શ્રાદ્ધ પક્ષ ક્યારે શરૂ થાય છે? | શ્રાદ્ધનું મહત્વ અને મહિમા | શ્રાદ્ધની પૌરાણિક કથા | પર્વ ની પાઠશાળા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
સનાતન ધર્મમાં શ્રદ્ધાથી પિતૃઓને અર્પણ કરવું એટલે ‘શ્રાદ્ધ’! અને ભાદરવા મહિનામાં સોળ દિવસ સુધી ઉજવાતો શ્રાદ્ધનો સમૂહ એટલે ‘શ્રાદ્ધ પક્ષ’! આ શ્રાદ્ધ પક્ષના દિવસોને ‘પિતૃતર્પણ ના દિવસો પણ કહે છે. શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવા અમાસ એ પૂર્ણ થાય છે. ‘પર્વ ની પાઠશાળા’ માં આપણે શ્રાદ્ધપક્ષ અને એ વિશેની રોચક વાતો અને કથા જાણીશું.
---main-image.jpg)
યાજ્ઞવલ્ક્ય સમૂર્તિમાં એવું કહેવાયું છે કે “आयुः प्रजां धनं च विद्यां स्वर्गं मोक्षं सुखानी च। प्रयच्छन्ति तथा राज्यं पितरः श्राद्धतर्पिता।। “અર્થાત શ્રાદ્ધ અર્પણથી પ્રસન્ન પિતૃ આયુષ્ય, સંતતિ, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ જેવા સુખો અને રાજ્ય આપે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે મૃત્યુ પછી આત્મા પિતૃ લોકમાં જાય છે. જેના દ્વાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન ખૂલે છે. ત્યારે તે આત્મા પોતાની અતૃપ્ત ઇચ્છાઓ પૂર્ણ કરવા પોતાના પરિવાર ને પ્રિયજનો પાસે આવે છે. એટલે શ્રાદ્ધમાં પિતૃઓને યાદ કરીને ભોજન અને દાન પુણ્ય કરવામાં આવે છે.
ક્યારે શરૂ થાય છે શ્રાદ્ધ પક્ષ?
ભાદરવી પૂનમ 17 સપ્ટેમ્બર થી શ્રાદ્ધ શરૂ થાય છે અને 2 જી ઓકટોબર ના અમાસે પૂર્ણ થશે. પૂનમનો શ્રાદ્ધ એ સૌ ઋષિઓને અર્પિત હોય છે એટલે એને ઋષિ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રતિપદાથી પિતૃઓના શ્રાદ્ધ શરૂ થાય છે. શ્રાદ્ધના બે પ્રકાર હોય છે. કોઈ એક વ્યક્તિને ઉદેશીને કરતો શ્રાદ્ધ ‘એકોદિષ્ટ શ્રાદ્ધ’ કહેવાય અને ત્રણ પેઢીના પિતૃઓને ઉદેશીને કરાતા શ્રાદ્ધને ‘પાર્વણ શ્રાદ્ધ’ કહેવાય. શાસ્ત્રોમાં ત્રણ પેઢી સુધીના પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાનો વિધાન છે. વ્યક્તિનું જે તિથિ એ મૃત્યુ થયું હોય, શ્રાદ્ધ પક્ષની એ જ તિથિમાં એમના માટે શ્રાદ્ધ કરાવાય છે. જ્યારે કોઈને પિતૃની મરણ તિથિ વિષે ખ્યાલ ન હોય ત્યારે અથવા જાણ-અજાણ કોઈ પણ પિતૃને શ્રાદ્ધ અર્પિત કરવો હોય ત્યારે ભાદરવી અમાસે અર્પણ કરી શકાય . માટે જ ભાદરવા અમાસ ને ‘સર્વપિતૃઅમાસ’ પણ કહે છે.

શ્રાદ્ધ માં શું કરવું?
