Author: Gujarati Mijaaj Content Desk

આરોગ્યકૉલમ: આયુર્વેદની અટારીગુજરાતી મિજાજ વિશેષ

સ્વસ્થ રહેવા આયુર્વેદિક ઉપચારની સમજણ આપશે ડૉ. પૂજા ઠક્કર ‘આયુર્વેદની અટારી’ કૉલમમાં

વૈશ્વિક સ્તરે ભાષા અને સાહિત્ય થકી સેવા કરવા અમેરિકાથી સંચાલિત વેબ પોર્ટલ ‘ગુજરાતી મિજાજ’ પર લેખકો અને સાહિત્યકારો કલમ થકી સેવા કરી રહ્યા છે ત્યારે આગામી કૉલમ માટે ગુજરાતી મિજાજની ચયન કમિટી એ સતત દસ વર્ષથી સ્વાસ્થ્ય, સંગીત અને સમાજ સેવા ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સમર્પિત આયુર્વેદ તબીબ, ગર્ભ સંસ્કાર ટ્રેનર, મ્યુઝિક થેરાપીસ્ટ અને વુમન એન્ડ ચાઈલ્ડ હેલ્થ કાઉન્સેલર ડૉ. પૂજા ઠક્કર ને ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જન સામાન્યને સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદિક ઉપચાર અંગે માહિતગાર કરવા આવકાર્યા છે. આ પ્રસંગે કમિટીના અધ્યક્ષ એ કહ્યું કે ‘વર્ષ 2014 થી ગિવ વાચા ફાઉન્ડેશનના હેલ્થ એન્ડ કોમ્યુનિટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. પૂજા એ ગુજરાતના વિવિધ શહેરોમાં 150 થી પણ વધુ વર્કશોપ અને સેમિનાર મારફતે સેવા કરેલ છે તો વૈશ્વિક સ્તરે ‘ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ જેવા વિવિધ અભિયાનો થકી પણ જનજાગૃતિ ફેલાવવા તેઓ યોગદાન આપી રહ્યા છે ત્યારે ગુજરાતી મિજાજ માધ્યમે કલમ થકી સેવા કરવા માટે એમને આવકારીએ છીએ. ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી લોકો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય જાળવવા આયુર્વેદના ઉપચાર સાથે પરિચિત થઈ શકે એ જ અમારો ઉદેશ્ય છે.” તો ડૉ. પૂજા એ કહ્યું કે “વ્યક્તિની અસ્વસ્થતા માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ જવાબદાર હોય છે. એ સમસ્યાઓ સરળ હોય કે જટિલ, આયુર્વેદમાં દરેક પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે સચોટ અને કાર્યરત ઉપાય છે જ! જેનાથી લોકો સામાન્યતઃ અજાણ હોય છે. એવામાં ‘આયુર્વેદની અટારી’ કૉલમ થકી જનજાગૃતિ કેળવવાનો મને આનંદ છે. આ ઉમદા વિચાર માટે ‘ગુજરાતી મિજાજ’ ની સમગ્ર ટીમનો હું અભિવાદન કરું છું.”

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

જન્માષ્ટમી ની તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ | જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે? | કૃષ્ણ જન્મની કથા | પર્વની પાઠશાળા

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી! આ ‘જન્મ અષ્ટમી’ એટલે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની આઠમી તિથિ, કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો. આ દિવસને ‘ગોકુળ આઠમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જગદગુરુ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ ફક્ત ભારત દેશ કે ફક્ત હિંદુઓ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના કૃષ્ણ પ્રેમીઓ આ પર્વને ધામધૂમથી ઉજવે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું આ ભવ્ય તહેવાર વિશે ની રોચક વાતો અને કૃષ્ણ જન્મની કથા સાથે જોડાયેલા ચમત્કારો અને સંદેશ!

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ એ આપી ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ’ ને વિશેષ શુભેચ્છા

ગિવ વાચા ફાઉન્ડેશન, કૃપ મ્યુઝિક, ઇઝી આઈડી અને ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબ દ્વારા વિશ્વના સૌથી લાંબા ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ ‘ગુજરાતી મિજાજ’ નો શુભારંભ કચ્છ ખાતે થયું ત્યારે કચ્છના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી મદનકુમાર અંજારિયા એ ફેસ્ટિવલ ડાયરેક્ટર ડૉ. કૃપેશ ઠક્કર અને ડૉ. પૂજા ઠક્કર ને વિશેષ શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા. ‘ગુજરાતી મિજાજ’ ની છબીનાં અનાવરણ સાથે તેમણે આ સાહિત્ય સંગીત પર્વના ભવ્ય આયોજનની સરાહના કરી.

