ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘કચ્છી મિજાજ’ અંતર્ગત વીરા ગામના ૧૫૦ બાળકોએ આપી ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ગુજરાતી મિજાજ, કૃપ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) ના સંયુક્ત ઉપક્રમે ઉજવાઇ રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય સંગીત પર્વ “કચ્છી મિજાજ” અંતર્ગત વીરા પંચાયત પ્રાથમિક શાળા, અંજાર ખાતે ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’ નું આયોજન થયું. જેનો ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ લાભ લીધો. તેમજ બાળકોને આશીર્વાદ આપવા માટે દાતાશ્રીઓ વીરા ગામના સરપંચ શ્રી મહેશભાઈ માદેવાભાઈ હુંબલ, શ્રી બાબુભાઈ ભીખાભાઈ ચૌચેટા, શ્રી વાસણભાઈ નારાણભાઈ છૈયા, માનણભાઈ રામજીભાઈ છૈયા તથા માનણ માજાભાઈ ડાંગર હાજર રહ્યા હતા.

સંગીતમય પ્રાર્થના સાથે થઈ પરીક્ષાની શરૂઆત!

આ પરીક્ષાની શરૂઆતમાં શાળાના મુખ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ જેઠાનંદ મેઘાણી એ ઉત્સવના ફેસ્ટિવલ ડાયરેક્ટર ગીતકાર, સંગીતકાર, ફિલ્મ નિર્માતા અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર તથા સંસ્થાના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા ઠક્કરનું શાલ ઓઢાડી સન્માન કર્યું. જી.એલ.સી.સી. ના લિટરેચર એમ્બેસેડર વાચા ઠક્કર તથા સિંગિંગ એમ્બેસેડર પર્વ ઠક્કર સાથે ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા એ શુભારંભ કરતા સંગીતમય પ્રાર્થના ‘મંગલમય સબ કર દેના’ રજૂ કરી. ત્યારબાદ બંને ડાયરેક્ટર દંપતીએ વિદ્યાર્થીઓને આ કચ્છી સાહિત્ય સંગીત પર્વથી અવગત કરાવ્યા.

આજની પેઢી આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંકળાય એ જ ઉદેશ્ય!

આ પરીક્ષા વિશે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “આ ઉત્સવ અંતર્ગત ભાષા, સંગીત, સાહિત્ય અને સનાતન સંસ્કૃતિને ઉજવતા જે પરીક્ષાનું આયોજન થયું છે, એ બાર વર્ષીય બાળ લેખિકા વાચા ઠક્કર દ્વારા રચિત પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ પર આધારિત છે. રાજ્ય કક્ષાએ પુરસ્કાર મેળવેલ આ પુસ્તકમાં જ્ઞાન સાથે ગમ્મત આપતા કોયડાઓ છે, જે બાળકોને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન તથા સર્જન કરવા પ્રેરણા આપે છે. આ કોયડાઓ સાથે આપેલ ક્યુ.આર. કોડને સ્કેન કરી બાળકો આપણા ભજનો પણ સાંભળશે જે તેમના માં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરશે.” તો ડૉ. પૂજા એ ઉમેર્યું કે “આ ઉત્સવ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ દ્વારા આજની પેઢી આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંકળાય એ જ અમારો ઉદેશ્ય છે. જે માટે અમે કચ્છની વિવિધ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓને સાથે જોડાવવા આવકારીએ છીએ.” આ સંસ્કાર સિંચન પરીક્ષામાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો તેમજ સંસ્થાના અગ્રણીઓ પાસેથી રોચક માહિતી અને વાર્તાઓ સાંભળવાનો પણ આનંદ મેળવ્યો.

SANATAN WORD SEARCH: INDIAN CULTURE FOR KIDS

ઉત્સવમાં બાળ સર્જકો દ્વારા રચિત પુસ્તકોનું થશે વિમોચન.

કાર્યક્રમને અંતે સૌ વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સનાતન વર્ડ સર્ચ પુસ્તક ભેટ આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમના આયોજનની જહેમત જી.એલ.સી.સી. ના પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતાબેન ઠક્કર તેમજ વીરા પંચાયત પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક ગણ એ ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાળ લેખિકા દ્વારા રચિત પુસ્તક મેળવીને અન્ય બાળકો પણ સાહિત્ય અને સર્જન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરાયા હતા. આ ઉત્સવમાં બાળ સર્જકો દ્વારા રચિત પુસ્તકોનું વિમોચન થશે એવું સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર અને ડૉ. શશીકાંત ઠક્કર એ જણાવ્યું હતું. ‘કચ્છી મિજાજ’ અંતર્ગત પુસ્તક પ્રકાશિત કરવા માટે ‘પુસ્તક પ્રકાશન યોજના’ હેઠળ આર્થિક સહાય આપવાની જાહેરાત થઈ છે. જેનો કચ્છના સાહિત્યકારો સાથે બાળ સર્જકો પણ લાભ લઈ શકશે.