ડૉ. પૂજા ઠક્કર

ડૉ. પૂજા ઠક્કર

લેખિકા તરીકે ડૉ. પૂજા ઠક્કર નું પુસ્તક ‘ઘરેલુ આયુર્વેદિક ઉપચાર’ વિશ્વના સૌથી લાંબા સાહિત્ય ઉત્સવ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત થયું છે. આયુર્વેદ તબીબ, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર તરીકે તેમણે ગુજરાત અને કચ્છના વિવિધ શહેરો, ગામડાઓ, સંસ્થાઓ, અનાથાશ્રમ તેમજ વૃદ્ધાશ્રમ ખાતે 150 થી પણ વધુ હેલ્થ કેમ્પ, વર્કશોપ અને સેમિનારમાં સેવા આપેલી છે. ગિવ વાચા ફાઉન્ડેશન ના કોમ્યુનિટી હેલ્થ ડાયરેક્ટર તરીકે તેઓ 50 થી પણ વધુ પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ તેમના દ્વારા નિર્માણ પામેલા વિવિધ કૌશલ્ય વર્ધક સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂર થયા છે. તેઓ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને આયુર્વેદ અને મ્યુઝિક થેરાપીની તાલીમ આપે છે. આ ઉપરાંત તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના ઉપપ્રમુખ અને હેલ્થ એમ્બેસેડર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

સમાચારધર્મ/અધ્યાત્મસાહિત્ય

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Read More
સાહિત્યસમાચાર

કૃપ લીટરેચર ફેસ્ટિવલ: કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

Read More
સમાચારઆરોગ્ય

મ્યુઝિક થેરાપી કમાલ: સંગીતના સથવારે બાળ કલાકાર પર્વ ઠક્કરએ હસતા મોઢે કરાવી સર્જરી

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક સંચાલિત કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત વર્ષોથી મ્યુઝિક થેરાપી લઈ રહેલા બાળ કલાકાર પર્વ ઠક્કરે આર્શ ચિલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદ ખાતે ચહેરા પર સ્મિત અને સંગીત સાથે ક્લબફૂટની સફ્ળ સર્જરી કરાવી હતી.

Read More
સમાચારસાહિત્ય

પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે પ્રતિનિધિ તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા હતા.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

મા પર્વમાં દેવી સ્વરૂપ વૃદ્ધાશ્રમની માતાઓનું થયું પૂજન | અર્જુન ઉવાચ : મા પર્વ

ગિવ વાચા ફાઉન્ડેશન કૃપ મ્યુઝીક તથા ઇઝી આઈડી ના સંયુક્ત ઉપક્રમે ‘મા પર્વ’ નિમિતે શ્રીહરિ શાંતિનિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ખાતે દેવી પૂજાનું આયોજન થયું.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મ

મા પર્વ અંતર્ગત ગૌ માતા સમક્ષ ગૂંજી ગીતા | ગાવો વિશ્વાસ્ય માતર:

હાલમાં ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીક દ્વારા વ્રજ ગૌશાળામાં ગૌ માતા સમક્ષ ગૂંજે ગીતાનો કાર્યક્રમ યોજાયો તથા બાળકોને ગૌ પૂજનના સંસ્કાર શીખવવામાં આવ્યા.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

માતૃ પૂજા સાથે વૈશ્વિક મા પર્વ નું કચ્છ ખાતે શુભારંભ | અર્જુન ઉવાચ: મા પર્વ

ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝીકના સંયુક્ત ઉપક્રમે માતૃ પૂજા સાથે અંજારના ગિવ વાચા સેન્ટર ખાતે મા પર્વ ૨૦૨૩ ની શરુઆત થઇ.

Read More
ધર્મ/અધ્યાત્મગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસમાચાર

રામનવમી નિમિતે પર્વ ફ્યુઝન બેન્ડના ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતનું થયું લોકાર્પણ

ગિવ વાચા ફાઉન્ડેશન અને જી.એલ.સી.સી. કચ્છના સંયુક્ત ઉપક્રમે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીત તૈયાર થયું. જેનું લોકાર્પણ સંસ્કૃત ભારતીના કાર્યક્રમમાં ભુજ ખાતે કરવામાં આવ્યું.

Read More
સમાચારસાહિત્ય

‘વર્લ્ડ પોએટ્રી ડે પર્વ’ નિમિતે ડૉ. કૃપેશના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું થયું લોકાર્પણ

ગીવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ગ્લોબલ લીટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) અંતર્ગત કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે ત્યારે ૨૧ માર્ચ ના રોજ ‘વર્લ્ડ પોટ્રી ડે પર્વ’ નિમિતે ભુજના ટેન-ઈલેવન લોન્જ ખાતે ડૉ. કૃપેશ ઠક્કરના ‘અર્જુન ઉવાચ-ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ પુસ્તકનું કાર્યક્રમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ સચદે, કચ્છ યુનિવર્સીટીના પ્રથમ કુલપતિ ડૉ. કાન્તીભાઈ ગોર, પ્રખ્યાત સાહિત્યકારો શ્રી પબુભાઈ ગઢવી, શ્રી મદનકુમાર અંજારિયા, શ્રી જયંતીભાઈ જોશી, ડૉ. રમેશ ભટ્ટ તથા ગીવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડૉ. પુજાબેન ઠક્કર અને શ્રીમતી નિશાબેન ઠક્કરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

Read More