અરુણા ઠક્કર

અરુણા ઠક્કર

કચ્છના જાણીતા લેખિકા અને કવિયત્રી અરુણા ઠક્કર વર્ષોથી સાહિત્ય ક્ષેત્રે કચ્છી, ગુજરાતી અને હિન્દી ભાષાની સેવા કરી રહ્યા છે. તેમના અઢળક પુસ્તકો પ્રકાશિત થયા છે. વિશ્વના સૌથી લાંબા લિટરેચર ફેસ્ટિવલ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત તેમનું ‘અય ઝીંદગી’ પુસ્તક પ્રકાશિત થયું તો ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ અંતર્ગત ‘લટઈ’ કચ્છી ઈ-બુક નું કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશન થયું છે. તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ ભુજ ના પ્રમુખ પદે વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરે છે. તેમણે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘કચ્છી યુવા કવિ સંમેલન’ ની પ્રથમ અને દ્વિતીય આવૃતિમાં કચ્છી કવિતાઓ પ્રસ્તુત કરીને ભાષાની સેવા કરી છે. આ ઉપરાંત તેમના વિવિધ પુસ્તકોને ‘શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક’ અને ‘તરામતી વિશનજી ગાલા’ પુરસ્કાર પણ મળ્યા છે.

કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

 કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

નખત્રાણા ભુજ હાઈવે પર, નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે નવમી સદીમાં નિર્માણ પામેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિર અંદાજે ૧૨૦૦ વર્ષ જૂનું છે. જિલ્લાના હજારો લોકોની આસ્થાનું આ કેન્દ્ર દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવે છે. આ મંદિરના મહંત સો વર્ષથી પણ વધુ ઉંમરના છે. તેમના શિષ્ય સાથે સેવા પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

Read More