ધર્મ/અધ્યાત્મ

કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

દિવાળી તહેવાર 2024 | 6 દિવસોનું મહત્વ અને ઈતિહાસ | Epic Fun Fests

દિવાળી એ કોઈ એક દિવસનો તહેવાર નહીં પરંતુ વિવિધ તહેવારોની હારમાળા છે એટલે દિવાળી ફક્ત ઉત્સવ નહીં પણ ‘પર્વ’ બને છે! દિવાળીનો મુખ્ય દિવસ માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશ અને ધનના દેવ કુબેરની આરાધનાથી સંપન્ન થાય છે. લોકો આ દિવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજા સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરે છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

જાણો ધનતેરસનું મહત્વ અને કથા | ધનતેરસ 2024 ની શુભેચ્છાઓ અને શુભકામના સંદેશ | Epic Fun Fests

જાણો ધનતેરસનું મહત્વ અને કથા: ‘ધનતેરસ’ કે ‘ધનત્રયોદશી’ એ ફક્ત સોનું-ચાંદી કે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા સાધનો લેવા પૂરતું નથી. પરંતુ સ્વાસ્થ્યના દેવ ધન્વંતરિની પ્રાગટ્ય તિથિ છે. જીવનમાં જો પ્રથમ ક્રમે વાણી, કલા, જ્ઞાન અને કૌશલ્યો આવતા હોય તો દ્વિતીય ક્રમે આવે છે સ્વાસ્થ્ય. કારણ કે જો સારું સ્વાસ્થ્ય હશે તો આપણે બધું કરી શકવા સમર્થ થઈ શકીએ. આ દિવસે જ સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી ચાર ભુજાઓ સાથે આયુર્વેદ અને અમૃત કળશ લઈ પ્રગટ થયા હતા. માટે ધનતેરસને દિવસે માતા લક્ષ્મી સાથે ધનવંતરી ભગવાનની આરાધના કરવાની પરંપરા છે. જે આપણને આગામી વર્ષ માટે નીરોગી અને દીર્ઘાયુ રહેવા આશીર્વાદરૂપ રહે છે. 

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

શરદ પૂર્ણિમા શા માટે મનાવવામાં આવે છે? | જાણો ખીરનું મહત્વ | માતા લક્ષ્મીની પૂજા વિધિ અને ધાર્મિક કથા | પર્વની પાઠશાળા

આસો મહિનાનિ પૂર્ણિમા અવસરે ઉજવાતો ભક્તિનો ભવ્ય ઉત્સવ એટલે ‘શરદ પૂર્ણિમા’. વર્ષાઋતુનું ગમન અને શરદ ઋતુના આગમનની ઉજવણી. એ ઉજવણી કે જ્યારે સ્વયં ચંદ્ર સોળે કળાએ ખીલે છે અને તેના અમૃત વરસાવતા પ્રકાશની દિવ્યતામાં સૌ કોઈ મન મૂકીને રાસ ગરબા રમે છે. એવી પાવન શરદ પૂર્ણિમાની મહિમા, મહત્વ અને કથા વિષે આપણે ‘પર્વની પાઠશાળા’ માં ચર્ચા કરીશું. 

Read More
ગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે થયો યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ

હાલમાં વિજયા દશમી નિમિતે ગિવ વાચા સેન્ટર કચ્છ ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજા સાથે યજ્ઞ અને મ્યુઝિક થેરાપીના અનેરા પ્રયોગ થયા. જેમાં ભારત યાત્રાએ નીકળેલા મ્યુઝિક થેરાપીસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ બાળકો, વાલીઓ અને વડીલોને વેદમંત્રો અને સંગીતના વિજ્ઞાનની સમજ આપી. કાર્યક્રમની શરૂઆતમાં વેદોક્ત શાંતિપાઠ સાથે પંચેશ્વર ભગવાન, શ્રીમદ્ ભગવદ્ ગીતા, શ્રી રામ ચરિત માનસ, શિવ પુરાણ, અને ગિટારની પૂજા થઈ. ત્યારબાદ તબીબ પરિવારએ ‘મ્યુઝિક થેરાપી ફોર ઓલ – ઇન્ડિયા ટુર’ થકી સમાજ સેવા કરવાનો સંકલ્પ લીધો.

Read More
ગુજરાતી મિજાજ વિશેષકૉલમ: પર્વની પાઠશાળાધર્મ/અધ્યાત્મ

શારદીય નવરાત્રી પ્રારંભ | નવરાત્રીના વિધિ-વિધાન, મહત્વ, મહિમા અને કથા | પર્વની પાઠશાળા

ભારતીય સંસ્કૃતિના પ્રમુખ તહેવારો માંથી એક છે ‘નવરાત્રી’. સંસ્કૃતિ અને ધાર્મિકતાને રંગે ચંગે ઉજવતો આ તહેવાર સામાન્ય રીતે વર્ષમાં ચાર વખત આવે છે. ચૈત્ર નવરાત્રી, શારદીય નવરાત્રી અને બે ગુપ્ત નોરતા. પર્વની પાઠશાળામાં આજે આપણે શારદીય નવરાત્રી વિષે જાણીશું. આ નવરાત્રી પિતૃપક્ષ પૂર્ણ થયા પછી તરત આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એ એટલે કે આ વર્ષે 3 જી ઓક્ટોબરે શરૂ થાય છે. જે 11 ઑક્ટોબર એમ નવ દિવસ સુધી દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની વંદના સાથે ઉજવાશે અને 12મી ઓક્ટોબર, દસમનો દિવસ ‘વિજયા દશમી’ એટલે કે  ‘દશેરા’ તરીકે ઉજવાશે.    

