કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસમાચાર

દિવાળી તહેવાર 2024 | 6 દિવસોનું મહત્વ અને ઈતિહાસ | Epic Fun Fests

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

ઉજવણીના વિવિધ અવસરોને એક તાંતણે બાંધતો ઉત્સવ એટલે ‘દિવાળી પર્વ’. આ પર્વ કોઈ એક દિવસનો તહેવાર નહીં પરંતુ વિવિધ તહેવારોની હારમાળા છે એટલે દિવાળી ફક્ત ઉત્સવ નહીં પણ ‘પર્વ’ બને છે! જે વાઘ બારસ થી શરૂ થઈ ભાઈ બીજ સુધી ઉજવાય છે. પર્વની પાઠશાળામાં આપણે ફક્ત આ સૌ તહેવારોની વાત નહીં કરીએ પણ આ તહેવારોમાં રહેલા જીવનમાં એક નવા વર્ષની શરૂઆત કરતાં પ્રતીકાત્મક સંદેશ વિષે પણ ચર્ચા કરીશું. 

શા માટે ઉજવાય છે વાઘ બારસ?

અશ્વિન માસની કૃષ્ણ પક્ષની બારસથી અનુક્રમે કારતક મહિનાની શુક્લ પક્ષની બીજ સુધી ઉજવાય છે આ પર્વ. જે આ વર્ષે ૨૯ ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી છે. દિવાળી પર્વનો પ્રથમ દિવસ એટલે ‘વાઘ બારસ’. અહીં ‘વાઘ’ એ કોઈ પ્રાણી નહીં પણ ‘વાક’ નું અપભ્રંશ છે, જેનો અર્થ છે ‘વાણી’. આમ વાચા, કલા, કૌશલ્યો અને જ્ઞાનના દેવી સરસ્વતીની પૂજા સાથે જીવનના નવા વર્ષનો આરંભ કરવાનો આ તહેવારનો ઉદેશ્ય છે. તેથી આ દિવસે ખાસ કરીને માતા સરસ્વતીની પૂજા થાય છે.

વળી એ ‘ગોવત્સ દ્વાદશી’ તો ખરી જ! કારણ કે આ દિવસે સમુદ્ર મંથન માંથી કામધેનુ ગાયનું પ્રાગટ્ય થયું હતું. માટે જ બારસના ગોધૂલિ સમયે ગાય અને વાછરડાની પૂજા થાય છે. કારણ કે ગાય માતામાં સર્વે દેવો અને વેદોનો વાસ છે. તો વળી જીવન નિર્વાહ માટે જરૂરી દૂધ, ઘી, દહીં અને માખણ આપણને ગૌ માતા જ આપે છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને તેમના આશીર્વાદ સાથે નવું વર્ષ શરૂ થવું જોઈએ.

શા માટે ઉજવાય છે ધનતેરસ

‘ધનતેરસ’ કે ‘ધનત્રયોદશી’ એ ફક્ત સોનું-ચાંદી કે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા સાધનો લેવા પૂરતું નથી. પરંતુ સ્વાસ્થ્યના દેવ ધન્વંતરિની પ્રાગટ્ય તિથિ છે. જીવનમાં જો પ્રથમ ક્રમે વાણી, કલા, જ્ઞાન અને કૌશલ્યો આવતા હોય તો દ્વિતીય ક્રમે આવે છે સ્વાસ્થ્ય. કારણ કે જો સારું સ્વાસ્થ્ય હશે તો આપણે બધું કરી શકવા સમર્થ થઈ શકીએ. આ દિવસે જ સમુદ્રમંથન વખતે ભગવાન ધનવંતરી ચાર ભુજાઓ સાથે આયુર્વેદ અને અમૃત કળશ લઈ પ્રગટ થયા હતા. માટે ધનતેરસને દિવસે માતા લક્ષ્મી સાથે ધનવંતરી ભગવાનની આરાધના કરવાની પરંપરા છે. જે આપણને આગામી વર્ષ માટે નીરોગી અને દીર્ઘાયુ રહેવા આશીર્વાદરૂપ રહે છે. 

શા માટે ઉજવાય છે કાળી ચૌદશ?

