સાહિત્ય

ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

કચ્છી કવિઓ અને સાહિત્યકારો માટે આર્થિક સહાયની થઈ જાહેરાત : કચ્છી મિજાજ વિશેષ

હાલમાં અષાઢી બીજ નિમિત્તે ચાલી રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય અને સંગીત પર્વ ‘કચ્છી મિજાજ’ અંતર્ગત ધ કૃપ યુનિવર્સ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને કૃપ પબ્લિશિંગ દ્વારા સાહિત્ય સંવર્ધન કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ રૂપે અમેરિકાથી ગુજરાતી મિજાજના પ્રતિનિધિ તેમજ અમદાવાદથી ઇઝી આઈડી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા, સાહિત્યકારો અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સભ્યોએ લાભ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ એ કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ રજૂ કર્યો. જેને શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યો તેમજ બાળકો ઝૂમી ઉઠયા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

“કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો હવન સાથે થયો શુભારંભ | સાહિત્યકારો માટે થઈ મોટી જાહેરાત!

હાલમાં કચ્છી નવા વર્ષ નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈ ડી અને કૃપ પબ્લિશિંગ દ્વારા ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો કૃપ ગુરુકુલ ખાતે હવન સાથે ઉજવાયો શુભારંભ સમારોહ. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉ. શશીકાંત ઠક્કર અને શ્રીમતી નયનાબેન ઠક્કર સાથે ફેસ્ટિવલ ડાયરેક્ટર, ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર અને કૃપ ગુરુકુલના આચાર્યા, હેલ્થ એંડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા ઠક્કર એ પંચેશ્વરની વંદના સાથે હવનનો લાભ લીધો. આ શુભારંભ સમારોહમાં ગ્લોબલ લિટરેચર એંડ કલ્ચરલ ક્લબના સદસ્યો અને એમ્બેસેડર બાળકો પણ હાજર રહ્યા હતા.

Read More
ધર્મ/અધ્યાત્મગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘પર્વની પાઠશાળા’ કૉલમમાં તહેવારો વિશેની રોચક વાતો લઈ આવ્યા છે બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર

અષાઢી બીજ પર્વ નિમિત્તે કૃપ પબ્લિશિંગ અંતર્ગત બેસ્ટસેલર લેખક ડૉ. કૃપેશ ઠકકર ની ભારતીય તહેવારો વિશેની રોચક જાણકારી આપતી કોલમ ‘પર્વની પાઠશાળા’ વૈશ્વિક સ્તરે ગુજરાતી પોર્ટલ ગુજરાતી મિજાજ પર પ્રકાશિત થઈ છે. એક પછી એક બેસ્ટસેલર પુસ્તકો વાચકોને સુપ્રત કરી સાહિત્ય જગતમાં પુરસ્કૃત સ્થાન પામ્યા બાદ હવે લેખક ડૉ. કૃપેશ તેમની કોલમ ‘પર્વની પાઠશાળા’ થકી આપણી સંસ્કૃતિના બહોળા દૃષ્ટિકોણને સરળ શબ્દોમાં વર્ણવશે.

Read More
આરોગ્યગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે અસરગ્રસ્ત બાળકોના શુભ સ્વાસ્થ્ય માટે થયું ભગવદ્ ગીતા પઠન

સમગ્ર વિશ્વમાં 3 જૂન વિશ્વ ક્લબફૂટ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ હેલ્થ એ અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ નામના વૈશ્વિક જાગૃતી અભિયાનની સાતમી વર્ષગાંઠની અનેરી ઉજવણી કરી.

Read More
સાહિત્યગુજરાતી મિજાજ વિશેષમનોરંજન

ગુજરાત દિવસ વિશેષ: કૃપ પબ્લિશિંગ ‘ગુજરાતી મિજાજ’ સાથે ભાષાની સેવામાં

ગુજરાતનો સ્થાપના દિવસ એ ગુજરાતી અસ્મિતાનો પર્વ છે. કારણકે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતની એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્થાપના થઈ હતી. ત્યારથી ગુજરાત એ ભારત માતાનો જમણો હાથ બની દેશમાં ક્રાંતિ અને ઉન્નતિના નવા શિખરો સર કરતો આવ્યો છે, તો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહર એ ભારત માતાના હાથના કંકણ સમા આભૂષણો બની સૌંદર્યનો પ્રતિક બન્યા છે.  આવી ગૌરવવંતી ગાથા સાથે વર્ષોથી સંગીત, કલા, ફિલ્મો અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત રહેલી ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક, કૃપ ફિલ્મ્સ અને કૃપ પબ્લિશિંગ એ પોતાના ગુજરાતી ભાષા ને લગતા સર્વે કાર્યોને એક છત્ર નીચે લાવતા એક વેબ પોર્ટલનું નિર્માણ કરી ગુજરાત દિવસ ના રોજ જનસામાન્ય માટે લોકાર્પિત કર્યું. જેને ‘ગુજરાતી મિજાજ’ નામ આપવામાં આવ્યો.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મસાહિત્ય

બાળ લેખકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ના રામાયણ આધારિત પુસ્તકોનું થયું વિમોચન

હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પઠન બાદ શબ્દો થકી ભગવાનની વંદના કરતાં બાળ લેખકો છ વર્ષીય પર્વ ઠક્કર ના ‘રામાયણ એક્ટિવિટી બુક’ અને બાર વર્ષીય વાચા ઠક્કર ના ‘રામાયણ વર્ડ સર્ચ’ પુસ્તકનું વિમોચન થયું.

Read More
સમાચારધર્મ/અધ્યાત્મસાહિત્ય

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Read More
સાહિત્યસમાચાર

કૃપ લીટરેચર ફેસ્ટિવલ: કચ્છના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લિટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

Read More
સમાચારસાહિત્ય

છ વર્ષીય પર્વ ઠક્કરના પુસ્તકનું સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ

બાળ કલાકાર પર્વ ઠક્કર એ સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કરી ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરતું પોતાનું પ્રથમ પુસ્તક ‘પર્વ કી પાઠશાલા- સનાતન એક્ટિવિટી બુક પાર્ટ ૧’ પ્રકાશિત કર્યું. જેનું કચ્છના લોકલાડીલા સાંસદસભ્ય શ્રી વિનોદભાઇ ચાવડાને હસ્તે ભુજ ખાતે લોકાર્પણ થયું. ધારાસભ્ય શ્રી ત્રિકામભાઈ છાંગાએ પણ શુભકામનાઓ પાઠવી અને આશીર્વાદ આપ્યા.

Read More
સમાચારસાહિત્ય

પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા

વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિત્તે પ્રતિનિધિ તરીકે પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા ને મળ્યા હતા.

Read More