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી 7 પેઢીના પિતૃઓને મળે છે મોક્ષ | જાણો આ એકાદશી વ્રતની પૂજા વિધિ અને મહત્વ | પર્વની પાઠશાળા

‘ઈન્દિરા એકાદશી’ નું વ્રત કરવાથી યમલોક માંથી મુક્તિ મળે છે, એવું આપણા પુરાણોમાં કહેવાયું છે. તો આ એકાદશી સર્વ પાપોમાંથી મુક્ત કરનારી છે એવું સ્વયં ભગવાન કૃષ્ણ એ મહાભારત માંની એક કથામાં ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી એ વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને વ્યક્તિ પોતે પણ પાપમુક્ત બને છે. એમાં પણ જો આ તિથિએ પિંડદાન, તર્પણ કે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો મૃતકોને મોક્ષ મળે છે એવી પણ માન્યતા છે. ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. માટે ઈન્દિરા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી તથા પીપળે પાણી આપવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. આ ઉપરાંત જે પિતૃઓ જાણ્યા-અજાણ્યા કર્મો માટે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય, તેમની મુક્તિના સંકલ્પ સાથે કરેલું વિધિ પૂર્વકનું ઈન્દિરા એકાદશી વ્રત તેમને સદગતિ અપાવે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાનાથી થયેલા જાણ્યા-અજાણ્યા પાપોના પ્રાયશ્ચિત કે મુક્તિ માટે પણ ઈન્દિરા એકાદશીનું વ્રત કરી શકે છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

શ્રાદ્ધ પક્ષ ક્યારે શરૂ થાય છે? | શ્રાદ્ધનું મહત્વ અને મહિમા | શ્રાદ્ધની પૌરાણિક કથા | પર્વ ની પાઠશાળા

સનાતન ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને અર્પણ કરવું એટલે ‘શ્રાદ્ધ’! અને ભાદરવા મહિનામાં સોળ દિવસ સુધી ઉજવાતો શ્રાદ્ધનો સમૂહ એટલે ‘શ્રાદ્ધ પક્ષ’! આ શ્રાદ્ધ પક્ષના દિવસોને ‘પિતૃતર્પણ ના દિવસો પણ કહે છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવા અમાસ એ પૂર્ણ થાય છે. ‘પર્વ ની પાઠશાળા’ માં આપણે શ્રાદ્ધપક્ષ અને એ વિશેની રોચક વાતો અને કથા જાણીશું.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

વામન જયંતી નું મહત્વ, પૂજા વિધિ અને પૌરાણિક કથા | ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર? | પર્વની પાઠશાળા

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારમી તિથિ એ ઉજવાય છે ‘વામન જયંતી’, કે જે ‘વામન દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે. ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને દેવમાતા અદિતીના ગર્ભથી પ્રગટ થયા હતા. માટે એમના પ્રાગટ્ય દિવસને વામન જયંતી રૂપે ઉજવવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ જ્યારે દેવશયની એકાદશી પ્રસંગે આપણે વામન ભગવાનનો થોડો પરિચય મેળવ્યો ત્યારે તેમના જન્મદિવસ પ્રસંગે વિસ્તારથી પરિચય મેળવીશું.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

પર્યુષણનું ધાર્મિક મહત્વ | ભગવાન મહાવીરના જન્મની કથા | પર્વની પાઠશાળા

જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત એટલે ‘ક્ષમા’ અને પર્યુષણ એ ‘ક્ષમા’ નો પર્વ છે. તેથી તે વિશ્વભરના જૈનો માટેનો પ્રમુખ તહેવાર છે. સામાન્ય રીતે પર્યુષણ શ્રાવણ મહિનાના છેલા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પ્રથમ ચાર દિવસ એમ આઠ દિવસનો પર્વ છે. જે આ વર્ષે 31 ઓગસ્ટ થી શરૂ થઈ 7 સપ્ટેમ્બર સુધી ચાલશે. શ્વેતાંબર જૈનો પર્યુષણ આઠ દિવસ ઉજવે છે, જ્યારે દિગંબર જૈનો દસ દિવસ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું પર્યુષણ પર્વ વિષેની રોચક વાતો અને ભગવાન મહાવીરના જન્મની કથા. 

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, કથા અને વ્રત કથા | ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે? | પર્વની પાઠશાળા

હિન્દુ ધર્મમાં પ્રમુખ દેવતાઓ માંથી એક એટલે ગણેશ અને તેમનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ જ ‘ગણેશ ચતુર્થી’. આમ તો તેમના બાર, એકસો આઠ અને એક હજાર આઠ નામ છે. પરંતુ મુખ્ય રૂપથી તેઓ સર્વે દેવગણના ‘ઇશ’ એટલે ગણેશ, દેવ ગણોના અધિપતિ એટલે ‘ગણપતિ’, વિઘ્નને હરનારા ‘વિઘ્નહર્તા’ અને નાના-મોટા સૌના લાડીલા ‘ગણપતિ બપ્પા’ એમ વિવિધ નામો થી ઓળખાય છે. તેમના દરેક નામનો વિશિષ્ટ અર્થ અને વિશિષ્ટ મહિમા છે. કોઈ પણ પ્રાંત હોય, રાજ્ય હોય કે કોઈ પણ સંપ્રદાય; ભગવાન ગણેશ સર્વાનુમતે દરેક શુભ કાર્ય પહેલા પૂજાય છે. સનાતન સંસ્કૃતિ માં તેમનું આગવું સ્થાન છે. એટલે જ ‘ગણેશ ચતુર્થી’ ફક્ત એક પર્વ નહીં પણ પરંપરા છે એમ કહી શકાય. કે જે વર્ષોથી ચાલતી આવી છે. પર્વની પાઠશાળા માં આપણે જાણીશું ‘ગણેશ ચતુર્થી’ નું મહત્વ અને તેમના જન્મની કથા!

Read More