કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશન લાવી રહ્યા છે ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’
કચ્છી ભાષાની વંદના કરવા અને કચ્છના ગૌરવવંતા કવિઓની સરાહના કરવા કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશન લાવી રહ્યા છે ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’. જેમાં હશે કચ્છી કવિતાઓ તેમજ કચ્છી કવિઓની અનેરી રચનાઓનો વણથંભ્યો વરસાદ! ‘કચ્છી યુવા કવિ સંમેલન’ ના પ્રથમ સિઝનની ભવ્ય સફળતા બાદ ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’ ટૂંક સમયમાં જ યોજાશે. આ પ્રસંગે ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ સૌને આવકારતા કહ્યું કે “ભાષા અને સાહિત્યની વંદના કરવા માટે કચ્છીના કવિઓ અને સાહિત્યકારો તથા સાહિત્યપ્રેમી વર્ગને આ કચ્છી યુવા કવિ સંમેલન’ માં ભાવભર્યું આમંત્રણ છે.” તો ટ્રસ્ટી ગીતકાર, સંગીતકાર, ફિલ્મ નિર્માતા અને લેખક ડૉ. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે “આજની પેઢીને કચ્છી ભાષા અને કચ્છી સાહિત્ય તરફ વળવાની પ્રેરણા મળે તથા ઊભરતાં સર્જકોને પણ ઉત્તમ મંચ આપવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.” અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વિશ્વના સૌથી કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ અંતર્ગત પ્રથમ સિઝનનું સફળ આયોજન થયું ત્યારે આ વર્ષે પણ ‘કચ્છી મિજાજ’ ના ભાગ રૂપે સિઝન ૨ નું આયોજન કરવામાં આવ્યું છે.