કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

શરદ પૂર્ણિમા શા માટે મનાવવામાં આવે છે? | જાણો ખીરનું મહત્વ | માતા લક્ષ્મીની પૂજા વિધિ અને ધાર્મિક કથા | પર્વની પાઠશાળા

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

આસો મહિનાનિ પૂર્ણિમા અવસરે ઉજવાતો ભક્તિનો ભવ્ય ઉત્સવ એટલે ‘શરદ પૂર્ણિમા’. વર્ષાઋતુનું ગમન અને શરદ ઋતુના આગમનની ઉજવણી. એ ઉજવણી કે જ્યારે સ્વયં ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેના અમૃત વરસાવતા પ્રકાશની દિવ્યતામાં સૌ કોઈ મન મૂકીને રાસ ગરબા રમે છે. એવી પાવન શરદ પૂર્ણિમાની મહિમા, મહત્વ અને કથા વિષે આપણે ‘પર્વની પાઠશાળા’ માં ચર્ચા કરીશું. 

શરદ પૂનમનું મહત્વ

શરદ પૂનમનો મહત્વ પૌરાણિક કાળથી શાસ્ત્રો કહેતા આવ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર માંથી પ્રગટ થયા હતા. માટે શરદ પૂનમ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે. આ ઉપરાંત સત્યનારાયણની પૂજા કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે. શરદ પૂનમને દિવસે સંપૂર્ણ ઘરમાં ગંગાજળ છાંટવું તેમજ ગંગાજળથી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે સવારે પીળા વસ્ત્ર અને પુષ્પોથી મંદિર શણગારવામાં આવે છે. ત્યારબાદ માતા લક્ષ્મી અને વિષ્ણુને દૂધ અને ગંગાજળ થી સ્નાન કરાવી વિરાજમાન કરાય છે. માતા લક્ષ્મી અને નારાયણની પૂજા થાય છે. માતા લક્ષ્મીના નામ જાપ તેમજ સ્તુતિ અને સ્તોત્ર પઠન કરવાથી પણ માતા પ્રસન્ન થાય છે. આ ઉપરાંત લક્ષ્મી – નારાયણને દૂધ અને ફળોનું પ્રસાદ અર્પિત કરાય છે. ગૃહિણીઓ આ દિવસે વ્રત અને ઉપવાસ કરે છે. તેમજ રાત્રે જાગરણ કરી વ્રત કથા શ્રાવણ અને સત્સંગ કરે છે. એવી લોક માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે માતા લક્ષ્મી સૌના ઘરે પધારે છે. અને જે લોકોના ઘર સ્વચ્છ અને સુશોભિત હોય તેમને આશીર્વાદ આપી સ્થાયી થઈ જાય છે. માટે ગૃહિણીઓ શરદ પૂનમની સાંજે ઘર આંગણે રંગોળી પણ કરે છે. તો દિવડાઓની સજાવટ પણ રાખે છે. જેથી માતા લક્ષ્મીની પ્રસન્નતા રહે.

શરદ પૂનમની રાતે શા માટે રખાય છે ખીર?

શસ્ત્રો અનુસાર શરદ પૂનમની રાત્રે ચંદ્રમા સોળે કળાએ ખીલે છે તેમજ તેની કિરણો માંથી અમૃતની વર્ષા થાય છે. તેથી લોકો આખી રાત છત પર સ્વચ્છ પાત્રમાં ખીર રાખી મૂકે છે. જેથી ચંદ્ર પ્રકાશે ખીર અમૃતમય થઈ શકે. એ ખીરનો પ્રસાદ ગ્રહણ કરવાથી રોગ કે બીમારી લાગુ પડતી નથી અને લાંબુ આયુષ્ય મળે છે. એ સિવાય કેટલાક પ્રાંતોમાં ખીર ને બદલે દૂધ અને પૌઆ રાખવાનો ચલણ પણ જોવા મળે છે. બીજા દિવસે સવારે એ ખીર અથવા દુધ પૌઆ માતા લક્ષ્મીને અર્પણ કરી પછી પ્રસાદમાં લેવામાં આવે છે.

