ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

સાહિત્યકારોને ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ ની સુવિધા હવે કચ્છમાં પણ ઉપલબ્ધ! – કૃપ પબ્લિશિંગ

હાર્ડ કોપી, ઇ-બુક, ઓડિયો બુક અને ઓડિયો પોયટ્રી જેવી બહુવિધ અને અદ્યતન સુવિધા આપતું ગુજરાતના અગ્રિમ પબ્લિકેશન હાઉસ ‘કૃપ પબ્લિશિંગ’ માં હવે લેખકો અને કવિઓને પુસ્તક પ્રકાશનમાં ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ ની સુવિધા પણ મળશે. વિશ્વના સૌથી લાંબા સાહિત્ય ઉત્સવ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ માં વિવિધ સાહિત્ય સંગીત ઉત્સવ માધ્યમે કચ્છ અને ગુજરાતના સાહિત્યકારોના વિવિધ ભાષાના અઢળક પુસ્તકો પ્રકાશિત થયા જેમાંથી કેટલાક ભારત અને અમેરિકા સહિત વિવિધ દેશોમાં બેસ્ટ સેલર પણ રહ્યા છે. ત્યારે ચૌદ દિવસીય ગુજરાતી મિજાજ: સાહિત્ય સંગીત ઉત્સવ અંતર્ગત પુસ્તક પ્રકાશન માટે સાહિત્યકારોના મંતવ્યોને અને જરૂરીયાતોને ધ્યાનમાં લઈને સંસ્થા દ્વારા ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ સુવિધા આપવાની જાહેરાત થઈ છે. 

શું છે ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’?

સામાન્યતઃ લેખકો જ્યારે કોઈ સંસ્થા થકી કે સ્વ-પ્રકાશનમાં પોતાની હાર્ડ કોપી પુસ્તક પ્રકાશિત કરે છે ત્યારે જથ્થાબંધ નકલો પ્રિન્ટ કરવાનું ફરજિયાત બને છે જેમાં નાણાકીય ખર્ચો વધી જાય છે. ક્યારેક છપાવેલા બધા જ પુસ્તકો વેંચાતા નથી અને સરવાળે લેખકને ખોટ પડે છે. એવામાં જ્યારે કોઈ લેખકની હાર્ડ કોપી નકલોની જરૂરિયાત ઓછી હોય તથા કોઈ લેખક ઓછા ખર્ચે પુસ્તક પ્રકાશિત કરાવવા ઇચ્છતા હોય ત્યારે ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ ની સુવિધા તેમના માટે આશીર્વાદ રૂપ નીવડે છે. કૃપ પબ્લિશિંગમાં આ સુવિધા હવે કચ્છી અને ગુજરાતી સર્જકોને ઘર-આંગણે જ મળી રહેશે. જેમાં તેમના માટે પુસ્તક પ્રકાશન કરવાનો ખર્ચ તદ્દન નિઃશુલ્ક હશે. તેઓ પોતાની પસંદગી મુજબની સંખ્યામાં હાર્ડ કોપી પ્રિન્ટ કરાવી વેંચાણ કિંમત મુજબ મંગાવી શકશે. સંસ્થા સાથે જોડાયેલા લેખકોના અભિપ્રાયો પામી તેમની અનુકૂળતા અર્થે ‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો અમને આનંદ છે. હેવ ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ થકી સાહિત્યકારો સાથે સંસ્થા પણ ભાષાની સેવા કરવા યોગદાન આપશે. 

કૃપ પબ્લિશિંગની અન્ય સેવાઓ: 

હાર્ડ કોપી પ્રિન્ટિંગ

કૃપ પબ્લિશિંગમાં લેખકોને પુસ્તકના ડિઝાઇનિંગ થી કરીને પ્રિન્ટિંગ, પ્રમોશન તેમજ પુસ્તક વિમોચન સુધીની સુવિધા મળી રહે એ ઉદેશ્યથી ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી જેવી સંસ્થાઓ સાથે સંલગ્ન રહીને ઉત્તમ સુવિધા મળે છે. જેમાં કુશળ આઇટી કાર્યકરો દ્વારા પુસ્તકના કવર ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ટાઈપિંગ તેમજ પ્રૂફ રીડિંગની સુવિધા સાથે ગૂગલ પર નોંધપાત્ર ઓળખ સાથે ડિજિટલ બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને પ્રમોશનના લાભ પણ મળી રહે છે. આ સુવિધાઓના સફળ પરિણામો સંસ્થા માધ્યમે બેસ્ટ સેલર બનેલી પુસ્તકોમાં જોઈ શકાય છે. 

ઇ-બુક લોન્ચિંગ

વર્તમાન યુગ ડિજિટલ યુગ છે જેમાં શબ્દો અને સાહિત્ય પણ કાગળની સીમાઓ ઓળંગીને ઓનલાઈન બુક રીડિંગ પ્લેટફોર્મ મારફતે વિશ્વભરમાં વસતા વાચકો સુધી પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં ઇ-બુક લોન્ચ કરવાની સુવિધા આપતી એકમાત્ર સંસ્થા ‘કૃપ પબ્લિશિંગ’ માં અદ્યતન ટેકનોલોજી સાથે ડિઝાઇનિંગ, ફોર્મેટ ટાઈપિંગ, પ્રૂફ રીડિંગ અને લોન્ચિંગની સગવડ મળી રહે છે. સંસ્થા અંતર્ગત પ્રકાશિત થયેલી ઇ-બુક અમેઝોન કિન્ડલ અને ગૂગલ પ્લે બુક્સ પર ઉપલબ્ધ છે. 

ઓડિયો બુક

ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની કૃપ મ્યુઝિક સાથે કૃપ પબ્લિશિંગ લેખકને ઓડિયો બુક બનાવવાની તેમજ વિવિધ પ્લેટફોર્મ પર લોન્ચ કરવા સુધીની અદ્યતન સુવિધા આપે છે. જેમાં પુસ્તકનું કુશળ વોઇસ ઓવર આર્ટિસ્ટ પાસેથી પ્રોફેશનલ રેકોર્ડીંગ અને એડિટિંગ સાથે લોન્ચિંગ થાય છે. 

ઓડિયો પોયટ્રી

કવિતાને ઓડિયો પોયટ્રી રૂપે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવાની સુવિધા કૃપ પબ્લિશિંગમાં મળી રહે છે. જેમાં કવિતાનું નેરેશન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેમજ વિડીયો એડિટિંગ ને એનિમેશન સહિતની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ કવિતા કૃપ મ્યુઝિક રેકોર્ડ લેબલ થકી વિશ્વના બસ્સોથી પણ વધુ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવે છે. અગાઉ પણ સંસ્થા અંતર્ગત લોન્ચ થયેલી ઓડિયો પોયટ્રીને ચાહકો દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે.