કચ્છી કવિઓ અને સાહિત્યકારો માટે આર્થિક સહાયની થઈ જાહેરાત : કચ્છી મિજાજ વિશેષ
કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ સાથે પ્રારંભ
હાલમાં અષાઢી બીજ નિમિત્તે ચાલી રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય અને સંગીત પર્વ ‘કચ્છી મિજાજ’ અંતર્ગત ધ કૃપ યુનિવર્સ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ અને કૃપ પબ્લિશિંગ દ્વારા સાહિત્ય સંવર્ધન કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ રૂપે અમેરિકાથી ગુજરાતી મિજાજના પ્રતિનિધિ તેમજ અમદાવાદથી ઇઝી આઈડી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા, સાહિત્યકારો અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સભ્યોએ લાભ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ એ કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ રજૂ કર્યો. જેને શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યો તેમજ બાળકો ઝૂમી ઉઠયા. ત્યાર બાદ પુરસ્કૃત બાળ સાહિત્યકારોએ ઉપસ્થિત મહાનુભાવોને પોતાના પુસ્તકો ભેટ આપી સાહિત્ય સંવર્ધનના સત્રની શરૂઆત કરી.


ગિવ વાચા ફાઉન્ડેશન એ ભારત અને અમેરિકાની વિવિધ સંસ્થાઓને એકત્ર કર્યા
ગિવ વાચા ફાઉન્ડેશન સંસ્થા પંચેશ્વર ને કેન્દ્રમાં રાખીને ‘સંગચ્છધ્વમ’ ના સૂત્ર સાથે વર્ષ 2014 થી સનાતન સંસ્કૃતિ, સંગીત, સેવા, સ્વાસ્થ્ય અને સાહિત્ય ક્ષેત્રે કર્મયોગ કરતાં અનેકવિધ પ્રોજેક્ટ તેમજ વૈશ્વિક અભિયાનોમાં અગ્રેસર છે. ગત વર્ષે ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત જ્યારે સાત ભાષાઓ અને સંગીત, સાહિત્ય, સ્વાસ્થ્ય અને સેવા ક્ષેત્રે ગિવ વાચા, કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ અને કૃપ પબ્લિશિંગના સંયુક્ત ઉપક્રમે વિશ્વના સૌથી લાંબા લિટરેચર ફેસ્ટિવલ હોવાનો વિક્રમ સર્જ્યો, ત્યારે આ વર્ષે ‘કચ્છી મિજાજ’ અંતર્ગત સર્વાંગી વિકાસના ધ્યેયો સિદ્ધ કરવા માટે ગિવ વાચાએ અન્ય સંસ્થાઓને સાહિત્ય સંવર્ધન સત્ર હેઠળ એકત્રિત કરી. આ સત્રમાં ઉપસ્થિત મહાનુભાવોએ સાહિત્યના સંવર્ધન માટે પોતાના વિચારો રજૂ કર્યા. જેમાં સ્થાનિક તેમજ વૈશ્વિક ધોરણે અમલમાં મૂકી શકાય એવી યોજનાઓની ચર્ચા થઈ. તેમજ કવિઓ સાહિત્યકારોના પુસ્તક પ્રકાશન માટે વિવિધ સહાયની જાહેરાત થઈ. ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ કહ્યું કે “કચ્છી મિજાજમાં ગત વર્ષે જ્યારે કચ્છ અને મુંબઈમાં એકસાથે ૧૫ પુસ્તકો પ્રકાશિત થયા ત્યારે આ વર્ષે સંસ્થા કચ્છી ભાષા અને કચ્છી સાહિત્યકારોને પુસ્તક પ્રકાશન માટે રૂ ૨૧૦૦૦/- ની સહાય આપી ભાષાની વંદના કરશે.” તો વધુમાં ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર એ ઉમેર્યું કે “કચ્છી મિજાજ અંતર્ગત અમે વિવિધ સંસ્થાઓને સંલગ્ન કરવા પ્રયત્નશીલ છીએ ત્યારે અમેરિકાથી સક્રિય સંસ્થા ‘ગુજરાતી મિજાજ’ સાથે જોડાવાનો અમને આનંદ છે.”
અધ્યતન ટેકનોલોજી થકી વૈશ્વિક સ્તરે યોગદાન આપશે ‘ગુજરાતી મિજાજ’!