માન્યતા પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ ગાય, કાગડા અને કૂતરા ના સ્વરૂપે વહેલા જ ઘરે પધારે છે. માટે દરેક પરિવારમાં સૌથી પહેલા એમને ભોજન પીરસવાની પ્રથા હોય છે. કાગડાઓ માટે ખાસ દક્ષિણ દિશામાં ‘કાગવાસ’ આપાય છે. તો ગાયની પૂજા કરી અને થાળ જમાડવામાં આવે છે. તથા કુતરાઓ માટે પણ ભોજન અપાય છે. આ ઉપરાંત મૃત વ્યક્તિને ઉદેશીને સ્ત્રી, પુરુષ, વડીલ, યુવાન, કુમારી, કે બાળક કે દંપતીને જમાડવામાં આવે છે. ભોજનમાં દૂધ અને ખીર-પૂરી બનાવવાનો વિશેષ મહત્વ છે. તેમજ પુરુષોને દાનમાં ધોતિયું, ઉપવસ્ત્ર કે અન્ય વસ્ત્રો અને સ્ત્રીઓ કે કુમારિકા ને સાડી, ડ્રેસ, ચાંદલો, ચૂડી અને શણગાર ના દાન અપાય છે.
શ્રાદ્ધ પક્ષમાં રોજ દક્ષિણ દિશાએ અથવા પાણિયારે દીવો કરવાનો પણ વિશેષ મહત્વ છે. કારણ કે દક્ષિણ દિશા એ યમ અને પિતૃઓની દિશા છે. ત્યાં દીવો કરવાથી તેમને મુક્તિ મળે છે. આ ઉપરાંત રોજ ગાયને ચારો નાખવાનો અને તેમની પૂંછડી એ પાણી રેડવાની પ્રથા પણ જોવા મળે છે. આ દિવસોમાં લોકો શિવ મંદિરે દૂધ ચડાવવા અને સીધો આપવાનો આગ્રહ પણ રાખે છે. તથા પીપળે પાણી આપવા અને કીડીઓને અન્ન આપવા તેમજ પક્ષીઓને ચણ અને માછલી ને લોટ આપી પોતાના પિતૃઓને શ્રદ્ધા અર્પિત કરે છે.
આ પણ વાંચો: ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, કથા અને વ્રત કથા | ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે? | પર્વની પાઠશાળા
શ્રાદ્ધનો સૌથી સરળ ઉપાય : શ્રીમદ્ ભગવદ્ ગીતા
શ્રાદ્ધમાં જ્યારે બીજું કંઈ કરવાની સગવડ ન હોય ત્યારે પિતૃઓની મુક્તિ માટે સૌથી સરળ ઉપાય છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’! પિતૃઓ ને યાદ કરીને જો ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવે તો પણ તેમને મોક્ષ મળે છે. ભગવદ્ ગીતા વિશેષતઃ પંદરમો અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ કે બારમો અધ્યાય ‘ભક્તિ યોગ’ ના પઠન નું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધપક્ષમાં ફક્ત ગીતા પઠન થી પણ પિતૃઓને સદગતિ મળી રહે છે.
શ્રાદ્ધની કથા રામાયણ અને મહાભારતમાં!
શ્રાદ્ધ નું મહત્વ અને મહિમા યુગોથી ચાલતી આવે છે. શ્રાદ્ધની વિધિ સૌ પ્રથમ બ્રહ્મા એ જણાવી હતી. શ્રાદ્ધને લગતી કથાઓ આપણા પુરાણોમાં પણ જોવા મળે છે. જો રામાયણ ની વાત કરીએ તો ભગવાન રામ એ તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યો હતો. એ કથા પ્રચલિત છે. મહાભારતમાં એક તરફ અનુશાસન પર્વમાં અત્રિ ઋષિની સલાહ અનુસાર ઋષિ નિમિ એ શ્રાદ્ધ કર્યો હતો એવી કથા જોવા મળે છે. તો બીજી તરફ જ્યારે કુરુક્ષેત્ર ના યુદ્ધમાં એક ક્ષણ એવો આવે છે જયારે માતા કુંતા વ્યથીત થઈ ને પાંડવોને કર્ણ નો સત્ય જણાવે છે. ત્યારે કર્ણ કોઈ અજાણ નહીં પરંતુ તેમનો જ મોટો ભાઈ અને સૂતપુત્ર નહીં પરંતુ સૂર્યપુત્ર છે. એ રહસ્ય ઊજાગર થાય છે. યુધ્ધ ને અંતે ભગવાન કૃષ્ણ સૌ પાંડવો અને કૌરવો વતી યુધિષ્ઠિર ને જ સૌ મૃતકો નું શ્રાદ્ધ કરવા કહે છે. ત્યારે તેમણે કર્ણનો પણ શ્રાદ્ધ કર્યો એવી ઘટના જોવા મળે છે.
શ્રાદ્ધ પક્ષ ક્યારે શરૂ થાય છે?
