‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ
ગીવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
Read More