Nutan Varshabhinandan | 75+ Happy Gujarati New Year greetings | નવા વર્ષની શુભેચ્છાઓ | નૂતન વર્ષાભિનંદન
Nutan Varshabhinandan | 75+ Happy Gujarati New Year greetings | નવા વર્ષની શુભેચ્છાઓ | નૂતન વર્ષાભિનંદન
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ
Nutan Varshabhinandan | 75+ Happy Gujarati New Year greetings | નવા વર્ષની શુભેચ્છાઓ | નૂતન વર્ષાભિનંદન
Read Moreદિવાળી એ કોઈ એક દિવસનો તહેવાર નહીં પરંતુ વિવિધ તહેવારોની હારમાળા છે એટલે દિવાળી ફક્ત ઉત્સવ નહીં પણ ‘પર્વ’ બને છે! દિવાળીનો મુખ્ય દિવસ માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશ અને ધનના દેવ કુબેરની આરાધનાથી સંપન્ન થાય છે. લોકો આ દિવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજા સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરે છે.
Read Moreજાણો ધનતેરસનું મહત્વ અને કથા: ‘ધનતેરસ’ કે ‘ધનત્રયોદશી’ એ ફક્ત સોનું-ચાંદી કે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા સાધનો લેવા પૂરતું નથી. પરંતુ સ્વાસ્થ્યના દેવ ધન્વંતરિની પ્રાગટ્ય તિથિ છે. જીવનમાં જો પ્રથમ ક્રમે વાણી, કલા, જ્ઞાન અને કૌશલ્યો આવતા હોય તો દ્વિતીય ક્રમે આવે છે સ્વાસ્થ્ય. કારણ કે જો સારું સ્વાસ્થ્ય હશે તો આપણે બધું કરી શકવા સમર્થ થઈ શકીએ. આ દિવસે જ સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી ચાર ભુજાઓ સાથે આયુર્વેદ અને અમૃત કળશ લઈ પ્રગટ થયા હતા. માટે ધનતેરસને દિવસે માતા લક્ષ્મી સાથે ધનવંતરી ભગવાનની આરાધના કરવાની પરંપરા છે. જે આપણને આગામી વર્ષ માટે નીરોગી અને દીર્ઘાયુ રહેવા આશીર્વાદરૂપ રહે છે.
Read Moreએક તરફ જ્યાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આપઘાતના કિસ્સાઓ વૈશ્વિક સમસ્યા બન્યા છે. ત્યારે ‘વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ થી ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ એ સંગીતની મદદથી સર્વાંગી સ્વાસ્થ્ય જાળવવા માટે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સેવાનો અભિયાન શરૂ કર્યો છે. કે જેમાં તેઓ 50 દિવસ સુધી ભારતના દિલ્લી, મુંબઈ, બેંગલોર, અયોધ્યા, વૃંદાવન, મથુરા સહિતના 25થી પણ વધુ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સાથે વ્યક્તિગત અને સામૂહિક મ્યુઝિક થેરાપીના સેશન થકી ઉંમર, જાતિ કે સામાજિક ભેદભાવ વિના મનુષ્ય, પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે.
Read Moreહાલમાં વિજયા દશમી નિમિતે ગિવ વાચા સેન્ટર કચ્છ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ થયા. જેમાં ભારત યાત્રાએ નીકળેલા મ્યુઝિક થેરાપીસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ બાળકો, વાલીઓ અને વડીલોને વેદમંત્રો અને સંગીતના વિજ્ઞાનની સમજ આપી. કાર્યક્રમની શરૂઆતમાં વેદોક્ત શાંતિપાઠ સાથે પંચેશ્વર ભગવાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી રામ ચરિત માનસ, શિવ પુરાણ, અને ગિટારની પૂજા થઈ. ત્યારબાદ તબીબ પરિવારએ ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સમાજ સેવા કરવાનો સંકલ્પ લીધો.
Read Moreતા. ૧૦ ઓકટોબર, ૨૦૨૪ ના રોજ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રસંગે ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ નું અંજાર કચ્છના કૃપ ગુરુકુલથી શુભારંભ થયું છે. જેમાં ભારતના બેસ્ટ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે જાણીતા ડૉ. કૃપેશ ઠક્કર ‘અર્જુન’ મ્યુઝિક થેરાપીની સ્વાસ્થ્ય પર થતી હકારાત્મક અસરોથી અવગત કરાવવા ૫૦ દિવસમાં ભારતના ૨૫ શહેરોમાં એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ સંગીતથી સારવારની પહેલ લઈને ‘વસુધૈવ કુટુંબકમ’ ની ભાવના સાથે આગેકૂચ કરી છે.
Read Moreહાલમાં જ્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ દ્વારા આયોજિત ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ ની પચાસ દિવસ-પચ્ચીસ શહેરો અને એક મિશન ‘લેટ ધ મ્યુઝિક હિલ’ ની ભારત યાત્રાનો કચ્છથી શુભારંભ થયો છે. ત્યારે પ્રથમ દિવસે મ્યુઝિક થેરાપીનો પ્રથમ સત્ર અંજારના અહલ્યા કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે યોજાયો.
Read Moreહાલમાં આદિપુરની ગજવાણી કોલેજ ઓફ નર્સિંગ ખાતે ગણેશ ઉત્સવ પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, ગાયિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર તથા બાળ કલાકારો પર્વ ઠક્કર અને વાચા ઠક્કરના ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નું સંગીતમય કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી શ્રી જયભાઇ હેમનાની, આચાર્યા શ્રીમતી નિધિબેન શર્મા તથા શ્રી નાનાલાલભાઈ સત્રા અને શ્રીચંદભાઈ તલરેજા સહિત કોલેજ પરિવારના અન્ય સદસ્યો પણ હાજર રહ્યા હતા.
Read Moreગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ નો જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ ઉત્સવમાં પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ ના સો જેટલા કાર્યક્રમો પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી થઈ. જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, માનવતા ગ્રૂપના અગ્રણી શ્રી ગોવિંદભાઇ દનીચા, વરિષ્ઠ શિક્ષક શ્રી એન. કે. ધોરિયા, ડી. વી. હાઇસ્કૂલના સુપરવાઇઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને શ્રી હરિભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા કચ્છ અંજારના ગાયક કલાકાર હર્નિશ અંજારિયા ના કૃષ્ણ ભક્તિ ગીત ‘કરામત’ વૈશ્વિક સ્તરે લોન્ચ થયાની અંજાર ખાતે ઉજવણી થઈ. જેમાં શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષ્ણ ભક્તિ ગીતને હર્નિશભાઈ એ મધુર કંઠ આપ્યો છે તો શબ્દો અને સંગીતમાં ડૉ. કૃપેશનું યોગદાન રહ્યું છે.
Read More