કચ્છીમાં ગીતા જ્ઞાન પીરસતા અર્જુન એ વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી અનોખી ઓળખ!
કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત જાણીએ એક એવી કચ્છી પુસ્તક વિશે કે જેણે વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી નવી ઓળખ.
Read Moreઆપણો મિજાજ, ગુજરાતી મિજાજ

ડૉ. કૃપેશ ઠક્કર ભારતીય ગાયક, ગીતકાર, સંગીતકાર, દિગ્દર્શક, મ્યૂઝિક થેરાપીસ્ટ અને બેસ્ટ સેલિંગ લેખક છે. તેઓ કૃપ મ્યુઝિક, કૃપ પ્રોડક્શન્સ, કૃપ ફિલ્મ્સ, કૃપ પબ્લિશિંગ અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંસ્થાપક છે.
તેમના કાર્ય દ્વારા અસંખ્ય વ્યક્તિઓના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડતા, લાઈફ કોચ તરીકે તેમની વ્યાપક પ્રશંસા અને સિદ્ધિઓ છે. તેઓ પર્વ ફ્યુઝન બેન્ડના ગિટારિસ્ટ અને લીડ વોકલિસ્ટ પણ છે. તેઓ સુર ગુજરાત કે, સુર હિન્દુસ્તાન કે, ધ મેજિકલ મ્યુઝિશિયન, નચ લે અને ધ ગ્લોબલ ગુજરાત શોના મેન્ટર અને જજ પણ છે.
તેઓ ભારત અને ગુજરાતના સૌથી સર્વશ્રેષ્ઠ મ્યુઝિક થેરાપીસ્ટ તરીકે પણ જાણીતા છે. લેખક તરીકે, ડૉ. કૃપેશે બેસ્ટ સેલર નવલકથા શ્રેણી “ભગવદ ગીતા ફોર લાઈફ”, “જીવન મેં ગૂંજે ગીતા” તેમજ “ધ લવ ગાથા” લખી છે. તેમના જાણીતા પુસ્તકો અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા, અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા, અર્જુન ઉવાચ: મા પર્વ, ક્યા છે કાનો?: લીરીક્સ બુક તેમજ અધુરા પ્રેમની કહાની છે. તેમના પુસ્તકો કૃપ પબ્લિશિંગ દ્વારા વિશ્વભરમાં પ્રકાશિત થાય છે.
ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે, તેઓ વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા સાહિત્ય ઉત્સવ “કૃપ લિટરેચર ફેસ્ટિવલ”નું નેતૃત્વ કરી રહ્યા છે.
કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત જાણીએ એક એવી કચ્છી પુસ્તક વિશે કે જેણે વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી નવી ઓળખ.
Read Moreકચ્છી ભાષાની વંદના કરવા અને કચ્છના ગૌરવવંતા કવિઓની સરાહના કરવા કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશન લાવી રહ્યા છે ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’. જેમાં હશે કચ્છી કવિતાઓ તેમજ કચ્છી કવિઓની અનેરી રચનાઓનો વણથંભ્યો વરસાદ! ‘કચ્છી યુવા કવિ સંમેલન’ ના પ્રથમ સિઝનની ભવ્ય સફળતા બાદ ‘કચ્છી યુવા કવિ સંમેલન સિઝન ૨’ ટૂંક સમયમાં જ યોજાશે.
Read Moreગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ગુજરાતી મિજાજ, કૃપ પબ્લિશિંગ તથા ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) ના સંયુક્ત ઉપક્રમે ઉજવાઇ રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય સંગીત પર્વ “કચ્છી મિજાજ” અંતર્ગત વીરા પંચાયત પ્રાથમિક શાળા, અંજાર ખાતે ‘સનાતન સંસ્કાર સિંચન પરીક્ષા’ નું આયોજન થયું. જેનો ૧૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ લાભ લીધો.
Read Moreઅષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી! કે જેનો મહિમા વેદો અને પુરાણો એ અપાર કહ્યો છે. આ એકાદશીનું મહત્વ સૌ પ્રથમ ભગવાન બ્રહ્મા એ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું. આ એકાદશીથી ચાતુર્ એટલે ચાર અને માસ એટલે મહિના, આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે. અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે, જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશી પાતાળલોકમાં રહે છે.
Read Moreકચ્છ યુનિ. ના બોર્ડ ઓફ મેનેજમેન્ટ એ ગિવ વાચા ફાઉન્ડેશન સંચાલિત કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક ના વિવિધ કોર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં ડિપ્લોમા ઇન ફિલ્મ મેકિંગ, ડિપ્લોમા ઇન મ્યુઝિક પ્રોડક્શન ટેક્નિકસ, ડિપ્લોમા ઇન એન્ટરટેઇનમેન્ટ (ફિલ્મ, ટીવી, મીડિયા, રેડિયો), ડિપ્લોમા ઇન મ્યુઝિક (ગિટાર), ડિપ્લોમા ઇન મ્યુઝિક (કીબોર્ડ), ડિપ્લોમા ઇન વોકલ પરફોર્મન્સ, ડિપ્લોમા ઇન બુક રાઇટિંગ, તેમજ ભગવદ્ ગીતા ફોર બિઝનેસ મેનેજમેન્ટ, ભક્તિયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ, કર્મયોગ ફોર લાઈફ મેનેજમેન્ટ અને જ્ઞાનયોગ ફોર લાઈફ મેનજમેન્ટ તથા સોશિયલ મીડિયા ફોર બિઝનેસ તેમજ મ્યુઝિક થેરપીના કોર્સનો સમાવેશ થાય છે. આ તમામ કોર્સ છ માસ તેમજ એક વર્ષની અવધિના છે.
