‘પર્વની પાઠશાળા’ કૉલમમાં તહેવારો વિશેની રોચક વાતો લઈ આવ્યા છે બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર

અષાઢી બીજ પર્વ નિમિત્તે કૃપ પબ્લિશિંગ અંતર્ગત બેસ્ટસેલર લેખક ડૉ. કૃપેશ ઠકકર ની ભારતીય તહેવારો વિશેની રોચક જાણકારી આપતી કોલમ ‘પર્વની પાઠશાળા’ વૈશ્વિક સ્તરે ગુજરાતી પોર્ટલ ગુજરાતી મિજાજ પર પ્રકાશિત થઈ છે. એક પછી એક બેસ્ટસેલર પુસ્તકો વાચકોને સુપ્રત કરી સાહિત્ય જગતમાં પુરસ્કૃત સ્થાન પામ્યા બાદ હવે લેખક ડૉ. કૃપેશ તેમની કોલમ ‘પર્વની પાઠશાળા’ થકી આપણી સંસ્કૃતિના બહોળા દૃષ્ટિકોણને સરળ શબ્દોમાં વર્ણવશે.