કૉલમ: આયુર્વેદની અટારી

‘આયુર્વેદની અટારી’ કૉલમમાં આયુર્વેદ તબીબ, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓ માટે ઘરેલુ આયુર્વેદિક ઉપચાર અંગેની સમજ આપે છે.

આ કૉલમમાં રોજિંદા જીવનમાં આવતી સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યા ઉકેલવા માટે ઘરમાં જ ઉપલબ્ધ ઔષધિઓ, વનસ્પતિ અને વિવિધ ખાદ્ય પદાર્થોના ઉપયોગ બાબતે સચોટ માર્ગદર્શન છે. આ ઉપરાંત વાચકોને સ્વાસ્થ્ય જાળવવા કે નીરોગી રહેવા માટે ઘરેલુ આયુર્વેદિક ઉપચાર વિષે ની માહિતી મળે છે.

આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

આપની પ્રકૃતિ કઈ છે? વાત, પિત્ત કે કફ? |સ્વસ્થ રહેવા માટે પહેલા આપણી પ્રકૃતિ ઓળખતા શીખીએ. | આયુર્વેદની અટારી

શરીર, મન અને આત્માનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. કે જેમાં આ ત્રણેય તત્વોની સુસાધ્યતા થકી સ્વસ્થ અને દીર્ઘાયુ રહી શકાય એનું રહસ્ય છે. આ ત્રણ તત્વોમાં વાત, પિત્ત અને કફ એ પ્રકૃતિના ત્રણ દોષ છે જે સ્વાસ્થ્ય જાળવી રાખે છે. હવે કોઈ કારણસર જ્યારે આ દોષની અસુમતુલા સર્જાય ત્યારે એ કોઈને કોઈ રોગના સ્વરૂપે બહાર આવે છે. માટે આયુર્વેદ પ્રાથમિકપણે રોગના લક્ષણો કરતાં તેના ઉદ્ભવના કારણ પર મુખ્યરૂપથી કાર્ય કરે છે. ‘આયુર્વેદની અટારી’ થકી આપણે આયુર્વેદની પ્રાથમિક સમજ મેળવી અને સ્વસ્થ રહેવા અને રોગ નિવારવા માટેના ઉપાયો જાણીશું. 

Read More
આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

વૈશ્વિક સ્તરે ભાષા અને સાહિત્ય થકી સેવા કરવા અમેરિકાથી સંચાલિત વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર લેખકો અને સાહિત્યકારો કલમ થકી સેવા કરી રહ્યા છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી એ સતત દસ વર્ષથી સ્વાસ્થ્ય, સંગીત અને સમાજ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સમર્પિત આયુર્વેદ તબીબ, ગર્ભ સંસ્કાર ટ્રેનર, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર ને ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જન સામાન્યને સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદિક ઉપચાર અંગે માહિતગાર કરવા આવકાર્યા છે. આ પ્રસંગે કમિટીના અધ્યક્ષ એ કહ્યું કે ‘વર્ષ 2014 થી ગિવ વાચા ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પૂજા એ ગુજરાતના વિવિધ શહેરોમાં 150 થી પણ વધુ વર્કશોપ અને સેમિનાર મારફતે સેવા કરેલ છે તો વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા વિવિધ અભિયાનો થકી પણ જનજાગૃતિ ફેલાવવા તેઓ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતી મિજાજ માધ્યમે કલમ થકી સેવા કરવા માટે એમને આવકારીએ છીએ. ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી લોકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદના ઉપચાર સાથે પરિચિત થઈ શકે એ જ અમારો ઉદેશ્ય છે.” તો ડૉ. પૂજા એ કહ્યું કે “વ્યક્તિની અસ્વસ્થતા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ જવાબદાર હોય છે. એ સમસ્યાઓ સરળ હોય કે જટિલ, આયુર્વેદમાં દરેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે સચોટ અને કાર્યરત ઉપાય છે જ! જેનાથી લોકો સામાન્યતઃ અજાણ હોય છે. એવામાં ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જનજાગૃતિ કેળવવાનો મને આનંદ છે. આ ઉમદા વિચાર માટે ‘ગુજરાતી મિજાજ’ ની સમગ્ર ટીમનો હું અભિવાદન કરું છું.”

Read More