15મી ઓગસ્ટ: ભારતની આઝાદીના મશાલધારકોને શ્રદ્ધાંજલિ | પર્વની પાઠશાળા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર 15મી ઑગસ્ટ 1947ની પરોઢ, એક એવી ક્ષણ જેણે સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતના
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ

પર્વની પાઠશાળા સાપ્તાહિક કોલમમાં ભારતીય તહેવારો તેમજ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દિવસો વિશેની માહિતી, કથાઓ અને તથ્યો પ્રકાશિત થાય છે. આ કોલમના લેખક છે ડૉ. કૃપેશ ઠક્કર જે ‘ભગવદ્ ગીતા ફોર લાઇફ’ પુસ્તક શ્રેણીનું આધ્યાત્મિક સાહિત્ય તેમજ ‘ધ લવ ગાથા’ પુસ્તક શ્રેણીના રોમેન્ટિક નોવેલ માટે જાણીતા છે. તેમના સાતથી પણ વધુ પુસ્તકો દેશ વિદેશમાં બેસ્ટસેલર થયા છે. આ ઉપરાંત તેઓ જાણીતા ગીતકાર, સંગીતકાર, નિર્દેશક, દિગ્દર્શક અને મ્યુઝિક થેરાપિસ્ટ તરીકે સક્રિય છે. આ કોલમના રસપ્રદ લેખો નિયમિત વાંચવા માટે ગુજરાતી મિજાજ સાથે જોડાયેલા રહો.
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર 15મી ઑગસ્ટ 1947ની પરોઢ, એક એવી ક્ષણ જેણે સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતના
Read Moreવિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે. એક ભાઈ અને બહેનના વિશિષ્ટ પ્રેમના પ્રતિક એવો આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવે છે. દેવોના રાજા ઇન્દ્ર અને ઇંદ્રાણી હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી! કાચા દોરા સાથે અતૂટ રક્ષાનું વચન પાળવાની એ પ્રથા આજે પણ અકબંધ છે. રક્ષાની એ દોરીએ ઇન્દ્રને યુદ્ધમાં વિજય અપાવી તો દ્રૌપદીના સન્માનની રક્ષા પણ કરી.
Read Moreપાવન શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વસ્તુતઃ નાગ એટલે સર્પો, એ ક્ષેત્ર એટલે કે ખેતર ની ઉંદરો અને અન્ય જીવ જંતુઓ થી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ખેતરપાળ ની નાની દેરી જોવા મળે જ. જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગો નું વિશિષ્ટ સ્થાન રહ્યું જ છે, એક તરફ મહાદેવના કંઠ પર તો બીજી તરફ ભગવાન વિષ્ણુ ની શેષ શૈયા! રામાયણમાં ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભાઈ બલરામ ને શેષનાગ ના જ અવતાર કહ્યા છે.
Read Moreભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.
Read Moreઅષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહાજ્ઞાની વ્યાસજી એ વેદોની રચના કરી એટલે તેમને ‘વેદ વ્યાસ’ તરીકે ગુરુઓના ગુરુ માનવામાં આવે છે. માટે ‘ગુરુ પૂર્ણિમા’ ના દિવસને લોકો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતપોતાના ગુરુની પૂજા કરી ઉજવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આજે જાણીશું, કે ગુરુ પૂર્ણિમા ઉજવવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ શાથી છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પુણ્યશાળી અને કલ્યાણકારી મનાય છે. ગુરુ પૂર્ણિમા એ દરેક આસ્તિકો અને ભક્તજનો માટે ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે.
Read Moreમાતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે. અષાઢ સુદ અગિયારસ અર્થાત ‘દેવશયની’ એકાદશીથી શરૂ થતો આ વ્રત પૂર્ણિમા સુધી પાંચ દિવસનો હોય છે. જે દરમિયાન માતા ગૌરી અને મહાદેવની પૂજા થાય છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું આ વ્રત વિશેની રોચક વાતો અને દેવી ગૌરીની કથા! ગૌરી વ્રત કે મોળાકાત કરવાથી કુંવારી કન્યાઓને મનોવાંછિત જીવનસાથી મળે છે, તો પરિણીત મહિલાઓને સુખી અને સમૃદ્ધ ગૃહસ્થ જીવન મળે છે.
Read Moreઅષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.
Read Moreઅષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. અને આ અષાઢી બીજ ફક્ત એક તારીખ ન રહેતા ભારતીયો માટે મોટું પર્વ બને છે. કારણે કે આ દિવસે સ્વયં જગતના નાથ એટલે કે જગન્નાથ તેમના ભક્તોને મળવા મંદિરની બહાર આવે છે. માટે આ દિવસને સમગ્ર ભારત વર્ષ ‘રથ તહેવાર’ અને ‘રથયાત્રા’ રૂપે મનાવે છે, તો કચ્છમાં આ દિવસ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ફક્ત એક પર્વ નથી. પરંતુ ભાવ છે એક ભક્ત અને ભગવાનનો! કહેવાય છે ને, કે ભક્ત એક ડગલું ચાલે તો ભગવાન દસ ડગલા ચાલીને ભક્ત પાસે આવે છે. ભક્તિના એ જ ભાવનું પ્રતિક છે ‘રથયાત્રા’! પર્વની પાઠશાળા અર્થાત તહેવારોની પાઠશાળામાં, ચાલો જાણીએ આ રથયાત્રા વિશેના જાણ્યા અજાણ્યા કિસ્સા અને ભગવાન જગન્નાથના વિશિષ્ટ સ્વરૂપની કહાની!
Read More