‘પર્વની પાઠશાળા’ કૉલમમાં તહેવારો વિશેની રોચક વાતો લઈ આવ્યા છે બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર
અષાઢી બીજ પર્વ નિમિત્તે બેસ્ટસેલર લેખક ડૉ. કૃપેશ ઠકકર ની ભારતીય તહેવારો વિશેની રોચક જાણકારી આપતી કોલમ ‘પર્વની પાઠશાળા’ વૈશ્વિક સ્તરે ગુજરાતી પોર્ટલ ગુજરાતી મિજાજ પર પ્રકાશિત થઈ છે. એક પછી એક બેસ્ટસેલર પુસ્તકો વાચકોને સુપ્રત કરી સાહિત્ય જગતમાં પુરસ્કૃત સ્થાન પામ્યા બાદ હવે લેખક ડૉ. કૃપેશ તેમની કોલમ ‘પર્વની પાઠશાળા’ થકી આપણી સંસ્કૃતિના બહોળા દૃષ્ટિકોણને સરળ શબ્દોમાં વર્ણવશે. આ કોલમ વિશે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “આપણા તહેવાર એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. સામાન્ય રીતે તહેવારો એ ફક્ત ઉજવવા માટેના ઉત્સવ નથી હોતા પરંતુ માધ્યમ હોય છે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને જાળવી રાખવા તેમજ એક પેઢીથી બીજી પેઢી સુધી વહન કરાવાના. પરંતુ સમય સાથે તેના પાયામાં રહેલા સિદ્ધાંતો અને તેની સાથે સંકળાયેલી કથાઓ ભુલાતી જાય છે. માટે ‘પર્વ ની પાઠશાળા’ થકી એ રસપ્રદ વાતો અને આપણી સાંસ્કૃતિક ધરોહરને સૌ સાથે વહેંચવાનો મને આનંદ છે. આ કોલમને માધ્યમે આપણે દર અઠવાડિયે તહેવારો વિશેની માહિતી મેળવીશું તેમજ એને આધારિત પૌરાણીક કથાઓથી પરિચિત થઈશું.”

લેખક પરિચય: ડૉ. કૃપેશ ઠક્કર
ડૉ. કૃપેશ ઠક્કર ગુજરાતના જાણીતા ગીતકાર, સંગીતકાર, ગાયક, મ્યુઝીક થેરાપીસ્ટ તેમજ લેખક છે. તેના ૧૦૦ જેટલા ગીતો કૃપ મ્યુઝીક દ્વારા વિશ્વભરમાં લોન્ચ થયા છે, જેમાં ગુજરાતી ફિલ્મોના ગીતો, ભક્તિગીતો, દેશભક્તિ ગીતો, પારિવારિક તેમજ લોકગીતોનો સમેવેશ થાય છે. તેમના પુસ્તકો ‘અર્જુન ઉવાચ: The Spiritual Yatra’, ‘અર્જુન ઉવાચ: માં પર્વ’, ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’, ‘અધૂરા પ્રેમની કહાની’ તેમજ ‘ના હુએ જુદા’ વિવિધ દેશોમાં બેસ્ટસેલર બની ખૂબ લોકપ્રિય થયા છે. તેઓ વિશ્વના સૌથી લાંબા સાહિત્ય ઉત્સવ ‘કૃપ લિટરેચર ફેસ્ટીવલ’ નું નેતૃત્વ કરી સાત ભાષાઓની સેવામાં કાર્યરત છે. આ સાથે કચ્છ યુનિવર્સીટીમાં ભગવદગીતા પર કોર્સ પણ ભણાવે છે. આ ઉપરાંત તેઓના સંગીત તેમજ સાહિત્યને લગતા કોર્સ પણ વિવિધ કોલેજોમાં ભણાવવામાં આવે છે.
તેમણે જામનગરથી M.B.B.S. અને અમેરિકાથી Masters in Health Administration (MHA) ની ડીગ્રી મેળવી છે. તેમને ભારતીય તેમજ પાશ્ચાત્ય સંગીતની તાલીમ પણ મેળવી છે. આ ઉપરાંત અમેરિકામાં રિસર્ચ સાયન્ટીસ તરીકે બહોળો અનુભવ મેળવ્યો છે. તેઓ હાલ ગિવ વાચા ફાઉન્ડેશન સંસ્થા અંતર્ગત સ્વાસ્થય, સંસ્કૃતિ તેમજ મહિલા અને બાળકો માટે સેવા કર્યો કરે છે તેમજ કૃપ મ્યુઝીક અંતર્ગત ગુજરાતી ફિલ્મગીતો તેમજ નવા કલાકારોને વિશ્વસ્તરે પહોંચાડે છે. તેઓ ‘ગૂંજે ગીતા’ અને ‘ગ્લોબલ ક્લબફૂટ અવરનેસ પર્વ’ જેવા અભિયાનોનું વિવિધ દેશોમાં નેતૃત્વ કરી રહ્યા છે તેમજ આ કાર્યોના અમ્બેસેડર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ કચ્છમાં માતૃભૂમિનું ઋણ ચુકવવા ‘હિલ કચ્છ’ સ્વાસ્થ્ય અભિયાન ચલાવે છે અને તબીબ તરીકે સેવા પણ આપે છે.