આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

વૈશ્વિક સ્તરે ભાષા અને સાહિત્ય થકી સેવા કરવા અમેરિકાથી સંચાલિત વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર લેખકો અને સાહિત્યકારો કલમ થકી સેવા કરી રહ્યા છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી એ સતત દસ વર્ષથી સ્વાસ્થ્ય, સંગીત અને સમાજ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સમર્પિત આયુર્વેદ તબીબ, ગર્ભ સંસ્કાર ટ્રેનર, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર ને ‘આયુર્વેદની અટારી‘ કૉલમ થકી જન સામાન્યને સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદિક ઉપચાર અંગે માહિતગાર કરવા આવકાર્યા છે. આ પ્રસંગે કમિટીના અધ્યક્ષ એ કહ્યું કે ‘વર્ષ 2014 થી ગિવ વાચા ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પૂજા એ ગુજરાતના વિવિધ શહેરોમાં 150 થી પણ વધુ વર્કશોપ અને સેમિનાર મારફતે સેવા કરેલ છે તો વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા વિવિધ અભિયાનો થકી પણ જનજાગૃતિ ફેલાવવા તેઓ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતી મિજાજ માધ્યમે કલમ થકી સેવા કરવા માટે એમને આવકારીએ છીએ. ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી લોકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદના ઉપચાર સાથે પરિચિત થઈ શકે એ જ અમારો ઉદેશ્ય છે.” તો ડૉ. પૂજા એ કહ્યું કે “વ્યક્તિની અસ્વસ્થતા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ જવાબદાર હોય છે. એ સમસ્યાઓ સરળ હોય કે જટિલ, આયુર્વેદમાં દરેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે સચોટ અને કાર્યરત ઉપાય છે જ! જેનાથી લોકો સામાન્યતઃ અજાણ હોય છે. એવામાં ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જનજાગૃતિ કેળવવાનો મને આનંદ છે. આ ઉમદા વિચાર માટે ‘ગુજરાતી મિજાજ’ ની સમગ્ર ટીમનો હું અભિવાદન કરું છું.”

AYURVED NI ATARI COLUMN BY DR. POOJA THACKER

આ પણ વાંચો: વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા

લેખિકા અને આયુર્વેદ તબીબ ડૉ. પૂજા ઠક્કર

લેખિકા તરીકે ડૉ. પૂજા ઠક્કર નું પુસ્તક ‘ઘરેલુ આયુર્વેદિક ઉપચાર’ વિશ્વના સૌથી લાંબા સાહિત્ય ઉત્સવ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ’ અંતર્ગત કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશિત થયું છે. આયુર્વેદ તબીબ, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઇલ્ડ કાઉન્સેલર તરીકે તેમણે ગુજરાત અને કચ્છના વિવિધ શહેરો, ગામડાઓ, સંસ્થાઓ, અનાથાશ્રમ તેમજ વૃદ્ધાશ્રમ ખાતે 150 થી પણ વધુ હેલ્થ કેમ્પ, વર્કશોપ અને સેમિનારમાં સેવા આપેલી છે. ગિવ વાચા ફાઉન્ડેશન ના કોમ્યુનિટી હેલ્થ ડાયરેક્ટર તરીકે તેઓ 50 થી પણ વધુ પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. હાલમાં જ તેમના દ્વારા નિર્માણ પામેલા વિવિધ કૌશલ્ય વર્ધક સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કચ્છ યુનિવર્સિટી દ્વારા મંજૂર થયા છે. તેઓ પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને આયુર્વેદ અને મ્યુઝિક થેરાપીની તાલીમ આપે છે. આ ઉપરાંત તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ – કચ્છ ના ઉપપ્રમુખ અને હેલ્થ એમ્બેસેડર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

વધુ વાંચો: આરાધ્યા | Child Abuse Awareness Story | હુંકાર કર