ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી 7 પેઢીના પિતૃઓને મળે છે મોક્ષ | જાણો આ એકાદશી વ્રતની પૂજા વિધિ અને મહત્વ | પર્વની પાઠશાળા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
શ્રાદ્ધ પક્ષ દરમિયાન, એટલે કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી છે ‘ઈન્દિરા એકાદશી’. આપણા શાસ્ત્રોએ આ એકાદશીની અપાર મહિમા કહી છે. આ વર્ષે ઈન્દિરા એકાદશી 27મી સપ્ટેમ્બરે આવે છે. ગત અંકમાં જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષની મહિમા જાણી અને પિતૃ પક્ષમાં પિતૃઓની સદગતિ માટેના આચાર-વિચાર જાણ્યા, ત્યારે આજે ‘પર્વની પાઠશાળા’ માં આપણે ઈન્દિરા એકાદશીની મહિમા અને કથા જાણીશું.

ઈન્દિરા એકાદશીનું મહિમા
‘ઈન્દિરા એકાદશી’ નું વ્રત કરવાથી યમલોક માંથી મુક્તિ મળે છે, એવું આપણા પુરાણોમાં કહેવાયું છે. તો આ એકાદશી સર્વ પાપોમાંથી મુક્ત કરનારી છે એવું સ્વયં ભગવાન કૃષ્ણ એ મહાભારત માંની એક કથામાં ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું છે. શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી એ વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને વ્યક્તિ પોતે પણ પાપમુક્ત બને છે. એમાં પણ જો આ તિથિએ પિંડદાન, તર્પણ કે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે તો મૃતકોને મોક્ષ મળે છે એવી પણ માન્યતા છે.
ઉપનિષદોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. માટે ઈન્દિરા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી તથા પીપળે પાણી આપવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. આ ઉપરાંત જે પિતૃઓ જાણ્યા-અજાણ્યા કર્મો માટે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય, તેમની મુક્તિના સંકલ્પ સાથે કરેલું વિધિ પૂર્વકનું ઈન્દિરા એકાદશી વ્રત તેમને સદગતિ અપાવે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાનાથી થયેલા જાણ્યા-અજાણ્યા પાપોના પ્રાયશ્ચિત કે મુક્તિ માટે પણ ઈન્દિરા એકાદશીનું વ્રત કરી શકે છે.
આ પણ વાંચો: શ્રાદ્ધનું મહત્વ અને મહિમા | શ્રાદ્ધની પૌરાણિક કથા
ઈન્દિરા એકાદશીમાં શું કરવું?
જેવા અન્ય એકાદશી વ્રતના વિધિ-વિધાન છે, ઈન્દિરા એકાદશીમાં પણ એ જ લાગુ પડે છે. આ વ્રતમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. એમાં પણ શાલિગ્રામ સ્વરૂપની પૂજાનું વિશેષ મહત્વ કહ્યું છે. ભગવાન વિષ્ણુને ગંગાજળ, અક્ષત અને પંચામૃતથી અભિષેક કરીને પીળું ચંદન અને પીળા પુષ્પોના શણગાર થાય છે. ઘીનો દીવો અને ભોજનમાં ફળો, તુલસીના પાન કે થાળ ધરાય છે. આ ઉપરાંત મૌન રહીને મંત્ર જાપ અને વ્રત કથા શ્રવણ કરવામાં આવે છે. એકાદશી એ ખાસ પિતૃઓને યાદ કરી બ્રાહ્મણોને ભોજન તેમજ યથાશક્તિ દાન-દક્ષિણા કે વસ્ત્રો અર્પણ કરવાથી પિતૃઓની અતૃપ્ત ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એ પુણ્યને પરિણામે તેઓ મુક્ત થાય છે. તેમજ વ્યક્તિના પોતાના જીવનમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

જો ભોજન કે દાન-દક્ષિણા આપવાની અનુકૂળતા ન હોય, તો ફક્ત મંદિરે શ્રદ્ધા પૂર્વક સીધો આપીને પણ પિતૃઓનું કલ્યાણ કરી શકાય છે. જેમાં એક થાળમાં લોટ, ચોખા, દાળ, કઠોળ, ઘી, ગોળ, ખાંડ, ફળ અને તુલસીના પાન સાથે દક્ષિણા રાખી અને નજીકના શિવ મંદિરે અથવા કોઈ બ્રાહ્મણને ઘરે આપવામાં આવે છે. આ દિવસે મંદિરમાં કે ઘર આંગણે ભજન અને સત્સંગ કરવાથી પણ સૌનું કલ્યાણ થાય છે. ‘ઈન્દિરા એકાદશી’ પાપ હારિણી અને મોક્ષદાયિની છે. આપણા પૂર્વજો અને વડીલો એ પણ ઈન્દિરા એકાદશીનું મહત્વ પેઢી દર પેઢી પીરસ્યું છે તો એની મહિમા યુગો યુગોથી ચાલતી આવે છે. જેની એક પ્રચલિત કથા સતયુગ સાથે જોડાયેલી છે.
