ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વોકેશનલ કોર્સના ઓરીએન્ટેશન સેમિનારમાં કચ્છના વિવિધ શહેરો માંથી વિદ્યાર્થીઓ જોડાયા.  

કચ્છ યુનિવર્સિટીએ ગિવ વાચા ફાઉન્ડેશનના વિવિધ કૌશલ્ય વર્ધક વોકેશનલ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યારે પૂર્વ તૈયારી રૂપે સમગ્ર કચ્છમાં થયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિવિધ શહેરોમાંથી ગૃહિણીઓ અને વડીલો એ પણ બહોળી સંખ્યામાં નામ નોંધાવ્યા.

વર્ષોના અનુભવે થયું છે કોર્સનું નિર્માણ!

SKILL BASED VOCATIONAL COURSES ORIENTATION SEMINAR

હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે થયેલા ઓરીએન્ટેશન સેમિનારમાં આદિપુર, ગાંધીધામ, સિનોગ્રા અને રતનાલ થી વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ સેમિનાર દરમિયાન વડીલો અને ગૃહિણીઓમાં ગીતાના કોર્સ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સંસ્થાના શ્રીમદ્ ભગવદ ગીતા ફોર બિઝનેસ મેનેજમેન્ટ, ભક્તિયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ, જ્ઞાનયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ અને કર્મ યોગ ફોર લાઈફ મેનેજમેન્ટ કોર્સ સાથે અન્ય કોર્સ ને પણ યુનિવર્સિટીની માન્યતા મળી છે. આ બધા કોર્સનું નિર્માણ સંસ્થાના ટ્રસ્ટી, ગીતકાર-સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર અને આયુર્વેદ તબીબ, લેખિકા ડૉ. પૂજા ઠક્કર એ કર્યું છે. તેઓ છેલ્લા દસ વર્ષથી ગીતાના સિદ્ધાંતોના વ્યાવહારિક ઉપયોગ સાથે સંસ્થા ચલાવે છે. તો ગીતાને અંતરમન રૂપી અર્જુનની દ્રષ્ટિએ જોતાં ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ પુસ્તક શ્રેણી અંતર્ગત ડૉ. કૃપેશ એ આધ્યાત્મિક પુસ્તકો પણ લખ્યા છે; જે વિવિધ દેશોમાં બેસ્ટ સેલર રહ્યા છે.

વિદ્યાર્થીઓ ગીતાના જ્ઞાનને જીવનમાં ઉતરતા શીખશે! – ડૉ. કૃપેશ.

આ કાર્યક્રમમાં કોર્સ વિષે માહિતી આપતા ડૉ. કૃપેશ એ કહ્યું કે “છ મહિનાના આ સર્ટિફિકેટ કોર્સમાં થીયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન આપવામાં આવશે. જેથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનને જીવનમાં વ્યવહારિક ઉપયોગ કરતાં વિદ્યાર્થીઓ શીખી શકે. તેમજ વર્તન અને વ્યવહારમાં ઉતારી શકે. તો ગીતાના બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ થકી લોકો નોકરી, ધંધો કે વ્યાપારમાં સફળતા મેળવવાના સિદ્ધાંતો શીખશે. શ્રીમદ્ ભગવદ ગીતા માટે વિદ્યાર્થીઓની અભિરુચિ જોઈ અમને આનંદ થયો છે. આ કોર્સમાં નોંધણી કરીને બહેનો અને સિનિયર સીટીઝન લોકોએ સિદ્ધ કર્યું છે કે જ્ઞાન મેળવવા માટે કોઈ ઉમર હોતી નથી.” વધુમાં તેમણે વિદ્યાર્થીઓને સંગીત, ફિલ્મ મેકિંગ, મ્યુઝિક થેરાપી, સોશિયલ મીડિયા ફોર બિઝનેસ ના કોર્સ અંગેની માહિતી પણ આપેલી. તો કોર્સ ડિઝાઇનર આયુર્વેદ તબીબ ડૉ. પૂજા ઠક્કર એ આયુર્વેદ ફોર મેન્સ્ટ્રુઅલ હેલ્થ, આયુર્વેદિક હોમ રેમેડિઝ ફોર હેલ્થી લાઈફ તથા બેસિક આયુર્વેદિક સોલ્યુશન ફોર ક્રોનીક ડીસીઝ કોર્સથી પણ સૌ ને માહિતગાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા ચાલતા ‘ઓરીએન્ટેશન વીક’ પહેલ અંતર્ગત સાત દિવસ સુધી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે વિવિધ નિઃ શુલ્ક સેમિનારનું આયોજન કરેલ છે. જેમાં જોડાવવા માટે વિદ્યાર્થીઓ સંસ્થાનો સંપર્ક કરી શકે છે.   


Fill the vocational course survey form here.