કૉલમ: પર્વની પાઠશાળાધર્મ/અધ્યાત્મસાહિત્ય

રક્ષાબંધન ક્યારે છે? | રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત | શા માટે ઉજવાય છે રક્ષાબંધન? | પર્વ ની પાઠશાળા

વિશ્વભરમાં વસતા હિન્દુઓને એક તાંતણે બાંધી રાખતો પર્વ એટલે ‘રક્ષાબંધન’. શ્રાવણ માસની પૂર્ણિમા એ ઉજવાતો આ પર્વ ‘રાખડી પૂનમ’ અને ‘રાખી તહેવાર’ નામે પણ ઓળખાય છે. એક ભાઈ અને બહેનના વિશિષ્ટ પ્રેમના પ્રતિક એવો આ તહેવાર પૌરાણિક કાળથી ઉજવાતો આવે છે. દેવોના રાજા ઇન્દ્ર અને ઇંદ્રાણી હોય કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદી! કાચા દોરા સાથે અતૂટ રક્ષાનું વચન પાળવાની એ પ્રથા આજે પણ અકબંધ છે. રક્ષાની એ દોરીએ ઇન્દ્રને યુદ્ધમાં વિજય અપાવી તો દ્રૌપદીના સન્માનની રક્ષા પણ કરી.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ નો કચ્છ ખાતે થયો આરંભ

વિશ્વના સૌથી લાંબા ચૌદ દિવસીય ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ ની બીજી આવૃત્તિનો શુભારંભ ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, કૃપ પબ્લિશિંગ, ઇઝી આઈ ડી તેમજ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) દ્વારા ભુજના ‘ક્રિએટિવ કોન્સેપ્ટ કોચિંગ સેન્ટર’ ખાતે થયો. આ ઉત્સવ 11 ઓગસ્ટથી શરૂ થઈ 24 ઓગસ્ટ ગુજરાતી ભાષા દિવસ સુધી ઉજવાય છે. આ પ્રસંગે ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર, લેખિકા અને ફિલ્મ નિર્માતા ડૉ. પૂજા ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો પર્વ ઠક્કર અને વાચા ઠક્કર તેમજ જી.એલ.સી.સી. ભુજના પ્રમુખ પુરસ્કૃત લેખિકા અરુણાબેન ઠક્કર સાથે પ્રોજેક્ટ કોર્ડીનેટર અંકિતબેન ઠક્કર અને બિંદીબેન ઠક્કર એ ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે આ પર્વનું શુભારંભ કર્યું.

Read More
કૉલમ: પર્વની પાઠશાળા

નાગ પંચમી નું મહત્વ | નાગ પૂજા | નાગ પાંચમ ની વાર્તા | નાગ પંચમી કઈ તારીખે છે?

પાવન શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની પાંચમ એટલે ‘નાગ પંચમી’. હિંદુ સંસ્કૃતિમાં નાગ પાંચમ પ્રમુખ તહેવારોમાંથી એક છે. કારણકે તેનું પૌરાણિક મહત્વ તો છે જ! પરંતુ ભારત દેશ કૃષિ પ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કારોમાં પ્રકૃતિ સાથે મનુષ્યોનું વિશેષ જોડાણ હોવાથી નાગ પાંચમ ઉજવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. વસ્તુતઃ નાગ એટલે સર્પો, એ ક્ષેત્ર એટલે કે ખેતર ની ઉંદરો અને અન્ય જીવ જંતુઓ થી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રપાળ કહેવામાં આવે છે. આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ખેતરપાળ ની નાની દેરી જોવા મળે જ. જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે. સનાતન ધર્મમાં નાગો નું વિશિષ્ટ સ્થાન રહ્યું જ છે, એક તરફ મહાદેવના કંઠ પર તો બીજી તરફ ભગવાન વિષ્ણુ ની શેષ શૈયા! રામાયણમાં ભાઈ લક્ષ્મણ અને મહાભારતમાં ભાઈ બલરામ ને શેષનાગ ના જ અવતાર કહ્યા છે.

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

શ્રાવણ માસની મહિમા, મહત્વ અને કથા | શ્રાવણ સોમવાર વિશેષ | પર્વની પાઠશાળા

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા મીનાક્ષી સોની ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા માંડવી કચ્છના લેખિકા મીનાક્ષી સોની ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

વોકેશનલ કોર્સના ઓરીએન્ટેશન સેમિનારમાં કચ્છના વિવિધ શહેરો માંથી વિદ્યાર્થીઓ જોડાયા.  

કચ્છ યુનિવર્સિટીએ ગિવ વાચા ફાઉન્ડેશનના વિવિધ કૌશલ્ય વર્ધક વોકેશનલ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ત્યારે પૂર્વ તૈયારી રૂપે સમગ્ર કચ્છમાં થયેલા સર્વેમાં ચોંકાવનારું પરિણામ મળ્યું. કોલેજના વિદ્યાર્થીઓ સાથે વિવિધ શહેરોમાંથી ગૃહિણીઓ અને વડીલો એ પણ બહોળી સંખ્યામાં નામ નોંધાવ્યા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

ગુરુ પૂર્ણિમા પર્વ પ્રસંગે ‘ગુરુ પૂજા’ સાથે જી.એલ.સી.સી. કચ્છની કમિટીનું થયું ગઠન

ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગ્લોબલ લિટરેચર ઍન્ડ કલ્ચરલ ક્લબ કચ્છ (જી.એલ.સી.સી. કચ્છ) ના સંયુક્ત ઉપક્રમે ‘ગુરુ પૂર્ણિમા પર્વ’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ તેમની ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ પુસ્તક શ્રેણી માટેના પ્રેરણા સ્તોત્ર એવા મહાભારતના અર્જુનની ગુરુ રૂપે શબ્દો થકી વંદના કરી.

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

‘કચ્છી યુવા કવિ સંમેલન’ માં કવિઓએ કરી શબ્દોથી ‘ગુરુવંદના’

કચ્છી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’નું અંજાર ખાતે આયોજન થયું. આ અવસરે સંયોજક અને સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ અકાદમી પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરી શબ્દવંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી.

Read More
સાહિત્યગુજરાતી મિજાજ વિશેષ

‘હુંકાર કર’ કૉલમ થકી નારી સંવેદનાની પ્રેરણાત્મક વાર્તાઓ લઈને આવી રહ્યા છે લેખિકા અંજલી સેવક!

‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નિમિત્તે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા કચ્છના લેખિકા અંજલી સેવકની નારી ચેતના અને નારી

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

ગુરુ પૂર્ણિમાની મહિમા અને કથા | ગુરુ નું મહત્વ | પર્વ ની પાઠશાળા

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહાજ્ઞાની વ્યાસજી એ વેદોની રચના કરી એટલે તેમને ‘વેદ વ્યાસ’ તરીકે ગુરુઓના ગુરુ માનવામાં આવે છે. માટે ‘ગુરુ પૂર્ણિમા’ ના દિવસને લોકો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતપોતાના ગુરુની પૂજા કરી ઉજવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આજે જાણીશું, કે ગુરુ પૂર્ણિમા ઉજવવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ શાથી છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પુણ્યશાળી અને કલ્યાણકારી મનાય છે. ગુરુ પૂર્ણિમા એ દરેક આસ્તિકો અને ભક્તજનો માટે ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે.

Read More