ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

કચ્છના રમણીય સ્થળોની વાતો કરશે લેખિકા અરુણા ઠક્કર ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમમાં

‘ગુજરાતી મિજાજ’ દ્વારા વિશ્વભરના કચ્છી અને ગુજરાતી લેખકોને કલમ થકી વૈશ્વિક સ્તરે ભાષાની સેવા કરવા માટે અવસર મળી રહ્યો છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી દ્વારા ભુજ કચ્છના લેખિકા અરુણા ઠક્કર ની પસંદગી ‘ધન્ય ધરા ગુજરાતની’ કૉલમ માટે કરવામાં આવી છે. તેઓ પોતાની કલમ થકી ‘કચ્છ દર્શન’ કૉલમ અંતર્ગત કચ્છના ઐતિહાસિક, ધાર્મિક અને રમણીય સ્થળો વિષેની માહિતી અને રોચક વાતો કરશે. આ કૉલમ માં એ સ્થળોનું મહત્વ તેમજ તેમના અસ્તિત્વ સાથે જોડાયેલી કથાઓ અને કિસ્સાઓ પણ જોવા મળશે. આ પ્રસંગે ગુજરાતી મિજાજની ચયન કમિટીના પ્રતિનિધિએ જણાવ્યું કે “ધન્ય ધરા ગુજરાતની કૉલમ થકી અમે વિશ્વભરમાં વસતા ગુજરાતી લોકો સુધી શબ્દોને મારફતે ગુજરાતની માટીની મહેક પહોંચાડીશું. ઘર બેઠા જ તેઓ ગુજરાતની ગરિમા સમાન સ્થળો વિષે જાણીને વાંચન થકી વિહાર કરી શકે એ ઉદેશ્યથી આ કૉલમ પ્રકાશિત કરીએ છીએ. આ કૉલમમાં વિવિધ લેખકો સાથે મળીને ગુજરાતની ધરોહરની વંદના કરશે. આ શબ્દ યાત્રામાં ભુજ કચ્છના લેખિકા અરુણાબહેન ઠક્કરને અમે આવકારીએ છીએ. તેમની કલમ સાથે વાચકોને કચ્છ દર્શન કરવાનો અનેરો લ્હાવો મળશે.”

DHANYA DHARA GUJARAT NI COLUMN BY ARUNA THACKER

આ પણ વાંચો: સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

લેખિકા અરુણા ઠક્કર

કચ્છના જાણીતા લેખિકા અને કવિયત્રી અરુણા ઠક્કર વર્ષોથી સાહિત્ય ક્ષેત્રે કચ્છી, ગુજરાતી અને હિન્દી ભાષાની સેવા કરી રહ્યા છે. તેમના અઢળક પુસ્તકો પ્રકાશિત થયા છે. વિશ્વના સૌથી લાંબા લિટરેચર ફેસ્ટિવલ ‘કૃપ લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત તેમનું ‘અય ઝીંદગી‘ પુસ્તક પ્રકાશિત થયું તો ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ અંતર્ગત ‘લટઈ‘ કચ્છી ઈ-બુક નું કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રકાશન થયું. તેઓ ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ ભુજ ના પ્રમુખ પદે વિવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરે છે. તેમણે ગિવ વાચા ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત ‘કચ્છી યુવા કવિ સંમેલન’ ની પ્રથમ અને દ્વિતીય આવૃતિમાં કચ્છી કવિતાઓ પ્રસ્તુત કરીને ભાષાની સેવા કરી છે. આ ઉપરાંત તેમના વિવિધ પુસ્તકોને ‘શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક’ અને ‘તરામતી વિશનજી ગાલા’ પુરસ્કાર પણ મળ્યા છે.


ગુજરાતી મિજાજ વેબ પોર્ટલ કૉલમ અરજી ફોર્મ


વધુ વાંચો