ગુજરાતી મિજાજ વિશેષ

ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા મીનાક્ષી સોની ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા માંડવી કચ્છના લેખિકા મીનાક્ષી સોની ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વોકેશનલ કોર્સના ઓરીએન્ટેશન સેમિનારમાં કચ્છના વિવિધ શહેરો માંથી વિદ્યાર્થીઓ જોડાયા.  

કચ્છ યુનિવર્સિટીએ ગિવ વાચા ફાઉન્ડેશનના વિવિધ કૌશલ્ય વર્ધક વોકેશનલ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યારે પૂર્વ તૈયારી રૂપે સમગ્ર કચ્છમાં થયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિવિધ શહેરોમાંથી ગૃહિણીઓ અને વડીલો એ પણ બહોળી સંખ્યામાં નામ નોંધાવ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

ગુરુ પૂર્ણિમા પર્વ પ્રસંગે ‘ગુરુ પૂજા’ સાથે જી.એલ.સી.સી. કચ્છની કમિટીનું થયું ગઠન

ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગ્લોબલ લિટરેચર ઍન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ (જી.એલ.સી.સી. કચ્છ) ના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુ પૂર્ણિમા પર્વ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ તેમની ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ પુસ્તક શ્રેણી માટેના પ્રેરણા સ્તોત્ર એવા મહાભારતના અર્જુનની ગુરુ રૂપે શબ્દો થકી વંદના કરી.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

‘કચ્છી યુવા કવિ સંમેલન’ માં કવિઓએ કરી શબ્દોથી ‘ગુરુવંદના’

કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’નું અંજાર ખાતે આયોજન થયું. આ અવસરે સંયોજક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ અકાદમી પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરી શબ્દવંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી.

Read More
સાહિત્યગુજરાતી મિજાજ વિશેષ

‘હુંકાર કર’ કૉલમ થકી નારી સંવેદનાની પ્રેરણાત્મક વાર્તાઓ લઈને આવી રહ્યા છે લેખિકા અંજલી સેવક!

‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નિમિત્તે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા કચ્છના લેખિકા અંજલી સેવકની નારી ચેતના અને નારી

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગુરુ પૂર્ણિમાની મહિમા અને કથા | ગુરુ નું મહત્વ | પર્વ ની પાઠશાળા

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહાજ્ઞાની વ્યાસજી એ વેદોની રચના કરી એટલે તેમને ‘વેદ વ્યાસ’ તરીકે ગુરુઓના ગુરુ માનવામાં આવે છે. માટે ‘ગુરુ પૂર્ણિમા’ ના દિવસને લોકો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતપોતાના ગુરુની પૂજા કરી ઉજવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આજે જાણીશું, કે ગુરુ પૂર્ણિમા ઉજવવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ શાથી છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પુણ્યશાળી અને કલ્યાણકારી મનાય છે. ગુરુ પૂર્ણિમા એ દરેક આસ્તિકો અને ભક્તજનો માટે ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે.

Read More
કૉલમકૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગૌરી વ્રતનો મહિમા | માતા ગૌરીની કથા | પર્વની પાઠશાળા

માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે. અષાઢ સુદ અગિયારસ અર્થાત ‘દેવશયની’ એકાદશીથી શરૂ થતો આ વ્રત પૂર્ણિમા સુધી પાંચ દિવસનો હોય છે. જે દરમિયાન માતા ગૌરી અને મહાદેવની પૂજા થાય છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું આ વ્રત વિશેની રોચક વાતો અને દેવી ગૌરીની કથા! ગૌરી વ્રત કે મોળાકાત કરવાથી કુંવારી કન્યાઓને મનોવાંછિત જીવનસાથી મળે છે, તો પરિણીત મહિલાઓને સુખી અને સમૃદ્ધ ગૃહસ્થ જીવન મળે છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

કચ્છીમાં ગીતા જ્ઞાન પીરસતા અર્જુન એ વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી અનોખી ઓળખ!

કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત જાણીએ એક એવી કચ્છી પુસ્તક વિશે કે જેણે વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી નવી ઓળખ.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – પપ્પા મારા સુપરમેન | કલમ ગુજરાતની

“પપ્પા મારા સુપરમેન” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે પુત્ર દ્વારા પિતા પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત પિતાને “સુપરમેન” તરીકે ઉજાગર કરે છે અને તેના અનન્ય પ્રેમ, કાળજી અને ઉદારતાની પ્રશંસા કરે છે.

Read More
કૉલમ: કલમ ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષમનોરંજનસાહિત્ય

Song of the day – લાડલી બેની | કલમ ગુજરાતની

“લાડલી બેની” ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા લખવામાં આવેલું એક ગુજરાતી ગીત છે, જે ભાઈ દ્વારા બહેન પ્રત્યેના અનન્ય પ્રેમને વ્યક્ત કરે છે. આ ગીત બહેનની યાદ આવવાની અનુભૂતિને અને તેના સાથેના સુખ-દુઃખના સંસ્મરણોને પ્રતિબિંબિત કરે છે. ગીતમાં ભાઈ બહેનને “લાડલી બેની” તરીકે સંબોધે છે અને કહે છે કે તેની આંખો તેને જોવા તરસે છે.

Read More