આગામી વર્ષ માટે માતા સરસ્વતી અને ધન્વંતરિના આશીર્વાદથી કલા કૌશલ્યો અને સ્વાસ્થ્ય મેળવી લીધા પછી જીવનના માર્ગમાં આવતી નકારાત્મક ઉર્જાઓ સામે રક્ષા મળી રહેવી જરૂરી છે. માટે ત્રીજો દિવસ એટલે કે ‘કાળી ચૌદસ’ એ માતા પાર્વતીના રૌદ્ર સ્વરૂપ મહાકાળીની ઉપાસનાનો ઉત્સવ છે. કાળી ચૌદશને દિવસે ઘરની શુદ્ધિ, રક્ષા અને કંકાસ કાઢવા જેવી પ્રથાઓ થકી આપણે નકારાત્મક ઉર્જાને બહાર તો કાઢી જ છીએ પરંતુ આગામી વર્ષમાં પણ રક્ષણ મળી રહે માટે કાલી માતાની પૂજા કરાય છે. નકારાત્મક શક્તિઓ પર નારી શક્તિના વિજયની એટલે કે નરકાસુર સાથેના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી સત્યભામાની કથાથી તો સૌ પરિચિત છીએ જ. આ કથા દેવી તત્વની શક્તિનો પરચો યાદ અપાવે છે.

શા માટે ઉજવાય છે દિવાળી?

દિવાળીનો મુખ્ય દિવસ માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ગણેશ અને ધનના દેવ કુબેરની આરાધનાથી સંપન્ન થાય છે. લોકો આ દિવસે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજા સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવાની પ્રાર્થના કરે છે. નવા વર્ષ સાથે નવી આશાઓ અને નવા સ્વપ્નોને આવકારવા પૂરું ઘર ફૂલો, રંગોળી અને ઝગમગતા દીવડાથી શણગારવામાં આવે છે. લોકો ઉત્સાહભેર ફટાકડા ફોડીને ઉત્સવ માંઆવે છે.

પૌરાણિક કથા અનુસાર ભગવાન રામ અને રાવણના યુદ્ધ બાદ વિજય મેળવી ને આ જ દિવસે અયોધ્યા પાછા આવ્યા હતા. તેમની વાપસીના પ્રસંગે સૌ લોકોએ અયોધ્યા નગરને દિવડાઓ અને ફૂલોથી શણગારી હતી. એ કથાને યાદ કરીને આજે પણ લોકો એ જ રીતે દિવાળી ઉજવે છે. જેની પાછળ જીવનમાં ભગવાનના આગમનને વધાવવાનો ભાવ હોય છે. જૂનું સઘળું ભૂલીને ઉત્સાહ સાથે નવા ભવિષ્યના ઓવારણાં લેવાય છે.

શું છે બલી પ્રતિપદા?

કારતક સુદ એકમથી શરૂ થતા ગુજરાતી નવા વર્ષની ઉજવણી ‘પડવા’ તરીકે ઉજવાય છે. આ દિવસે સૌ પરિવાર સાથે પોતાના સગા સ્નેહીજનો ને મળવા અને નવા વર્ષની શુભકામનાઓ આપવા જાય છે. જો કે આ દિવસ બલી પ્રતિપદા તરીકે પણ ઓળખાય છે. કારણ કે ભગવાન વિષ્ણુએ રાજા બલીની ભક્તિથી પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યું હતું કે બલી પ્રતિપદાએ લોકો આપણી પૂજા કરશે અને મનોવાંછિત ફળ મેળવશે. રાજા બલી અસુરરાજ હોવા છતાં મહાન ભક્ત છે અને ચિરંજીવી છે. એમના સ્મરણ સાથે આપણે અખંડ ભક્તિનો સંદેશ જોડાયેલો છે. જે આપણને સંપૂર્ણ વર્ષ દરમિયાન અગાઉ સર્વે સિદ્ધિઓ સાથે અખંડ ભક્તિ રાખવાની પ્રેરણા આપે છે.

આ પણ વાંચો: ભગવાન વિષ્ણુએ શા માટે લીધો વામન અવતાર?

ભાઈ બીજ વિષે આટલું જાણીએ!