Read More
કૉલમ: હુંકાર કરસાહિત્ય

આરાધ્યા | Child Abuse Awareness Story | હુંકાર કર

શ્રુતિ તેની સાત વર્ષીય દીકરી આરાધ્યાને લઈને સ્કૂલેથી ઘરે આવી રહી હતી. એક હાથે આરાધ્યાનો હાથ પકડ્યો હતો અને બીજા હાથે એનો બેગ. બન્ને હળવે હળવે ચાલી રહ્યા હતા. આરાધ્યા ગુમસુમ અને શાંત હતી; પણ શ્રુતિના મનમાં ઘણી ઉથલ પાથલ થઇ રહી હતી. તેને પોતાની પરવરિશ પર પૂર્ણ વિશ્વાસ અને અભિમાન હતો. આરાધ્યાને લઈને તેને મહત્વકાંક્ષાઓ હતી. જેનાં પર તેની શિક્ષિકાના શબ્દો એ પાણી ફેરવી દીધો. PTM દરમિયાન આરાધ્યાની શિક્ષિકા એ જે કંઈ પણ ફરિયાદ કરી હતી, તે હજુ પણ તેના મનમાં ચાલી રહી હતી. તે પોતાની વ્યગ્રતા પર નિયંત્રણ ના રાખી શકી અને બોલી…

Read More
કૉલમકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કચ્છની ભૂમિ એટલે મરુ મહેરામણ અને મેરુ ની ભૂમિ. કેટલાય ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થાનો એ કચ્છને દીપાવ્યું છે. તેથી તો આપણા મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા… તો ચાલો આપણે શરૂ કરીએ કચ્છ યાત્રાની પહેલી સફર … આ શબ્દયાત્રાના પહેલા મણકામાં આપણે માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આવેલા ધ્રબુડી તીર્થધામની યાત્રા કરશું. જેનું ભૌગોલિક અંતર માત્ર આઠ કિલોમીટર છે માંડવીથી… પરંતુ તેના મૂળ છે ત્રેતાયુઞ માં…

Read More
ગુજરાતી મિજાજ વિશેષ

‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ નું રાષ્ટ્રગીત ૧૨ કલાકમાં ૩૦ લાખ વ્યુઝ સાથે ‘ટ્રેન્ડિંગ’!

હાલમાં સમગ્ર દેશ જ્યારે સ્વતંત્રતા પર્વ ઉજવી રહ્યો છે. ત્યારે કચ્છના કલાકારો ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર, વિશ્વનો

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચાર

સાહિત્યકારોને ‘પ્રિન્ટ ઓન ડિમાન્ડ’ ની સુવિધા હવે કચ્છમાં પણ ઉપલબ્ધ! – કૃપ પબ્લિશિંગ

હાર્ડ કોપી, ઇ-બુક, ઓડિયો બુક અને ઓડિયો પોયટ્રી જેવી બહુવિધ અને અદ્યતન સુવિધા આપતું ગુજરાતના અગ્રિમ પબ્લિકેશન હાઉસ ‘કૃપ પબ્લિશિંગ’

Read More
કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષ

15મી ઓગસ્ટ: ભારતની આઝાદીના મશાલધારકોને શ્રદ્ધાંજલિ | પર્વની પાઠશાળા

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર 15મી ઑગસ્ટ 1947ની પરોઢ, એક એવી ક્ષણ જેણે સ્વતંત્ર અને સાર્વભૌમ ભારતના

Read More
સમાચારગુજરાતી મિજાજ વિશેષસાહિત્ય

ગુજરાતી મિજાજ અંતર્ગત લેખિકા અરુણા ઠક્કરના પુસ્તક ‘લટઈ’ નું થયું વિમોચન

ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે કચ્છના પુરસ્કૃત લેખિકા શ્રીમતી અરુણાબેન ઠક્કર ના ‘લટઈ – ૨’ ઈ-બુકને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું. ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભુજ ખાતે આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેસ્ટ સેલર લેખક ડો. કૃપેશ ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર તથા લેખિકા ડો. પૂજા ઠક્કરને હસ્તે પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ થયું. આ કાર્યક્રમમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ કલબના સદસ્યો તથા કૃપ પબ્લિશિંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Read More
ગુજરાતી મિજાજ વિશેષસમાચારસાહિત્ય

‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર

ગિવ વાચા ફાઉન્ડેશન, ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ, કૃપ મ્યુઝિક અને ઇઝી આઈ ડી દ્વારા આયોજિત ‘ગુજરાતી મિજાજ: ગુજરાતી લિટરેચર એન્ડ મ્યુઝિક ફેસ્ટિવલ’ ની દ્વિતિય આવૃત્તિનો શુભારંભ થયો છે ત્યારે આ પર્વના બીજા દિવસે અંજારની શેઠ ડી.વી. સરકારી ઉ. મા. શાળા ખાતે ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનારનું આયોજન થયું. જેમાં ગુ. શિ. સેવા વર્ગ-૨ ના આચાર્યા શ્રીમતી સુનિતાબેન દરિયાણી, સુપરવાઈઝર શ્રી ઉમેશભાઈ વ્યાસ અને વહીવટી વડા શ્રી ભરતસિંહ જાડેજા એ ગીતકાર, સંગીતકાર અને બેસ્ટ સેલર લેખક ડૉ. કૃપેશ ઠક્કર સાથે આયુર્વેદ તબીબ અને લેખિકા ડૉ. પૂજા ઠક્કરનું સ્વાગત સત્કાર કર્યું.

Read More