કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – પપ્પા મારા સુપરમેન | કલમ ગુજરાતની

“પપ્પા મારા સુપરમેન” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે પુત્ર દ્વારા પિતા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત પિતાને “સુપરમેન” તરીકે ઉજાગર કરે છે અને તેના અનન્ય પ્રેમ, કાળજી અને ઉદારતાની પ્રશંસા કરે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – લાડલી બેની | કલમ ગુજરાતની

“લાડલી બેની” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે ભાઈ દ્વારા બહેન પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત બહેનની યાદ આવવાની અનુભૂતિને અને તેના સાથેના સુખ-દુઃખના સંસ્મરણોને પ્રતિબિંબિત કરે છે. ગીતમાં ભાઈ બહેનને “લાડલી બેની” તરીકે સંબોધે છે અને કહે છે કે તેની આંખો તેને જોવા તરસે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – ઢીંગલી | કલમ ગુજરાતની

“ઢીંગલી” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે દીકરીઓને સમર્પિત છે. આ ગીત પિતાના દીકરી પ્રત્યેના અનન્ય પ્રેમ અને મમતાને વ્યક્ત કરે છે. ગીતમાં પિતા દીકરીને તેના જીવનમાં અજવાળું લાવનાર, દિવાળી લાવનાર, લક્ષ્મીજી સમાન વ્હાલી દીકરી તરીકે વર્ણવે છે. તે દીકરીના હૃદયના ધબકારને પોતાના હૃદયના ધબકારની સમકક્ષ માને છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશન લાવી રહ્યા છે ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’

કચ્છી ભાષાની વંદના કરવા અને કચ્છના ગૌરવવંતા કવિઓની સરાહના કરવા કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશન લાવી રહ્યા છે ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’. જેમાં હશે કચ્છી કવિતાઓ તેમજ કચ્છી કવિઓની અનેરી રચનાઓનો વણથંભ્યો વરસાદ! ‘કચ્છી યુવા કવિ સંમેલન’ ના પ્રથમ સિઝનની ભવ્ય સફળતા બાદ ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’ ટૂંક સમયમાં જ યોજાશે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘કચ્છી મિજાજ’ અંતર્ગત વીરા ગામના ૧૫૦ બાળકોએ આપી ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ગુજરાતી મિજાજ, કૃપ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) ના સંયુક્ત ઉપક્રમે ઉજવાઇ રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય સંગીત પર્વ “કચ્છી મિજાજ” અંતર્ગત વીરા પંચાયત પ્રાથમિક શાળા, અંજાર ખાતે ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’ નું આયોજન થયું. જેનો ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ લાભ લીધો.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

દેવશયની એકાદશી – ચાતુર્માસનો મહિમા અને કથા | પર્વની પાઠશાળા

અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

મ્યુઝિક, ફિલ્મ પ્રોડક્શન, મ્યુઝિક થેરાપી અને ભગવદ્ ગીતાના કોર્સને કચ્છ યુનિવર્સિટીની સૈદ્ધાંતિક મંજૂરી

કચ્છ યુનિ. ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ ગિવ વાચા ફાઉન્ડેશન સંચાલિત કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક ના વિવિધ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં ડિપ્લોમા ઇન ફિલ્મ મેકિંગ, ડિપ્લોમા ઇન મ્યુઝિક પ્રોડક્શન ટેક્નિકસ, ડિપ્લોમા ઇન એન્ટરટેઇનમેન્ટ (ફિલ્મ, ટીવી, મીડિયા, રેડિયો), ડિપ્લોમા ઇન મ્યુઝિક (ગિટાર), ડિપ્લોમા ઇન મ્યુઝિક (કીબોર્ડ), ડિપ્લોમા ઇન વોકલ પરફોર્મન્સ,  ડિપ્લોમા ઇન બુક રાઇટિંગ, તેમજ ભગવદ્ ગીતા ફોર બિઝનેસ મેનેજમેન્ટ, ભક્તિયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ, કર્મયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ અને જ્ઞાનયોગ ફોર લાઈફ મેનજમેન્ટ તથા સોશિયલ મીડિયા ફોર બિઝનેસ તેમજ મ્યુઝિક થેરપીના કોર્સનો સમાવેશ થાય છે. આ તમામ કોર્સ છ માસ તેમજ એક વર્ષની અવધિના છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

કચ્છી કવિઓ અને સાહિત્યકારો માટે આર્થિક સહાયની થઈ જાહેરાત : કચ્છી મિજાજ વિશેષ

હાલમાં અષાઢી બીજ નિમિત્તે ચાલી રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય અને સંગીત પર્વ ‘કચ્છી મિજાજ’ અંતર્ગત ધ કૃપ યુનિવર્સ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને કૃપ પબ્લિશિંગ દ્વારા સાહિત્ય સંવર્ધન કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ રૂપે અમેરિકાથી ગુજરાતી મિજાજના પ્રતિનિધિ તેમજ અમદાવાદથી ઇઝી આઈડી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા, સાહિત્યકારો અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સભ્યોએ લાભ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ એ કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ રજૂ કર્યો. જેને શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યો તેમજ બાળકો ઝૂમી ઉઠયા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

“કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો હવન સાથે થયો શુભારંભ | સાહિત્યકારો માટે થઈ મોટી જાહેરાત!

હાલમાં કચ્છી નવા વર્ષ નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈ ડી અને કૃપ પબ્લિશિંગ દ્વારા ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો કૃપ ગુરુકુલ ખાતે હવન સાથે ઉજવાયો શુભારંભ સમારોહ. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉ. શશીકાંત ઠક્કર અને શ્રીમતી નયનાબેન ઠક્કર સાથે ફેસ્ટિવલ ડાયરેક્ટર, ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર અને કૃપ ગુરુકુલના આચાર્યા, હેલ્થ એંડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા ઠક્કર એ પંચેશ્વરની વંદના સાથે હવનનો લાભ લીધો. આ શુભારંભ સમારોહમાં ગ્લોબલ લિટરેચર એંડ કલ્ચરલ ક્લબના સદસ્યો અને એમ્બેસેડર બાળકો પણ હાજર રહ્યા હતા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચારસાહિત્ય

‘પર્વની પાઠશાળા’ કોલમમાં તહેવારો વિશેની રોચક વાતો લઈ આવ્યા છે બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર

અષાઢી બીજ પર્વ નિમિત્તે કૃપ પબ્લિશિંગ અંતર્ગત બેસ્ટસેલર લેખક ડૉ. કૃપેશ ઠકકર ની ભારતીય તહેવારો વિશેની રોચક જાણકારી આપતી કોલમ ‘પર્વની પાઠશાળા’ વૈશ્વિક સ્તરે ગુજરાતી પોર્ટલ ગુજરાતી મિજાજ પર પ્રકાશિત થઈ છે. એક પછી એક બેસ્ટસેલર પુસ્તકો વાચકોને સુપ્રત કરી સાહિત્ય જગતમાં પુરસ્કૃત સ્થાન પામ્યા બાદ હવે લેખક ડૉ. કૃપેશ તેમની કોલમ ‘પર્વની પાઠશાળા’ થકી આપણી સંસ્કૃતિના બહોળા દૃષ્ટિકોણને સરળ શબ્દોમાં વર્ણવશે.

Read More