મીનાક્ષી સોની

મીનાક્ષી સોની

મિનાક્ષી સોની કચ્છ, ગુજરાતના લેખિકા અને કવિયત્રી છે, જે બેંકિંગ ક્ષેત્રમાં કાર્યરત છે અને ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા છે. તે કવિતાઓ, નિબંધો અને હાઈકુ લખે છે અને આધ્યાત્મિક અભ્યાસમાં રસ ધરાવે છે. ઘણા વર્ષોથી તેઓ ‘જયંત જ્યોત’ સાહિત્ય ગ્રુપને કુશળતાથી સાંભળી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ ગ્લોબલ લિટરેચર અને કલ્ચરલ ક્લબ, માંડવીમાં પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અમેરિકા થી સંચાલિત થતા ‘ગુજરાતી મિજાજ’ પોર્ટલમાં લેખિકા તરીકે કાર્ય કરી રહ્યા છે.

કૉલમકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કચ્છની ભૂમિ એટલે મરુ મહેરામણ અને મેરુ ની ભૂમિ. કેટલાય ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થાનો એ કચ્છને દીપાવ્યું છે. તેથી તો આપણા મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા… તો ચાલો આપણે શરૂ કરીએ કચ્છ યાત્રાની પહેલી સફર … આ શબ્દયાત્રાના પહેલા મણકામાં આપણે માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આવેલા ધ્રબુડી તીર્થધામની યાત્રા કરશું. જેનું ભૌગોલિક અંતર માત્ર આઠ કિલોમીટર છે માંડવીથી… પરંતુ તેના મૂળ છે ત્રેતાયુઞ માં…

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા મીનાક્ષી સોની ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા માંડવી કચ્છના લેખિકા મીનાક્ષી સોની ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે.

Read More