ઈન્દિરા એકાદશીની કથા
આ પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મહિષ્મતી નામે એક મોટું નગર હતું, જેના રાજા હતા ‘ઇન્દ્રસેન’. તેઓ મહાપ્રતાપી અને પ્રજાવત્સલ રાજા હતા. તેમના કર્તવ્યનિષ્ઠ શાસનમાં, તેમના રાજ્યમાં સૌ લોકો પણ ધર્મ, ભક્તિ અને કર્મ પ્રધાન થઈને રહેતા. તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગવતા હતા. એક દિવસ રાજાને જાણવા મળ્યું કે તેમના પિતાશ્રી કોઈ અજાણ્યા જ કર્મની સજા યમલોકમાં ભોગવી રહ્યા છે. એ જાણીને તેઓ વ્યથિત થયા. તેમણે પોતાના દરબારમાં ઉપસ્થિત જ્ઞાની અને વિદ્વાનો સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરી. એ લોકો એ રાજાને ઈન્દિરા એકાદશીએ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો. રાજા ઈન્દ્રસેન અને તેમના પત્નીએ વિધિવત સંકલ્પ લઈને ઉપવાસ કર્યું. સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરી. ત્યારબાદ પિતાશ્રીનું સ્મરણ કરી સૌ બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન-દક્ષિણા અર્પણ કર્યા. પરિણામે રાજાના પિતાશ્રી યમલોકની પીડાથી મુક્ત થયા. તેમજ રાજા પણ આજીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગવીને અંતે મોક્ષ પામ્યા. આમ, આ પૌરાણિક કથા યુગો યુગોથી ઈન્દિરા એકાદશીની મહિમા કહેતી આવે છે.
ઈન્દિરા એકાદશી એટલે શું?
શ્રાદ્ધ પક્ષ દરમિયાન, એટલે કે ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એટલે ‘ઈન્દિરા એકાદશી’.
ઈન્દિરા એકાદશી ક્યારે છે?
આ વર્ષે ઈન્દિરા એકાદશી 27મી સપ્ટેમ્બરે આવે છે.
શ્રાદ્ધની એકાદશી ક્યારે છે?
આ વર્ષે શ્રાદ્ધની એકાદશી 27મી સપ્ટેમ્બરે આવે છે.
પિતૃપક્ષની એકાદશી ક્યારે છે?
આ વર્ષે પિતૃપક્ષની એકાદશી 27મી સપ્ટેમ્બરે આવે છે.
ઈન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું?