‘ગુજરાતી મિજાજ’ એ અમેરિકાથી સંચાલિત ગુજરાતી વેબ પોર્ટલ છે. જે એડવાન્સ્ડ ટેકનોલોજીની મદદ થી વિશ્વના સીમાડાઓ ઓળંગી ગુજરાતી ભાષા, સાહિત્ય અને ગુજરાતી સર્જકોને વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચાડે છે. વિશ્વના સૌથી લાંબા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં પોતાની આગવી સેવાઓ થકી યોગદાન આપવા માટે આગળ આવતા ગુજરાતી મિજાજના પ્રતિનિધિએ જણાવ્યું કે “અધ્યતન ટેકનોલોજીની સુવિધા સાથે ભાષા અને સાહિત્યને અમારા વેબ પોર્ટલ દ્વારા વિશ્વસ્તરે પહોંચાડવા માટે અમે ઉત્સુક છીએ. આર્થિક સહાય માટેના સંપૂર્ણ આયોજનમાં અમારું ગુજરાતી વેબ પોર્ટલ નિઃશુલ્ક સેવાઓ આપશે તેમજ અમેરિકામાં પુસ્તકો કચ્છી સમાજ સુધી પહોંચાડવામાં યોગદાન આપશે.” આ ઉત્સવ અંતર્ગત ખાસ કચ્છના લેખકોને પણ આ વેબ પોર્ટલ થકી પોતાની કૉલમને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવાનો અવસર મળશે. આર્થિક સહાયના આયોજનના ભાગ રૂપે માહિતી અને રજીસ્ટ્રેશનની સુવિધા પણ ‘ગુજરાતી મિજાજ’ માધ્યમે સૌ લોકો સુધી પહોંચશે.
“પુસ્તક પ્રકાશન અને વિમોચન રહેશે અમારી જવાબદારી” : કૃપ પબ્લિશિંગ
કૃપ પબ્લિશિંગ એ ગુજરાતની જાણીતી પ્રકાશન સંસ્થા છે. જેણે ગુજરાતી અને કચ્છી સાહિત્ય જગતને બેસ્ટ સેલર પુસ્તકો આપ્યા છે. હાર્ડ કોપી, એ-બુક, ઓડિયો બુક અને ઓડિયો પોયટ્રી જેવી અનેરી સેવાઓ આપતા કૃપ પબ્લિશિંગ સંગીત અને ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો તેમજ બૉલીવુડ સાથે જોડાયેલી હસ્તીઓની પહેલી પસંદ બની છે. કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ તથા ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ ની પ્રથમ આવૃતિમાં કચ્છ અને ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો તથા બૉલીવુડ અભિનેતાના પુસ્તકો વૈશ્વિક સ્તરે પ્રકાશિત થયા હતા. ત્યારે આ ઉત્સવની બીજી આવૃતિ પ્રસંગે સર્જકોના ઉત્સાહને ધ્યાનમાં લઈને કૃપ પબ્લિશિંગ વતી ડૉ. પૂજા ઠક્કર એ જાહેર કર્યું કે “આ પહેલ અંતર્ગત ચયન પામેલા પુસ્તકોના વૈશ્વિક પ્રકાશનથી કરીને પુસ્તક વિમોચન કાર્યક્રમ સુધીનું સંપૂર્ણ ખર્ચ આપી અમારી સંસ્થા સાહિત્યની સેવા કરશે.”
“પુસ્તક પ્રકાશનમાં કૃપ મ્યુઝિકનો સિંહફાળો!”
‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ ની આયોજક સંસ્થા કૃપ મ્યુઝિક એ ગુજરાતની જાણીતી રેકોર્ડ લેબલ કંપની છે. જેણે ગુજરાતી સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આગવી ભૂમિકા ભજવી છે. ૧૮ થી પણ વધુ ફિલ્મોમાં અભિન્ન અંગ રહેલી આ સંસ્થા એ ૧૦૦૦ થી પણ વધુ ગીતો વૈશ્વિક સ્તરે લોન્ચ કરેલ છે. એ સિવાય કૃપ મ્યુઝિક અને ગિવ વાચા ફાઉન્ડેશન છેલ્લા ૧૦ વર્ષથી સનાતન સંસ્કૃતિની સેવા અને સમાજ કલ્યાણ અર્થે વિવિધ પ્રોજેક્ટ થકી યોગદાન આપે છે. કૃપ મ્યુઝિકના પ્રણેતા ગીતકાર, સંગીતકાર, ગાયક, નિર્દેશક, દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર સ્વયં એક જાણીતા મ્યુઝિક થેરપીસ્ટ અને બેસ્ટ સેલર લેખક પણ છે. તેમના કૃપ પબ્લિશિંગ અંતર્ગત પ્રકાશિત થયેલા ‘ભગવદ્ ગીતા ફોર લાઈફ, ધ લવ ગાથા અને જીવનમેં ગૂંજે ગીતા શ્રેણી ના પુસ્તકો દેશ-વિદેશમાં બેસ્ટ સેલર રહ્યા છે. ‘કચ્છી મિજાજ’ ની બીજી આવૃતિ પ્રસંગે તેમણે ઉપસ્થિત સદસ્યો સાથે પોતાની કચ્છી બેસ્ટ સેલર પુસ્તક ‘અર્જુન ઉવાચ: આધ્યાત્મિક જાત્રા’ની વિવિધ દેશોમાં બેસ્ટ સેલર બનવા સુધીની યાત્રાના અનુભવો વર્ણવતા કહ્યું કે “ભગવદ્ ગીતા પર આધારિત મારા કચ્છી પુસ્તકને વૈશ્વિક સ્તરે નામના અપાવવામાં કૃપ મ્યુઝિકનો સિંહફાળો છે ત્યારે હવે શ્રેષ્ઠ કૃતિઓને પણ સંસ્થા વતી રૂ. ૫૦,૦૦૦/- આપી ભાષાનું ઋણ ચૂકવવા કટિબદ્ધ છું.” આ ઉત્સવ અંતર્ગત પસંદગી પામેલ સાહિત્ય કૃપ મ્યુઝિક દ્વારા ઓડિયો બુક અને ઓડિયો પોયટ્રી રૂપે લોન્ચ થવાનો અવસર પામશે.
પુસ્તકોનું પ્રમોશન અને ઓડિયો પોયટ્રી તદ્દન નિઃશુલ્ક! – કૃપ પ્રોડક્શન્સ
કૃપ પ્રોડક્શન એ ૬ પુરસ્કારોથી સમ્માનિત ‘જે પણ કહીશ એ સાચું જ કહીશ’ મૂવી સાથે ફિલ્મ જગતમાં આગવું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત સુપર હિટ કોમેડી વેબ સીરિઝ ‘પારસી બાવા કરે ધમાલ’ તથા ૨૫ થી પણ વધુ મ્યુઝિક વિડીયો અને ૧૫ થી પણ વધુ ઓડિયો પોયટ્રીને ચાહકો સુધી પહોંચાડીને આ સંસ્થાએ લિટરેચર અને એન્ટરટેઇનમેન્ટ ને જોડવામાં અનેરી ભૂમિકા ભજવેલી છે. ગત વર્ષે કૃપ લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત ગુજરાતનાં કવિઓ અને લેખકોના પુસ્તકનું પ્રમોશન અને ઓડિયો પોયટ્રીમાં સેવા આપ્યા બાદ કચ્છી મિજાજ સિઝન ૨ અંતર્ગત ચાલી રહેલી આર્થિક સહાય યોજના હેઠળ ચયન પામેલા પુસ્તકોનું નિઃશુલ્ક પ્રમોશન તથા ચયન પામેલી કવિતા ને ઓડિયો પોયટ્રી બનાવવામાં કૃપ પ્રોડક્શન્સ નિઃશુલ્ક સેવા આપશે.
સાહિત્યને ગૂગલ સાથે જોડવા નિઃશુલ્ક સેવા આપશે ઇઝી આઈડી!
‘બધી લિન્ક માટેની એક લિન્ક’ ના સૂત્ર પર કાર્યરત ડિજિટલ બ્રાન્ડિંગની સુવિધા આપતી અમદાવાદની સંસ્થા ઇઝી આઈ ડી સામાન્ય રીતે ફિલ્મ જગત અને સંગીત જગતમાં ડિજિટલ ક્ષેત્રે અધ્યતન સુવિધા આપે છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપવા પણ અગ્રેસર થઈ છે. આ ઉત્સવમાં પુસ્તકોને ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચાડવ માટે ઇઝી આઈ ડી પુસ્તકો અને કવિતાઓ તથા કવિઓ અને લેખકોને ડિજિટલ પેજ બનાવવામાં સહાય કરશે જે ગૂગલ પર રેન્ક કરે છે. કચ્છી મિજાજ માં ઇઝી આઈડી એ કમિટી દ્વારા પસંદગી પામેલ પુસ્તકોને ઇ-બુક સ્વરૂપે નિઃશુલ્ક લોન્ચ કરવામાં પોતાનું યોગદાન આપશે.
ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ પણ ચયન સમિતિમાં!
ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ પણ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓમાં સમ્મિલિત છે. ત્યારે આ ઉત્સવ અંતર્ગત ગુજરાત અને અમેરિકાના અગ્રણીઓએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે “ચયન પામેલા સર્જકો અને સાહિત્ય ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ એવોર્ડ માટે યોગ્યતા પામશે. ચયન સમિતિના ભાગ રૂપે કચ્છના સર્જકો અને સર્જનને ઉત્તમ અવસર આપવાનો અમને આનંદ છે. કચ્છી મિજાજ નિમિત્તે અમારી શુભકામનાઓ સૌ સાથે રહેશે.”
આ કાર્યક્રમને અંતે જી.એલ.સી.સી. કચ્છના લિટરેચર એમ્બેસેડરએ કચ્છી કવિતાઓ રજૂ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દસ દિવસીય ઉત્સવ અંતર્ગત જાહેર થયેલી સહાયની લાભ કચ્છ ના કવિઓ અને લેખકો તેમજ કચ્છી ભાષા માટે સમર્પિત વિશ્વભરના સર્જકો લઈ શકે છે. સહાય મેળવવા ઇચ્છુક વ્યક્તિએ આપેલી લિન્ક પર ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી વિગતો ગુજરાતી પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ ને આપવાનો રહેશે. કૃતિઓના ચયનનું સંપૂર્ણ નિર્ણય સંલગ્ન સંસ્થાઓ દ્વારા લેવામાં આવશે.