આપણા પુરાણોમાં શરદ પૂનમની રાત્રી વિષે અનેક ચર્ચાઓ થઈ છે. એક કથા અનુસાર શરદ પૂનમની રાત્રિએ જ સોમલતા નામની ઔષધિ માંથી અર્ક નીકળે છે જેનો દેવતાઓ ‘સોમરસ’ બનાવે છે. આ સોમરસ ગ્રહણ કરવાથી તેમને અપાર શક્તિઓ મળે છે. તો એવી કથા પણ પ્રચલિત છે કે લંકાપતિ રાવણ શરદ પૂનમની રાત્રે ધ્યાન ધરીને ચંદ્રમા માંથી આવતા અમૃત કિરણો પોતાની નાભીમાં ભરી લેતો જેથી ટે પુનઃયુવાન થઈ જતો. ગત અંકોમાં આપણે સમુદ્ર મંથનની કથા જાણી હતી. આજે માતા લક્ષ્મીના પ્રાગટ્યની એ કથા થોડા વિસ્તારથી જાણીશું.

માતા લક્ષ્મીની કથા

પૌરાણિક કથા અનુસાર એક દિવસ મહાદેવના અંશાવતાર એવા ઋષિ દુર્વાસા ઇન્દ્રને મળવા માટે સ્વર્ગલોક પધાર્યા. તેમણે ઇન્દ્રને વધાવવા માટે સુંદર યશઅપાવનારો પુષ્પોનો હાર આપ્યો. રાજા ઇન્દ્રએ તે હાર લઈને ઐરાવત હાથીના મસ્તક પર મૂક્યું. તો ઐરાવત હાથીએ તે હાર લઈને પૃથ્વી લોક પર ફેંકી દીધું. એ જોઈ ઋષિ દુર્વાસા અત્યંત ક્રોધિત થયા. ઇન્દ્રએ અહંકાર વશ તેમનો જે રીતે અનાદર કર્યો તેના પરિણામે ઋષિ ઇન્દ્ર અને તેના સમસ્ત રાજ્યને ‘શ્રીહીન’ થઈ જવાનો શ્રાપ આપી દીધો. તરત જ ઇન્દ્ર અને સ્વર્ગના બધા જ દેવતો શક્તિ હીન થઈ ગયા. સ્વર્ગ માંથી સઘળું ઐશ્વર્ય સમુદ્રમાં ચાલ્યું ગયું. સંસાર માંથી સદગુણો, જ્ઞાન અને આદર્શો વિલીન થયા. પરિણામે લોકોએ પૂજન, હવન અને પુણ્ય કરવાનું છોડી દીધું. અસૂરો એ દુર્દશાનો લાભ લેતા સ્વર્ગ પર ચડાઈ કરી. રાજા ઇન્દ્રએ સમસ્ત દેવતાઓ સાથે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પાસે ગયા. ત્યારે સમુદ્ર મંથનનો ઉપાય મેળવ્યો. દેવતાઓ અને અસૂરોના સંયુક્ત પ્રયાસે જ્યારે મહાસાગરનું મંથન થયું ત્યારે દેવી લક્ષ્મી પ્રગટ થયા. તેમણે ભગવાન વિષ્ણુનું સ્વામી તરીકે ચયન કરીને નારાયણ સાથે વિવાહ કર્યું. તેમજ દેવતાઓને પુનઃ યશ, શક્તિ અને ઐશ્વર્ય આપ્યું. જેથી દેવો અને અસૂરો વચ્ચે ફરી યુદ્ધ થયું. અંતે દેવોનો વિજય થયો. આ કથા યુગો યુગોથી શરદ પૂર્ણિમાનો મહિમા ગાયો છે. ખરેખર શરદ પૂનમ એવો પાવન અવસર છે કે જ્યારે માતા લક્ષ્મીને સૌ કોઈ પોતાના ઘરે વધાવી તેમની કૃપા દૃષ્ટિ મેળવી શકે છે.   


