કચ્છીમાં ગીતા જ્ઞાન પીરસતા અર્જુન એ વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી અનોખી ઓળખ!
કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત જાણીએ એક એવી કચ્છી પુસ્તક વિશે કે જેણે વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી નવી ઓળખ. આ વાત છે શ્રીમદ્ ભગવદ ગીતાના જ્ઞાનને વ્યાવહારિક જીવનમાં અનુસરવા અને અંતરમન રૂપી અર્જુન સાથે સંવાદ કરવાની અનેરી શૈલી રજૂ કરતી ગીતકાર, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કરની કચ્છી પુસ્તક “અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ ની! કે જેમાં અર્જુનની કચ્છી ભાષામાં ગીતાના જ્ઞાન સરળ અભિવ્યક્તિ વાચકોને વિસ્મય અપાવે છે.

‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ પુસ્તક બની વિવિધ દેશોમાં બેસ્ટ સેલર
શ્રીમદ્ ભગવદ ગીતા આધારિત આ કચ્છી નવલકથાને દેશ-વિદેશથી ચાહકોનો બહોળો પ્રતિસાદ મળતા તે કૃપ પબ્લિશિંગ માધ્યમે ડિજિટલી પ્રકાશિત થયાના એક જ મહિનામાં ભારત અને અમેરીકા સહિત વિવિધ દેશમાં વિભિન્ન કેટેગરી અંતર્ગત બેસ્ટ સેલર બની. ઇબુક માધ્યમે અનેક લોકો સુધી પહોંચ્યા બાદ ગૂગલ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવનાર આ કચ્છી પુસ્તકને વાચક વર્ગ એ ગૂગલ પર અઢળક રિવ્યુ આપી સરાહના કરી છે.

“.. ને આમ તે બની બેસ્ટ સેલર!” – ડૉ. કૃપેશ
કચ્છી સાહિત્ય ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો સર કર્યા બાદ લેખક ડૉ. કૃપેશ દ્વારા ‘જીવન મેં ગૂંજે ગીતા’ સીરિઝ અંતર્ગત ટૂંક સમયમાં આ પુસ્તકની કચ્છી ઓડિયો બુક વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે. કઈ રીતે એક કચ્છી પુસ્તક ઇબુક સ્વરૂપે વૈશ્વિક સ્તરે પ્રકાશિત થઈ અને બેસ્ટ સેલર બની એ વિશે વાત કરતાં લેખક ડૉ. કૃપેશ એ ઇંટરવ્યૂમાં જણાવ્યું કે “કચ્છી ભાષા અને સાહિત્ય કચ્છથી બહાર પૂરા વિશ્વમાં વસતા કચ્છી ભાઈ-બહેનો સુધી પહોંચે એ ઉદેશ્યથી ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ ને કચ્છી ઇબુક તરીકે લોન્ચ કરવામાં આવી. જેથી ભારત અને અન્ય દેશોમાં વસતા ગુજરાતી અને કચ્છી વાચકો માટે કચ્છી સાહિત્ય સુલભ થયું. પરિણામે લોકોએ ઉત્સાહભેર ખરીદી અને મિત્રવર્તુળમાં શેર કરી. આમ વધુ વેંચાણને પરિણામે તે બેસ્ટ સેલર બની.”



વિશ્વભરમાં ગુજરાતીઓ સુધી પહોંચવું એક પડકાર છે!
પ્રકાશન સંસ્થા કૃપ પબ્લિશિંગના પ્રતિનિધિએ કહ્યું કે “કચ્છી સાહિત્યને વિવિધ દેશોમાં વસતા કચ્છી અને ગુજરાતી સમાજ સુધી પહોંચાડવું એ પડકાર રૂપ હતું. પરંતુ ઈઝી આઈડી સંસ્થા થકી અધ્યતન ટેકનોલોજીની સહાયથી સમાધાન મળ્યું. આ ઉપરાંત ‘ગુજરાતી મિજાજ’ થકી પણ આ પુસ્તક વૈશ્વિક સ્તરે વાચક વર્ગ સુધી પહોંચ્યું. જેના સફળ પરિણામો મળ્યા. આવી જ રીતે કચ્છી અને ગુજરાતી સાહિત્યના પ્રચાર માટે અમે આગળ પણ પ્રયત્ન કરતાં રહીશું.” કૃપ પબ્લિશિંગ અંતર્ગત પ્રકાશિત થયેલા અન્ય કેટલાક પુસ્તકો પણ બેસ્ટ સેલર બન્યા છે. ત્યારે ભાષા અને સાહિત્યની સેવા કરવા માટે સંસ્થા એ ‘પુસ્તક પ્રકાશન સહાય યોજના’ હેઠળ કચ્છી અને ગુજરાતી લેખકો ને મદદ કરવા અગ્રેસર થઈ છે.
પાઠ્યપુસ્તકના ભાગ રૂપે આજની પેઢી આ પુસ્તક વાંચે એ જ સમયની માંગ છે
આ પુસ્તકની ગુજરાતી આવૃતિ ‘અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુલ યાત્રા’ નું ‘વર્લ્ડ પોયટ્રી ડે પર્વ’ અંતર્ગત પુસ્તક વિમોચન થયું હતું. જેમાં કચ્છના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદે, જાણીતા સાહિત્યકારો ડૉ. કાંતિ ગોર, શ્રી મદનકુમાર અંજારીઆ, ડૉ. રમેશ ભટ્ટ, શ્રી જયંતી જોશી અને શ્રી પબુ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી શંકરભાઈ કહ્યું હતું કે “અર્જુન ઉવાચ પુસ્તકનું વિવિધ ભાષાઓમાં અનુવાદ થવું જોઈએ. પાઠ્યપુસ્તકના ભાગ રૂપે આજની પેઢી આ પુસ્તક વાંચે એ જ સમયની માંગ છે.”

ત્યારે તેમના વચનો અનુસરતા લેખકે ‘અર્જુન ઉવાચ’ પુસ્તકને ગુજરાતી, કચ્છી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સુલભ કરેલી. આ પુસ્તક પણ ભારત, અમેરીકા, કેનેડા સહિત વિવિધ દેશોમાં બેસ્ટ સેલર રહી. એ પછી ‘ભગવદ ગીતા ફોર લાઈફ’ બુક સીરિઝ અંતર્ગત લેખક ડૉ. કૃપેશના અન્ય પુસ્તકો ‘અર્જુન ઉવાચ: મા પર્વ’, ‘અર્જુન ઉવાચ: ચલો રામ બને’, ‘અર્જુન ઉવાચ: નાનકડા પગલા ભરે હરનફાડ’ તેમજ ‘ધ લવ ગાથા’ પુસ્તક શ્રેણી અંતર્ગત ‘અધૂરા પ્રેમની કહાની’ અને ‘ના હુએ જુદા’ નવલકથાઓ પણ પ્રકાશિત થઈ છે.




અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કચ્છી યુનિવર્સિટી દ્વારા માન્યતા પામેલા ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત વિવિધ કૌશલ્ય વર્ધક કોર્સ હેઠળ વિદ્યાર્થીઓ આ પુસ્તક માંથી શ્રીમદ્ ભગવદ ગીતાના જ્ઞાનને વ્યાવહારિક જીવનમાં અનુસરવાની તાલીમ મેળવશે.
