કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – પપ્પા મારા સુપરમેન | કલમ ગુજરાતની

Column: કૉલમ: કલમ ગુજરાતની | Writer: ડૉ. કૃપેશ ઠક્કર

“પપ્પા મારા સુપરમેન” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે પુત્ર દ્વારા પિતા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત પિતાને “સુપરમેન” તરીકે ઉજાગર કરે છે અને તેના અનન્ય પ્રેમ, કાળજી અને ઉદારતાની પ્રશંસા કરે છે. તે પિતાના વ્હાલને વહેતા પવન જેવો ગણાવે છે, જેને તે જોઈ શકતો નથી પરંતુ તેનો ખ્યાલ છે. પુત્ર પિતાને પોતાના શ્વાસો અને જીવનનો આધાર માને છે, જે તેના ઘરની કાળજી રાખે છે. આ ગીત પિતા-પુત્ર વચ્ચેના અનન્ય સંબંધને ઉજાગર કરે છે અને પિતાના અનન્ય ગુણોને પ્રશંસાપૂર્વક વર્ણવે છે. “પપ્પા મારા સુપરમેન” પુત્રના હૃદયમાં પિતા માટેના અનન્ય સ્થાન અને મહત્વને પ્રદર્શિત કરે છે, જે તેના જીવનમાં અમૂલ્ય છે.


Song of the Day – પપ્પા મારા સુપરમેન

પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;

અનહદ અનેરું વ્હાલ કરે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;
ખુશાલી હર મન માં ભરે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;

પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;

વહેતા પવન જેવો પપ્પા નો વ્હાલ છે,
જોઈ શકુ ના પણ મુજને તે ખ્યાલ છે;
વહેતા પવન જેવો..

વહેતા પવન જેવો પપ્પા નો વ્હાલ છે,
જોઈ શકુ ના પણ મુજને તે ખ્યાલ છે;

શ્વાસો હવે આ મારા ભારે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;
અનહદ અનેરું વ્હાલ કરે પપ્પા,
રાખે સૌનો ખયાલ ઘરે પપ્પા;

પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;
પપ્પા મારા પપ્પા મારા, છે સુપરમેન;