શરદ પૂર્ણિમા વિષે આટલું જાણો

1. શરદ પૂર્ણિમા ક્યારે છે

આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતો ઉત્સવ એટલે ‘શરદ પૂર્ણિમા’. આ વર્ષે શરદ પૂર્ણિમા 16 ઓક્ટોબર 2024, બુધવારના રોજ મનાવવામાં આવશે.

2. શરદ પૂર્ણિમા મહત્વ શું છે?

શરદ પૂનમનો મહત્વ પૌરાણિક કાળથી શાસ્ત્રો કહેતા આવ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર માંથી પ્રગટ થયા હતા. માટે શરદ પૂનમ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ દિવસ મનાય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

3. શરદ પૂર્ણિમા પર ખીર બનાવવાનું શું છે મહત્વ?

શસ્ત્રો અનુસાર શરદ પૂનમની રાત્રે ચંદ્રમા સોળે કળાએ ખીલે છે તેમજ તેની કિરણો માંથી અમૃતની વર્ષા થાય છે. તેથી લોકો આખી રાત છત પર સ્વચ્છ પાત્રમાં ખીર રાખી મૂકે છે. જેથી ચંદ્ર પ્રકાશે ખીર અમૃતમય થઈ શકે.

4. શરદ પૂર્ણિમાની પૂજા વિધિ શું છે?

માતા લક્ષ્મી અને વિષ્ણુને દૂધ અને ગંગાજળ થી સ્નાન કરાવી વિરાજમાન કરાય છે. માતા લક્ષ્મી અને નારાયણની પૂજા થાય છે. માતા લક્ષ્મીના નામ જાપ તેમજ સ્તુતિ અને સ્તોત્ર પઠન કરવાથી પણ માતા પ્રસન્ન થાય છે. આ ઉપરાંત લક્ષ્મી – નારાયણને દૂધ અને ફળોનું પ્રસાદ અર્પિત કરાય છે. ગૃહિણીઓ આ દિવસે વ્રત અને ઉપવાસ કરે છે.

5. દેવી લક્ષ્મીનો જન્મ કેવી રીતે થયો હતો?

દેવતાઓ અને અસૂરોના સંયુક્ત પ્રયાસે જ્યારે મહાસાગરનું મંથન થયું ત્યારે દેવી લક્ષ્મી પ્રગટ થયા. તેમણે ભગવાન વિષ્ણુનું સ્વામી તરીકે ચયન કરીને નારાયણ સાથે વિવાહ કર્યું.

6. શરદ પૂર્ણિમાએ લક્ષ્મી માતાની પૂજા કેવી રીતે કરશો?

માતા લક્ષ્મી અને વિષ્ણુને દૂધ અને ગંગાજળ થી સ્નાન કરાવી વિરાજમાન કરાય છે. માતા લક્ષ્મી અને નારાયણની પૂજા થાય છે. માતા લક્ષ્મીના નામ જાપ તેમજ સ્તુતિ અને સ્તોત્ર પઠન કરવાથી પણ માતા પ્રસન્ન થાય છે.


SHARAD PURNIMA SPECIAL RADHA KRISHNA GARBA SONG

Kaho Poonam Na Chand Ne Song Lyrics – Gujarati Garba

મારા મનડાના મીત, મારા જીવન સંગીત,
લઈને આવ્યા છે મારી પ્રીત;

કહો પૂનમ ના ચાંદ ને આજ,
ઉગે આથમણી કોર
મારા મનડાના મીત, મારા જીવન સંગીત,
લઈને આવ્યા છે મારી પ્રીત;

આજે અમારા જીવન નો આ,
કેટલો સુંદર દિવસ છે;
આજે અમે રમશું પ્રિતમ ની સાથે,
હાથો માં હાથ રાખી ને.

કહો પૂનમ ના ચાંદ ને આજ,
ઉગે આથમણી કોર.