નવા વર્ષનું બીજું દિવસ ‘ભાઈ બીજ’ એ ભગવાન યમ અને તેમની બહેન યમુનાને સમર્પિત છે. જે ભાઈ બહેનના સંબંધ માટે રક્ષાબંધનને પર્વ જેટલો જ મહત્વ ધરાવે છે. યમુનાએ પોતાના ઘરે આવેલા ભાઈ યમ દેવને તિલક કરીને આવકારી મનગમતું ભોજન પીરસ્યું હતું. જેના વળતરમાં યમએ આશીર્વાદ આપ્યા કે બીજને દિવસે બહેન ભાઈને તિલક કરી આવકારે અને ભોજન જમાડે તેમને લાંબુ આયુષ્ય મળશે. આ કથા ફક્ત ભાઈ-બહેન ના સંબંધ પૂરતી સીમિત નથી પણ પારિવારિક સંબંધો માટે પ્રતિબિંબ છે. દરેક સબંધ જેને પ્રેમ અને સન્માન સાથે જાળવીશું એ સંબંધને લાંબુ આયુષ્ય મળશે એ સંદેશ આ કથા થકી સમજવો જોઈએ.

આમ દિવાળી એ ફક્ત વિવિધ તહેવારોનો ‘પર્વ’ નથી પરંતુ જીવનના પાયાની બાબતોની પ્રતીકાત્મક અભિવ્યક્તિ છે. જે દર વર્ષે ભૂતકાળ ભૂલી અને જાગૃત વર્તમાન સાથે નવું ભવિષ્ય બનાવવા પ્રેરણા આપે છે. 


માતા લક્ષ્મીના પૂજા મંત્ર જાપ

ॐ महालक्ष्मै नमो नमः
ॐ विष्णुप्रियायै नमो नमः
ॐ धनप्रदायै नमो नमः
ॐ विश्व जनन्यै नमो नमः

श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:

ओम् श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नमो नम:

ॐ श्री महालक्ष्म्यै च विद्महे
विष्णु पत्न्यै च धीमहि
तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ॥

ॐ एकदंताय विद्महे,
वक्रतुण्डाय धीमहि,
तन्नो दंती प्रचोदयात्।।

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥

ॐ गं गणपतये नमो नम:
श्री सिध्धीविनायक नमो नम:
अष्टविनायक नमो नम:
गणपती बाप्पा मोरया…

ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नम

ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम:

ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा।

ऐं श्रीं ह्रीं ओं कुबेराय लक्ष्मी कामले देव्नये धनं कुरु स्वाहा॥


દિવાળી વિષે વધુ માહિતી

દિવાળી ક્યારે છે?

આ વર્ષે દિવાળી ૩૧ ઑક્ટોબર ના દિવસે છે.

ક્યારે છે વાઘ બારસ?

આ વર્ષે વાઘ બારસ ૨૮ ઓકટોબરના દિવસે છે.

ક્યારે છે ધનતેરસ?

આ વર્ષે ધનતેરસ ૨૯ ઓક્ટોબરે આવે છે.

ક્યારે છે કાળી ચૌદશ?

આ વર્ષે કાળી ચૌદશ ૩૦ ઓક્ટોબરે આવે છે.

બલી પ્રતિપદા એટલે શું?

કારતક સુદ એકમથી શરૂ થતા ગુજરાતી નવા વર્ષની ઉજવણી ‘પડવા’ તરીકે ઉજવાય છે. આ દિવસ બલી પ્રતિપદા તરીકે પણ ઓળખાય છે.

ભાઈ બીજ ક્યારે છે?

આ વર્ષે ભાઈ બીજ ૨ જી નવેમ્બરે આવે છે.

વાઘ બારસે શું કરાય?

વાઘ બારસે મુખ્યત્વે માતા સરસ્વતીની પૂજા થાય છે. તેમજ સાંજે ગાય અને વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે.

શું છે ગોવત્સ દ્વાદશી?

અશ્વિન માસની કૃષ્ણ પક્ષની દ્વાદશી એ ‘ગોવત્સ દ્વાદશી’ કહેવાય ચે. કારણ કે માન્યતા અનુસાર કામધેનુ ગાયનું પ્રાગટ્ય આ જ દિવસે થયું હતું.

દિવાળીનો પહેલો દિવસ ક્યો છે?

પ્રથમ દિવસ વાઘ બારસ તરીકે ઉજવાય છે.

ભારતીયો દિવાળી કેમ ઉજવે છે?

