‘કચ્છી યુવા કવિ સંમેલન’ માં કવિઓએ કરી શબ્દોથી ‘ગુરુવંદના’

કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’નું અંજાર ખાતે આયોજન થયું. આ અવસરે સંયોજક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ અકાદમી પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરી શબ્દવંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી.