ગુજરાતી મિજાજ વિશેષ

‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નું રાષ્ટ્રગીત ૧૨ કલાકમાં ૩૦ લાખ વ્યુઝ સાથે ‘ટ્રેન્ડિંગ’!

હાલમાં સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે કચ્છના કલાકારો ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, વિશ્વનો યંગેસ્ટ સિંગર પર્વ ઠક્કર અને બાળ કલાકાર વાચા ઠક્કરના ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નો રાષ્ટ્રગીત યુટ્યુબ પર 12 કલાકમાં જ 30 લાખ વ્યુઝ મેળવી ટ્રેન્ડિંગ બન્યો. બેન્ડના ‘જન ગન મન’ વિડિયોને યુટ્યુબ પર દોઢ લાખથી વધુ લાઇક મળ્યા. તેમજ તેના 25 હજારથી પણ વધુ યુટ્યુબ શોર્ટ્સ બન્યા છે. આ કલાકારોની ઉપલબ્ધિ ઉપરાંત ગીતના વિડિયોમાં ઝળહળતા ઐતિહાસિક અંજાર શહેરના ધરોહર સમાન સ્થળો વૈશ્વિક સ્તરે લોકચાહના પામ્યા એ કચ્છ માટે ગૌરવની વાત છે. આ ગીત કૃપ મ્યુઝિક દ્વારા સાવન, ગાના, હંગામા, સ્પોટિફાઈ અને આઈ ટ્યુન્સ સહિતના વિશ્વના બસ્સોથી પણ વધુ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ થયું છે.

તો વિશ્વના યંગેસ્ટ સિંગર પર્વ ઠક્કર ના રાષ્ટ્રગીત ને પણ ચાહકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. યુટ્યુબ પર તેના ‘જન ગન મન’ ગીતને 10 લાખ થી વધુ વ્યુઝ મળ્યા છે તો તેના હસતાં ચહેરા અને પડછંદ અવાજને લોકોએ હજારો લાઇક આપ્યા છે. તેના આ ગીત પર પણ અઢળક યુટ્યુબ શોર્ટ્સ બન્યા છે. આ ગીતમાં પર્વની કુશળ ગાયિકી અને અદભૂત અદાકારી જોવા મળે છે. આ ગીતનું નિર્દેશન, દિગ્દર્શન અને સંગીત ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા નિર્માણ પામ્યો છે. પર્વ ઠક્કર નું રાષ્ટ્રગીત કૃપ મ્યુઝિક રેકોર્ડ લેબલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું છે. તો વિવિધ પ્લેટફોર્મ પર અસંખ્ય ચાહકો એ આ ગીતની અને નાનકડા બાળ કલાકારની સરાહના કરી છે.

‘જન ગન મન’ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ!

15 મી ઓગસ્ટ ના દિવસે ગણતરીના કલાકો માં જ વાચા ઠક્કર નો ‘જન ગન મન’ ગીત ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ થયો જેમાં તેના પર 15 હજાર જેટલા રિલ્સ બન્યા છે. સ્વતંત્રતા દિવસ ઉજવવા અનેક લોકો એ આ ગીત પર અલગ અલગ પ્રકારની રીલ બનાવી. આ ગીતના મેઇન વિડિયો દિગ્દર્શક તરીકે ડૉ. કૃપેશ ઠક્કર એ અંજાર શહેરના પર્યટન સ્થળના સુંદર દ્રશ્યો કેમેરામાં કંડાર્યા છે. તેમજ સંગીતકાર તરીકેની ભૂમિકા પણ ભજવી છે. આ ગીતમાં નાનકડી બાળ ગાયિકાના મધુર સ્વર સાથે તેની ઉત્તમ અદાકારી પણ જોવા મળે છે.

જીઓ સાવન પર ટોપ લિસ્ટમાં!

વાચા ઠક્કર નો આ ગીત જીઓ સાવન પર છેલ્લા દસ વર્ષના ચુનીંદા વીસ ગીતોમાં બોલિવૂડના નામી ગાયક કલાકારો અને સુપ્રસિદ્ધ ગીતો માં પ્રથમ સ્થાન પામ્યું. જીઓ સાવન પર આ ગીતને 10 લાખ થી પણ વધુ લોકોએ માણ્યું છે. આ ઉપરાંત વાચા ઠક્કરના અન્ય ભક્તિ અને દેશભક્તિ ગીતો પણ સાવન પર ટ્રેન્ડિંગ રહેતા તે ‘જીઓ સ્પોટલાઇટ’ માં પણ સ્થાન પામી છે. જેમાં પર્વ ફ્યૂઝન બેન્ડ સાથેના તેના ગીતો ‘મંગલમય સબ કર દેના’, ‘ઐ વતન’, ‘હૈં નમન’, ‘મંગલ ભવન – રામ ધૂન’ અને ‘ઓમ નમઃ શિવાય’ ને શ્રોતાઓની ખાસ પસંદ બનતા ટ્રેન્ડિંગ રહ્યા છે.

વધુમાં આ રાષ્ટ્રગીત સાત અલગ અલગ ભાષામાં પણ ઉપલબ્ધ છે તથા તે લિરિકલ અને નૉટેશન એમ અલગ સ્વરૂપમાં પણ લોન્ચ થયું છે. એ સિવાય બાળ વાચાએ આંખો પર પટ્ટી બાંધીને પરફોર્મ કરેલો રાષ્ટ્રગીત પણ બહુ ચર્ચા પામ્યો. તો પર્વના નોટેશન સાથેનો રાષ્ટ્રગીત સંગીત સીખતા વર્ગ માટે ઉપયોગી રહ્યો. સંગીત ક્ષેત્રે સફળ કારકિર્દી સાથે આ બંને બાળકો મ્યુઝિક એન્ડ લિટરેચર એમ્બેસેડર તરીકે ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબમાં બાળકો અને યુવા વર્ગને સંગીત, સાહિત્ય અને સંસ્કૃતિ માટે સેવા કરવાની પ્રેરણા આપે છે.

હેરિટેજ પર્વ અંતર્ગત ‘કચ્છ ટુરિઝમ’ માટે બેન્ડના પ્રયાસોને મળી ભવ્ય સફળતા!

હેરિટેજ પર્વ અભિયાન અંતર્ગત આ બેન્ડએ તેમના વિવિધ ભક્તિ અને દેશભક્તિ ગીતોમાં કચ્છના ધાર્મિક, ઐતિહાસિક અને પર્યટન સ્થળો પર મ્યુઝિક વિડીયો બનાવીને તેને વિશ્વસ્તરે ઉજાગર કરી માતૃભૂમિની સેવા કરી છે. તેમના ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતમાં ભુજ ના ઐતિહાસિક ડુંગર અને કિલ્લો તથા રામ કુંડ ના નયનરમ્ય દ્રશ્યોનો સમાવેશ થયો છે. તો ‘રામ રાખે તેમ રહીએ’ ગીતમાં ભુજ નજીક આવેલા સૂતેશ્વર મહાદેવ મંદિર અને રામ મંદિરના દ્રશ્યો જોવા મળે છે.

પર્વ ફ્યૂઝન બેન્ડના ‘ઐ વતન, વન્દે માતરમ’ ગીતનું સમગ્ર શૂટિંગ અંજારના પબ્લિક પાર્કમાં કરવામાં આવ્યું છે. તો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગીતમાં સવાસર નાકા તળાવના સુંદર દ્રશ્યો દેખાય છે. તેમના ‘મંગલ ભવન, રામ ધૂન’ ગીતમાં અંજાર શહેરની પ્રખ્યાત રથયાત્રાના દ્રશ્યો અને રામ મંદિરના દ્રશ્યો પણ જોવા મળે છે. તો તેમના ‘લવ યુ મા’ ગીતમાં માંડવીના દરિયા કિનારાનો રમણીય નજારો નજરે ચડે છે. આ ઉપરાંત ‘ધન્ય ધરા ગુજરાતની’ ગીતમાં ગોવર્ધન પર્વત તથા સોમનાથ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, અડાલજ વાવ વગેરે જેવા ગુજરાતના પ્રખ્યાત સ્થળોની ઝાંખી થાય છે. આમ આ બેન્ડ કચ્છ ગુજરાતનાં ધરોહર સમાન સ્થળો પર મ્યુઝિક વિડિયોનું નિર્માણ કરીને તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરી માતૃભૂમિની સેવા કરે છે.

પર્વ ફ્યૂઝન બેન્ડના અન્ય ગીતો પણ વિવિધ પ્લેટફોર્મ પર ટોચ પર રહેતા વિવિધ સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ કલાકારોને પુરસ્કાર આપી સરાહના કરી છે. જેમાં બાળ પર્વને હંગામાં મ્યુઝિક એ ‘રાઈઝિંગ સ્ટાર ઓફ ઈન્ડિયા’ નું બિરુદ આપ્યું. તો ગાયિકા વાચાને બિગ એફ.એમ. રેડિયો એ વિશેષ ઇન્ટરવ્યૂ માટે આમંત્રણ આપી સરાહના કરી. આ ઉપરાંત આ કલાકારોને આંતરરાષ્ટ્રીય લોહાણા મહાપરિષદ, મલયાલી આસોશીએશન, રોટરી ક્લબ, ઇનર વ્હીલ ક્લબ, દૂન પબ્લિક સ્કૂલ અને અંજાર એજ્યુકેશન સોસાયટી જેવી સંસ્થાઓએ સન્માનિત કર્યા છે.