Read Moreહાલમાં અષાઢી બીજ નિમિત્તે ચાલી રહેલા દસ દિવસીય કચ્છી સાહિત્ય અને સંગીત પર્વ ‘કચ્છી મિજાજ’ અંતર્ગત ધ કૃપ યુનિવર્સ ખાતે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને કૃપ પબ્લિશિંગ દ્વારા સાહિત્ય સંવર્ધન કાર્યક્રમનું આયોજન થયું. આ પ્રસંગે અતિથિ વિશેષ રૂપે અમેરિકાથી ગુજરાતી મિજાજના પ્રતિનિધિ તેમજ અમદાવાદથી ઇઝી આઈડી ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો કચ્છની સાહિત્યપ્રેમી પ્રજા, સાહિત્યકારો અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જી.એલ.સી.સી.) કચ્છના સભ્યોએ લાભ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો પર્વ ઠક્કર, વાચા ઠક્કર, ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ એ કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ રજૂ કર્યો. જેને શ્રોતાઓએ ખૂબ પસંદ કર્યો તેમજ બાળકો ઝૂમી ઉઠયા.
Read Moreહાલમાં કચ્છી નવા વર્ષ નિમિત્તે ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈ ડી અને કૃપ પબ્લિશિંગ દ્વારા ‘કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ’ નો કૃપ ગુરુકુલ ખાતે હવન સાથે ઉજવાયો શુભારંભ સમારોહ. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ ડૉ. શશીકાંત ઠક્કર અને શ્રીમતી નયનાબેન ઠક્કર સાથે ફેસ્ટિવલ ડાયરેક્ટર, ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મ નિર્માતા ડૉ. કૃપેશ ઠક્કર અને કૃપ ગુરુકુલના આચાર્યા, હેલ્થ એંડ કોમ્યુનિટી ડાયરેક્ટર ડૉ. પૂજા ઠક્કર એ પંચેશ્વરની વંદના સાથે હવનનો લાભ લીધો. આ શુભારંભ સમારોહમાં ગ્લોબલ લિટરેચર એંડ કલ્ચરલ ક્લબના સદસ્યો અને એમ્બેસેડર બાળકો પણ હાજર રહ્યા હતા.
Read Moreઅષાઢી બીજ પર્વ નિમિત્તે કૃપ પબ્લિશિંગ અંતર્ગત બેસ્ટસેલર લેખક ડૉ. કૃપેશ ઠકકર ની ભારતીય તહેવારો વિશેની રોચક જાણકારી આપતી કોલમ ‘પર્વની પાઠશાળા’ વૈશ્વિક સ્તરે ગુજરાતી પોર્ટલ ગુજરાતી મિજાજ પર પ્રકાશિત થઈ છે. એક પછી એક બેસ્ટસેલર પુસ્તકો વાચકોને સુપ્રત કરી સાહિત્ય જગતમાં પુરસ્કૃત સ્થાન પામ્યા બાદ હવે લેખક ડૉ. કૃપેશ તેમની કોલમ ‘પર્વની પાઠશાળા’ થકી આપણી સંસ્કૃતિના બહોળા દૃષ્ટિકોણને સરળ શબ્દોમાં વર્ણવશે.
Read Moreઅષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ એટલે અષાઢી બીજ. અને આ અષાઢી બીજ ફક્ત એક તારીખ ન રહેતા ભારતીયો માટે મોટું પર્વ બને છે. કારણે કે આ દિવસે સ્વયં જગતના નાથ એટલે કે જગન્નાથ તેમના ભક્તોને મળવા મંદિરની બહાર આવે છે. માટે આ દિવસને સમગ્ર ભારત વર્ષ ‘રથ તહેવાર’ અને ‘રથયાત્રા’ રૂપે મનાવે છે, તો કચ્છમાં આ દિવસ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ ઉત્સવ ફક્ત એક પર્વ નથી. પરંતુ ભાવ છે એક ભક્ત અને ભગવાનનો! કહેવાય છે ને, કે ભક્ત એક ડગલું ચાલે તો ભગવાન દસ ડગલા ચાલીને ભક્ત પાસે આવે છે. ભક્તિના એ જ ભાવનું પ્રતિક છે ‘રથયાત્રા’! પર્વની પાઠશાળા અર્થાત તહેવારોની પાઠશાળામાં, ચાલો જાણીએ આ રથયાત્રા વિશેના જાણ્યા અજાણ્યા કિસ્સા અને ભગવાન જગન્નાથના વિશિષ્ટ સ્વરૂપની કહાની!
Read Moreવિશ્વના સૌથી લાંબા કચ્છી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ તરીકે પ્રસિદ્ધ ‘કચ્છી મિજાજ’ ના પ્રથમ સીઝનની ભવ્ય સફળતા બાદ હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈડી દ્વારા કચ્છી રોક સોંગ ‘કચ્છી મિજાજ’ ના વૈશ્વિક લોન્ચ સાથે આ ઉત્સવના દ્વિતીય સીઝનના પ્રારંભની જાહેરાત કરવામાં આવી. કચ્છી સાહિત્ય સંગીત પર્વના થીમ સોંગ તરીકે આ ગીતને કૃપ મ્યૂઝિક ૭ મી જૂન એ બસ્સોથી પણ વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરશે. જે વિશ્વ સ્તરે કચ્છીઓને જોડતી કડી બનશે.
Read More