આ વ્રતમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. ભગવાન વિષ્ણુને ગંગાજળ, અક્ષત અને પંચામૃતથી અભિષેક કરીને પીળું ચંદન અને પીળા પુષ્પોના શણગાર થાય છે. ઘીનો દીવો અને ભોજનમાં ફળો, તુલસીના પાન કે થાળ ધરાય છે. આ ઉપરાંત મૌન રહીને મંત્ર જાપ અને વ્રત કથા શ્રવણ કરવામાં આવે છે.
ઈન્દિરા એકાદશીમાં શું કરવું?
ઈન્દિરા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અને વૃક્ષારોપણ કરવાથી તથા પીપળે પાણી આપવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. આ ઉપરાંત જે પિતૃઓ જાણ્યા-અજાણ્યા કર્મો માટે યમરાજ પાસે દંડ ભોગવી રહ્યા હોય, તેમની મુક્તિના સંકલ્પ સાથે કરેલું વિધિ પૂર્વકનું ઈન્દિરા એકાદશી વ્રત તેમને સદગતિ અપાવે છે. આ ઉપરાંત વ્યક્તિ પોતાનાથી થયેલા જાણ્યા-અજાણ્યા પાપોના પ્રાયશ્ચિત કે મુક્તિ માટે પણ ઈન્દિરા એકાદશીનું વ્રત કરી શકે છે.
ઈન્દિરા એકાદશીમાં જો બ્રાહ્મણ ભોજન ન થઈ શકે તો શું કરવું?
જો ભોજન કે દાન-દક્ષિણા આપવાની અનુકૂળતા ન હોય, તો ફક્ત મંદિરે શ્રદ્ધા પૂર્વક સીધો આપીને પણ પિતૃઓનું કલ્યાણ કરી શકાય છે. જેમાં એક થાળમાં લોટ, ચોખા, દાળ, કઠોળ, ઘી, ગોળ, ખાંડ, ફળ અને તુલસીના પાન સાથે દક્ષિણા રાખી અને નજીકના શિવ મંદિરે અથવા કોઈ બ્રાહ્મણને ઘરે આપવામાં આવે છે.
ઈન્દિરા એકાદશી ની કથા શું છે?
આ પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મહિષ્મતી નામે એક મોટું નગર હતું, જેના રાજા હતા ‘ઇન્દ્રસેન’. તેઓ મહાપ્રતાપી અને પ્રજાવત્સલ રાજા હતા. તેમના કર્તવ્યનિષ્ઠ શાસનમાં, તેમના રાજ્યમાં સૌ લોકો પણ ધર્મ, ભક્તિ અને કર્મ પ્રધાન થઈને રહેતા. તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગવતા હતા. એક દિવસ રાજાને જાણવા મળ્યું કે તેમના પિતાશ્રી કોઈ અજાણ્યા જ કર્મની સજા યમલોકમાં ભોગવી રહ્યા છે. એ જાણીને તેઓ વ્યથિત થયા. તેમણે પોતાના દરબારમાં ઉપસ્થિત જ્ઞાની અને વિદ્વાનો સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરી. એ લોકો એ રાજાને ઈન્દિરા એકાદશીએ વ્રત કરવાનો ઉપાય બતાવ્યો. રાજા ઈન્દ્રસેન અને તેમના પત્નીએ વિધિવત સંકલ્પ લઈને ઉપવાસ કર્યું. સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરી. ત્યારબાદ પિતાશ્રીનું સ્મરણ કરી સૌ બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન-દક્ષિણા અર્પણ કર્યા. પરિણામે રાજાના પિતાશ્રી યમલોકની પીડાથી મુક્ત થયા. તેમજ રાજા પણ આજીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગવીને અંતે મોક્ષ પામ્યા. આમ, આ પૌરાણિક કથા યુગો યુગોથી ઈન્દિરા એકાદશીની મહિમા કહેતી આવે છે.
ઈન્દિરા એકાદશી કરવાથી શું થાય?
શ્રાદ્ધ પક્ષમાં આવતી આ એકાદશી એ વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને વ્યક્તિ પોતે પણ પાપમુક્ત બને છે.