ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા મીનાક્ષી સોની ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા માંડવી કચ્છના લેખિકા મીનાક્ષી સોની ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે. તેઓ પોતાની કલમ થકી ‘કચ્છ દર્શન’ કૉલમ અંતર્ગત કચ્છના ઐતિહાસિક, ધાર્મિક અને રમણીય સ્થળો વિષેની માહિતી અને રોચક વાતો કરશે. આ કૉલમ માં એ સ્થળોનું મહત્વ તેમજ તેમના અસ્તિત્વ સાથે જોડાયેલી કથાઓ અને કિસ્સાઓ પણ જોવા મળશે. આ પ્રસંગે ગુજરાતી મિજાજની ચયન કમિટીના પ્રતિનિધિએ જણાવ્યું કે “ધન્ય ધરા ગુજરાતની કૉલમ થકી અમે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો સુધી શબ્દોને મારફતે ગુજરાતની માટી ની મહેક પહોંચાડીશું. ઘર બેઠા જ તેઓ ગુજરાતની ગરિમા સમાન સ્થળો વિષે જાણીને વાંચન થકી વિહાર કરી શકે એ ઉદેશ્યથી આ કૉલમ પ્રકાશિત કરીએ છીએ. આ કૉલમમાં વિવિધ લેખકો સાથે મળીને ગુજરાતની ધરોહરની વંદના કરશે. આ શબ્દ યાત્રામાં મૂળ માંડવી કચ્છના લેખિકા મીનાક્ષી સોની ને અમે આવકારીએ છીએ. તેમની કલમ સાથે વાચકોને કચ્છ દર્શન કરવાનો અનેરો લ્હાવો મળશે.”

DHANYA DHARA GUJARAT NI COLUMN BY MINAXI SONI

લેખિકા મીનાક્ષી સોની

લેખિકા અને કવિયત્રી મીનાક્ષી સોની ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ-માંડવી ના પ્રોજેક્ટ કોર્ડીનેટર છે. તેઓ ‘જયંત જ્યોત’ ગ્રુપ થકી વર્ષોથી સાહિત્ય અને સંસ્કૃતિની સેવા કરે છે. તેમણે ‘મા પર્વ: મધર્સ ડે, ઇન્ડિયન વે’ ૨૦૨૩ માં વિશેષ કવિ સંમેલનનું આયોજન કર્યું હતું. તેમની રચના વિશ્વના સૌથી લાંબા લિટરેચર ફેસ્ટિવલ ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ અંતર્ગત પ્રકાશિત થયેલ છે.


ગુજરાતી મિજાજ વેબ પોર્ટલ કૉલમ અરજી ફોર્મ


વધુ વાંચો