મનોરંજન

ગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસમાચાર

ગાયક કલાકાર હર્નિશ અંજારિયાનું કૃષ્ણ ભક્તિગીત ‘કરામત’ જન્માષ્ટમી નિમિતે વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા કચ્છ અંજારના ગાયક કલાકાર હર્નિશ અંજારિયા ના કૃષ્ણ ભક્તિ ગીત ‘કરામત’ વૈશ્વિક સ્તરે લોન્ચ થયાની અંજાર ખાતે ઉજવણી થઈ. જેમાં શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષ્ણ ભક્તિ ગીતને હર્નિશભાઈ એ મધુર કંઠ આપ્યો છે તો શબ્દો અને સંગીતમાં ડૉ. કૃપેશનું યોગદાન રહ્યું છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – પપ્પા મારા સુપરમેન | કલમ ગુજરાતની

“પપ્પા મારા સુપરમેન” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે પુત્ર દ્વારા પિતા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત પિતાને “સુપરમેન” તરીકે ઉજાગર કરે છે અને તેના અનન્ય પ્રેમ, કાળજી અને ઉદારતાની પ્રશંસા કરે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – લાડલી બેની | કલમ ગુજરાતની

“લાડલી બેની” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે ભાઈ દ્વારા બહેન પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત બહેનની યાદ આવવાની અનુભૂતિને અને તેના સાથેના સુખ-દુઃખના સંસ્મરણોને પ્રતિબિંબિત કરે છે. ગીતમાં ભાઈ બહેનને “લાડલી બેની” તરીકે સંબોધે છે અને કહે છે કે તેની આંખો તેને જોવા તરસે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – ઢીંગલી | કલમ ગુજરાતની

“ઢીંગલી” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે દીકરીઓને સમર્પિત છે. આ ગીત પિતાના દીકરી પ્રત્યેના અનન્ય પ્રેમ અને મમતાને વ્યક્ત કરે છે. ગીતમાં પિતા દીકરીને તેના જીવનમાં અજવાળું લાવનાર, દિવાળી લાવનાર, લક્ષ્મીજી સમાન વ્હાલી દીકરી તરીકે વર્ણવે છે. તે દીકરીના હૃદયના ધબકારને પોતાના હૃદયના ધબકારની સમકક્ષ માને છે.

Read More
મનોરંજનસમાચાર

કચ્છી રોક સોંગ સાથે વિશ્વના સૌથી લાંબા કચ્છી સાહિત્ય સંગીત પર્વનો થશે પ્રારંભ

વિશ્વના સૌથી લાંબા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ તરીકે પ્રસિદ્ધ ‘કચ્છી મિજાજ’ ના પ્રથમ સીઝનની ભવ્ય સફળતા બાદ હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી દ્વારા કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ ના વૈશ્વિક લોન્ચ સાથે આ ઉત્સવના દ્વિતીય સીઝનના પ્રારંભની જાહેરાત કરવામાં આવી. કચ્છી સાહિત્ય સંગીત પર્વના થીમ સોંગ તરીકે આ ગીતને કૃપ મ્યૂઝિક ૭ મી જૂન એ બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરશે. જે વિશ્વ સ્તરે કચ્છીઓને જોડતી કડી બનશે.

Read More
સાહિત્યગુજરાતી મિજાજ વિશેષમનોરંજન

ગુજરાત દિવસ વિશેષ: કૃપ પબ્લિશિંગ ‘ગુજરાતી મિજાજ’ સાથે ભાષાની સેવામાં

ગુજરાતનો સ્થાપના દિવસ એ ગુજરાતી અસ્મિતાનો પર્વ છે. કારણકે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. ત્યારથી ગુજરાત એ ભારત માતાનો જમણો હાથ બની દેશમાં ક્રાંતિ અને ઉન્નતિના નવા શિખરો સર કરતો આવ્યો છે, તો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર એ ભારત માતાના હાથના કંકણ સમા આભૂષણો બની સૌંદર્યનો પ્રતિક બન્યા છે.  આવી ગૌરવવંતી ગાથા સાથે વર્ષોથી સંગીત, કલા, ફિલ્મો અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત રહેલી ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યો.

Read More
ધર્મ/અધ્યાત્મગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસમાચાર

રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

ગિવ વાચા ફાઉન્ડેશન અને જી.એલ.સી.સી. કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું.

Read More