર્વની પાઠશાળા અર્થાત તહેવારોની પાઠશાળામાં, ચાલો જાણીએ આ રથયાત્રા વિશેના જાણ્યા અજાણ્યા કિસ્સા અને ભગવાન જગન્નાથના વિશિષ્ટ સ્વરૂપની કહાની!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed