ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

ગુરુ પૂર્ણિમા પર્વ પ્રસંગે ‘ગુરુ પૂજા’ સાથે જી.એલ.સી.સી. કચ્છની કમિટીનું થયું ગઠન

હાલમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગ્લોબલ લિટરેચર ઍન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ (જી.એલ.સી.સી. કચ્છ) ના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુ પૂર્ણિમા પર્વ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ તેમની ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ પુસ્તક શ્રેણી માટેના પ્રેરણા સ્તોત્ર એવા મહાભારતના અર્જુનની ગુરુ રૂપે શબ્દો થકી વંદના કરી. તો જી.એલ.સી.સી. કચ્છની કમિટીના સદસ્યોએ તેમના શિક્ષકો અને ગુરુઓ એન. કે. ધોરીયા, કલ્પનાબેન મહેતા, અરૂણાબેન છત્રે, અમૃતભાઈ સ્પંદન, વૈશાલીબેન ભટ્ટ અને જયશ્રીબેન ઠક્કર નું પૂજન કરી અને તેમના આશીર્વાદથી કચ્છની કમિટીનું ગઠન કર્યું.

આ કમિટીમાં પ્રમુખ તરીકે એજ્યુકેશન એમ્બેસેડર ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ, ઉપપ્રમુખ તરીકે હેલ્થ એમ્બેસેડર, આયુર્વેદિક ડૉકટર અને વુમન એન્ડ ચાઈલ્ડ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર, મંત્રી તરીકે એંકરીંગ એમ્બેસેડર અંજલી સેવક તેમજ પ્રોજેકટ કોર્ડીનેટર તરીકે અંકિતાબેન ઠક્કરને નીમવામાં આવ્યા. તો જુનિયર ક્લબમાં વાચા ઠક્કરને મ્યૂઝિક એન્ડ ચેસ એમ્બેસેડર, પર્વ ઠક્કરને લિટરેચર એન્ડ એક્ટિંગ એમ્બેસેડર અને જીની સેવકને કલ્ચર એમ્બેસેડરનું બિરુદ મળ્યું. આ ઉપરાંત શ્રીમદ્ ભગવદ ગીતાના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાર્યરત પર્વ ફ્યૂઝન બેન્ડ કચ્છના ‘ગૂંજે ગીતા એમ્બેસેડર’ તરીકે જાહેર થયું.

GLCC KUTCH COMMITTEE

કાર્યક્રમની શરૂઆતમાં આ બેન્ડના કલાકારો એ ‘મંગલમય સબ કર દેના’ પ્રાર્થના રજૂ કરી. ત્યાર બાદ ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ જી.એલ.સી.સી. કચ્છની કમિટીના સદસ્યોનું અભિવાદન કરતાં કહ્યું કે “સાહિત્ય અને સંસ્કૃતિ થકી માતૃભૂમિની સેવા કરવા માટે કચ્છની ટીમ ગુરુઓના આશીર્વાદ લઈને કર્મપ્રધાન થઈ છે ત્યારે પ્રથમ પચાસ એમ્બેસેડરની ઘોષણા બદલ હાર્દિક શુભકામનાઓ. આપે ચલો રામ બને વર્કશોપ, શ્રીમદ્ ભગવદ્ગીતા વર્કશોપ અને સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા થકી મુલ્યલક્ષી શિક્ષણ માટે જે કાર્ય કર્યું છે તે સરાહનીય છે.” તો કચ્છ માટેનું મિશન અને વિઝન દર્શાવતા પ્રમુખ ડૉ. કૃપેશ એ કહ્યું કે “ગુરુજનો ના આશીર્વાદ મેળવી કાર્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે અમે લોકોએ કલા અને પ્રતિભાને વૈશ્વિક મંચ આપવા માટેના અવસરોથી લઈને સર્જન અને સર્જક ને પણ વિશ્વસ્તરે ઉજાગર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં ગુજરાત કક્ષાએ વિવિધ સંસ્થાઓ તેમજ અમેરિકાની સંસ્થાઓ પણ ભાગીદાર બનશે. આ અવસરનો લાભ સૌ સદસ્યો પોતાના કૌશલ્યો થકી મેળવી શકશે. સ્વ માટે અને સૌ માટે કઈક કરી બતાવવાનો જુસ્સો રાખતા વ્યક્તિઓને જી.એલ.સી.સી માં આવકાર મળતો રહેશે.” વધુમાં ઉપપ્રમુખ ડૉ. પૂજા એ જણાવ્યું કે “જી.એલ.સી.સી. માં જોડાયેલા ડૉક્ટરો પણ સમાજની સેવા કરવા માટે તત્પર છે. તેમના દ્વારા સ્વાસ્થ્ય, મ્યૂઝિક થેરાપી, ગર્ભ સંસ્કાર અને આયુર્વેદ અંગે જાગૃતિ લાવવા અનેકવિધ અભિયાનો શરૂ થયા છે .” કાર્યક્રમના અંતે સૌ એ પ્રસાદ લઈને વિદાય લીધી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા ફિલ્મ, સંગીત, નૃત્ય અને અભિનય ક્ષેત્રે રસ ધરાવતા કલાકારો માટે મ્યૂઝિક વિડિયો પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેમજ અમેરિકાથી સંચાલિત ગુજરાતી મિજાજ વેબ પોર્ટલ માટે લેખિકા અંજલી સેવકનું નામ જાહેર થયું.

GLCC FABULOUS FIFTY AMBASSADORS OF KUTCH