‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ સાથે પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ કાર્યક્રમની થઈ સદી
ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ ગુરુકુલ, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના સંયુક્ત ઉપક્રમે અંજાર ખાતે ‘ગૂંજે ગીતા શતક મહોત્સવ’ નો જિલ્લા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ ઉત્સવમાં પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ગિટાર પર ભગવદ્ ગીતા’ ના સો જેટલા કાર્યક્રમો પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી થઈ. જેમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ, માનવતા ગ્રૂપના અગ્રણી શ્રી ગોવિંદભાઇ દનીચા, વરિષ્ઠ શિક્ષક શ્રી એન. કે. ધોરિયા, ડી. વી. હાઇસ્કૂલના સુપરવાઇઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને શ્રી હરિભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.
Read More