શ્રાદ્ધ પક્ષ ભાદરવી પૂનમના 17 સપ્ટેમ્બર થી શરૂ થાય છે.
ઋષિ શ્રાદ્ધ ક્યારે છે?
ઋષિ શ્રાદ્ધ ભાદરવી પૂનમના 17 સપ્ટેમ્બરના છે.
સર્વ પિતૃ અમાસ એટલે શું?
ભાદરવી અમાસ ને ‘સર્વ પિતૃ અમાસ’ કહે છે.
સર્વ પિતૃ અમાસ ક્યારે છે?
સર્વ પિતૃ અમાસ 2 જી ઓકટોબર ના છે.
શ્રાદ્ધ માં શું કરવું?
માન્યતા પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ ગાય, કાગડા અને કૂતરા ના સ્વરૂપે વહેલા જ ઘરે પધારે છે. માટે દરેક પરિવારમાં સૌથી પહેલા એમને ભોજન પીરસવાની પ્રથા હોય છે. કાગડાઓ માટે ખાસ દક્ષિણ દિશામાં ‘કાગવાસ’ આપાય છે. તો ગાયની પૂજા કરી અને થાળ જમાડવામાં આવે છે. તથા કુતરાઓ માટે પણ ભોજન અપાય છે. આ ઉપરાંત મૃત વ્યક્તિને ઉદેશીને સ્ત્રી, પુરુષ, વડીલ, યુવાન, કુમારી, કે બાળક કે દંપતીને જમાડવામાં આવે છે.
બધા પિતૃઓ માટે ક્યારે શ્રાદ્ધ કરાય?
જ્યારે કોઈને પિતૃની મરણ તિથિ વિષે ખ્યાલ ન હોય ત્યારે અથવા જાણ-અજાણ કોઈ પણ પિતૃને શ્રાદ્ધ અર્પિત કરવો હોય ત્યારે ભાદરવી અમાસે અર્પણ કરી શકાય . માટે જ ભાદરવા અમાસ ને ‘સર્વપિતૃઅમાસ’ પણ કહે છે.
શ્રાદ્ધમાં શું ભોજન કરાવવું?
ભોજનમાં દૂધ અને ખીર-પૂરી બનાવવાનો વિશેષ મહત્વ છે.
શ્રાદ્ધમાં શું દાન આપવું?
પુરુષોને દાનમાં ધોતિયું, ઉપવસ્ત્ર કે અન્ય વસ્ત્રો અને સ્ત્રીઓ કે કુમારિકા ને સાડી, ડ્રેસ, ચાંદલો, ચૂડી અને શણગાર ના દાન અપાય છે.
શ્રાદ્ધમાં કઈં ના થઈ શકે તો શું કરવું?
શ્રાદ્ધમાં જ્યારે બીજું કંઈ કરવાની સગવડ ન હોય ત્યારે પિતૃઓની મુક્તિ માટે સૌથી સરળ ઉપાય છે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’! પિતૃઓ ને યાદ કરીને જો ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવે તો પણ તેમને મોક્ષ મળે છે. ભગવદ્ ગીતા વિશેષતઃ પંદરમો અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’ કે બારમો અધ્યાય ‘ભક્તિ યોગ’ ના પઠન નું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધપક્ષમાં ફક્ત ગીતા પઠન થી પણ પિતૃઓને સદગતિ મળી રહે છે.
શ્રાદ્ધ પક્ષમાં દરરોજ શું કરવું જોઈએ?
શ્રાદ્ધ પક્ષમાં રોજ દક્ષિણ દિશાએ અથવા પાણિયારે દીવો કરવાનો પણ વિશેષ મહત્વ છે. કારણ કે દક્ષિણ દિશા એ યમ અને પિતૃઓની દિશા છે. ત્યાં દીવો કરવાથી તેમને મુક્તિ મળે છે. આ ઉપરાંત રોજ ગાયને ચારો નાખવાનો અને તેમની પૂંછડી એ પાણી રેડવાની પ્રથા પણ જોવા મળે છે. આ દિવસોમાં લોકો શિવ મંદિરે દૂધ ચડાવવા અને સીધો આપવાનો આગ્રહ પણ રાખે છે. તથા પીપળે પાણી આપવા અને કીડીઓને અન્ન આપવા તેમજ પક્ષીઓને ચણ અને માછલી ને લોટ આપી પોતાના પિતૃઓને શ્રદ્ધા અર્પિત કરે છે.