પૌરાણિક કથા અનુસાર ભગવાન રામ અને રાવણના યુદ્ધ બાદ વિજય મેળવી ને આ જ દિવસે અયોધ્યા પાછા આવ્યા હતા. તેમની વાપસીના પ્રસંગે સૌ લોકોએ અયોધ્યા નગરને દિવડાઓ અને ફૂલોથી શણગારી હતી. એ કથાને યાદ કરીને આજે પણ લોકો એ જ રીતે દિવાળી ઉજવે છે.

દિવાળી નું મહત્વ શું છે?

દિવાળી પ્રકાશ અને આનંદનો તહેવાર છે, જે બુરાઈ પર સારા નો વિજય, અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતિક છે.

દિવાળી પછી શું આવે?

દિવાળી પછીના દિવસે નૂતન વર્ષ કે બેસતું વર્ષ આવે છે, જે નવા વર્ષનો પ્રારંભ કરે છે, અને તેના પછી ભાઇબીજ આવે છે, જે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે.

ભગવાન રામે પહેલી દિવાળી ક્યાં મનાવી હતી?

ભગવાન રામે પહેલી દિવાળી અયોધ્યા નગરમાં મનાવી હતી, જ્યારે તેઓ 14 વર્ષના વનવાસથી પરત આવ્યા હતા. અયોધ્યાના લોકો ખુશીથી તેમના સ્વાગત માટે દીપો પ્રગટાવ્યા, જે પછીથી દિવાળીની પરંપરા બની.

દિવાળી અને બેસતું વર્ષ ક્યારે છે?

2024માં, દિવાળી 1 નવેમ્બરે ઉજવાશે, અને બેસતું વર્ષ, એટલે કે પહેલો ગુજરાતી દિવસ, 1 નવેમ્બરે હશે.

ધનતેરસ ના દિવસે શું ખરીદવું જોઈએ?

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, બરતન, અને વિમલ ધાતુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે, કારણ કે તે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે.

ધનતેરસ ની પૂજા કેવી રીતે કરવી?

ધનતેરસના દિવસે મંદિરમાં અથવા ઘર ખાતે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીની પૂજા કરો. સૌપ્રથમ ઘરને સ્વચ્છ કરો, ત્યારબાદ ફૂલો, કુમકુમ, તાંબાના બરતન, ધુપ, દીવો અને મીઠાઇઓથી પૂજા કરી લક્ષ્મી માતાની કૃપા માટે પ્રાર્થના કરો.

ધનતેરસ કેટલા વાગે છે?

ધનતેરસ 29 ઓક્ટોબર, સવારે 10.32 વાગ્યાથી 30 ઓક્ટોબર, બપોરે 1.16 વાગ્યા સુધી રહેશે.

ભાઈબીજ કેમ મનાવવામાં આવે છે?

ભાઈબીજના દિવસે બહેનો તેમના ભાઈઓની લાંબી આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ પરંપરા ભગવાન યમ અને તેમની બહેન યમુનાના સ્નેહને માન આપવા માટે શરૂ થઈ હતી, જેમાં યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું હતું, અને આ પ્રસંગે ભાઈ બહેનના અનન્ય બંધનને માન આપવામાં આવે છે.

ભાઈની બહેનને ભેટ ને શું કહેવાય?

દર વર્ષે ભાઈબીજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જાય છે અને ભાઈ બહેનને ભેટ આપે છે.

દિવાળી શા માટે ઉજવવામાં આવે છે

દિવાળી અધર્મ અને અસત્યના અંધકાર ઉપર ધર્મ અને સત્યના પ્રકાશના વિજયનો દિવસ છે. આ દિવસે રાવણ ઉપર વિજય મેળવીને રામનું અયોધ્યામાં પુનરાગમન થતાં, પ્રજાએ તેમનું સ્વાગત દીવડા પ્રગટાવીને કર્યું.

દિવાળી કયા મહિનામાં છે 2024?

દિવાળી 31મી ઓક્ટોબર 2024ના રોજ એટલે કે ગુરુવારે મનાવવામાં આવશે.

બેસતું વર્ષ ક્યારે છે 2024માં?

૨૦૨૪માં બેસતું વર્ષ 02 નવેમ્બર ના દિવસે રહેશે.


Diwali Special Pooja Songs




Read more – Diwali 2024: Know all about the 6 days of festival of lights

Table of Contents