કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – ઢીંગલી | કલમ ગુજરાતની

Column: કૉલમ: કલમ ગુજરાતની | Writer: ડૉ. કૃપેશ ઠક્કર

“ઢીંગલી” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે દીકરીઓને સમર્પિત છે. આ ગીત પિતાના દીકરી પ્રત્યેના અનન્ય પ્રેમ અને મમતાને વ્યક્ત કરે છે. ગીતમાં પિતા દીકરીને તેના જીવનમાં અજવાળું લાવનાર, દિવાળી લાવનાર, લક્ષ્મીજી સમાન વ્હાલી દીકરી તરીકે વર્ણવે છે. તે દીકરીના હૃદયના ધબકારને પોતાના હૃદયના ધબકારની સમકક્ષ માને છે. દીકરી તેના અંતરની ઊર્મિઓને વાચા આપે છે અને પિતાના હૃદયમાં અનન્ય મમતા સ્થાપિત કરે છે. આ ગીત દીકરીના મહત્વને પ્રતિબિંબિત કરે છે અને પિતાના દીકરી પ્રત્યેના અનન્ય પ્રેમ અને સમર્પણને પ્રદર્શિત કરે છે.


Song of the Day – ઢીંગલી

મીડો રેતી ડો તીલાસો, મીડો રેતી ડો (૨)
દિકરી મારી દિકરી મારા હૈયા નો ધબકાર; (૨)

આંગણ અજવાળું મારું કરે ઢીંગલી; (૨)
લાવી દિવાળી મારા ઘરે દિકરી;
લક્ષ્મીજી પધાર્યા બની વ્હાલી દિકરી;
લાવી દિવાળી મારા ઘરે ઢીંગલી;

દિકરી મારી દિકરી મારા હૈયા નો ધબકાર; (૪)

મીડો રેતી ડો તીલાસો, મીડો રેતી ડો (૨)

અંતરની ઊર્મિને વાચા તે આપી;
પિતાના હૃદયમાં કેવી મમતા તે સ્થાપી,
અંતર ની ઊર્મિને…
અંતર ની ઊર્મિને વાચા તે આપી;
પિતાના હૃદયમાં કેવી મમતા તે સ્થાપી,
રોમ રોમ રણઝણતું કરે ઢીંગલી, (૨)
લાવી દિવાળી મારા ઘરે ઢીંગલી;

આંગળ અજવાળું મારું કરે ઢીંગલી;
લાવી દિવાળી મારા ઘરે ઢીંગલી;
દિકરી મારી દિકરી મારા હૈયા નો ધબકાર; (૪)

આંગણ અજવાળું મારું કરે ઢીંગલી; (૨)
લાવી દિવાળી મારા ઘરે દિકરી;
લક્ષ્મીજી પધાર્યા બની વ્હાલી દિકરી;
લાવી દિવાળી મારા ઘરે ઢીંગલી;

દિકરી મારી દિકરી મારા હૈયા નો ધબકાર; (૪)