કચ્છી કવિઓ અને સાહિત્યકારો માટે આર્થિક સહાયની થઈ જાહેરાત : કચ્છી મિજાજ વિશેષ

હાલમાં અષાઢી બીજ નિમિત્તે ચાલી રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય અને સંગીત પર્વ ‘કચ્છી મિજાજ’ અંતર્ગત ધ કૃપ યુનિવર્સ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને કૃપ પબ્લિશિંગ દ્વારા સાહિત્ય સંવર્ધન કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ રૂપે અમેરિકાથી ગુજરાતી મિજાજના પ્રતિનિધિ તેમજ અમદાવાદથી ઇઝી આઈડી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા, સાહિત્યકારો અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સભ્યોએ લાભ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ એ કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ રજૂ કર્યો. જેને શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યો તેમજ બાળકો ઝૂમી ઉઠયા.